Home /News /national-international /

ભૂકંપના આંચકાથી ધ્રુજ્યું ઉત્તર ભારત, પાકિસ્તાનમાં 38ના મોત, એપી સેન્ટર અફઘાનિસ્તાનમાં

ભૂકંપના આંચકાથી ધ્રુજ્યું ઉત્તર ભારત, પાકિસ્તાનમાં 38ના મોત, એપી સેન્ટર અફઘાનિસ્તાનમાં

ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાય વિસ્તાર આજે બપોરે ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યા, જેમાં પાકિસ્તાનમાં ભારે તબાહી મચ્યાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. પાકિસ્તાનની જિયો ન્યૂઝ ચેનલ અનુસાર ભૂકંપને પગલે પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 38 લોકોના મોતનો અંદાજો છે.

ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાય વિસ્તાર આજે બપોરે ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યા, જેમાં પાકિસ્તાનમાં ભારે તબાહી મચ્યાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. પાકિસ્તાનની જિયો ન્યૂઝ ચેનલ અનુસાર ભૂકંપને પગલે પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 38 લોકોના મોતનો અંદાજો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદ # ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાય વિસ્તાર આજે બપોરે ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યા, જેમાં પાકિસ્તાનમાં ભારે તબાહી મચ્યાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. પાકિસ્તાનની જિયો ન્યૂઝ ચેનલ અનુસાર ભૂકંપને પગલે પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 38 લોકોના મોતનો અંદાજો છે.

નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતીય મોસમ વિભાગ મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.5 મેગ્નિટ્યૂટ નોંધાઇ છે. જ્યારે અમેરિકાના સિસ્મોલોજી વિભાગ મુજબ આ તીવ્રતા 7.7 નોંધાઇ છે.

અફઘાનિસ્તાન સહિત દિલ્હી અને ગુજરાતમાં આજે બપોરે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાને પગલે હાઇરાઇઝડ બિલ્ડીંગમાંથી લોકો નીચે દોડી આવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં આજે બપોરે 7.5 રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકા આવ્યા છે. જેનું કેન્દ્ર બિન્દુ હિન્દ કુશ નોંધાયું છે. જેની ઉંડાઇ 190 કિલોમીટર નોંધાઇ છે. ભારતમાં ભૂકંપની અસર દિલ્હી, એનસીઆર, ગુજરાત ઉપરાંત ઉત્તર ભારતના રાજ્યોમાં અનુભવાઇ હતી.

ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમદાવાદના હાઇરાઇઝ્ડ બિલ્ડીંગમાંથી લોકો નીચે ઉતરી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.

હિમાચલ પ્રદેશના ચંબા, જમ્મુના ડોડા સહિત વિસ્તારમાં ભારે બે આંચકા અનુભવાયા હતા. મથુરા, આગરામાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા આવ્યા હતા. જેને પગલે લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્વિમ બંગાળમાં પણ ભૂકંપ અનુભવાયો હતો.

ભૂકંપને પગલે દિલ્હીમાં મેટ્રો સેવા કેટલાક સમય માટે રોકી દેવાઇ હતી. મેટ્રોને રસ્તામાં જ રોકી દેવામાં આવી હતી. જોકે બાદમાં મેટ્રો સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં આંશિક રૂપથી મોબાઇલ સેવા ઉપર પણ અસર થઇ હતી.
First published:

Tags: અફઘાનિસ્તાન, ગુજરાત, દિલ્હી`, ભૂકંપ

આગામી સમાચાર