Home /News /national-international /

અફઘાનિસ્તાનના ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પોતાને જાહેર કર્યા કાર્યવાહક રાષ્ટ્રપતિ

અફઘાનિસ્તાનના ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પોતાને જાહેર કર્યા કાર્યવાહક રાષ્ટ્રપતિ

ફઘાનિસ્તાનના ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ

Afghanistan Crisis- સાલેહે કહ્યું- હું વર્તમાનમાં પોતાના દેશમાં છું અને હું કાનૂની રીતે કેયર ટેકર રાષ્ટ્રપતિ છું. હું બધા નેતાઓ પાસે તેમના સમર્થન અને આમ સહમતિ માટે સંપર્ક કરી રહ્યો છું

  કાબુલ: અફઘાનિસ્તાનના (Afghanistan)ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે (Amrullah Saleh)પોતાને સંરક્ષક રાષ્ટ્રપતિ (caretaker president) જાહેર કર્યા છે. સાલેહે ટ્વિટ કરીને કહ્યું કે તે પોતાના માટે સમર્થન જુટાવી રહ્યા છે. સાલેહે ટ્વિટ કરીને લખ્યું કે સ્પષ્ટતા: અફઘાનિસ્તાનના સંવિધાન પ્રમાણે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં, દેશ છોડીને ભાગી જવાના, રાજીનામા કે મોત પછી ઉપ રાષ્ટ્રપતિ, કાર્યવાહક રાષ્ટ્રપતિ બની જાય છે. હું વર્તમાનમાં પોતાના દેશમાં છું અને હું કાનૂની રીતે કેયર ટેકર રાષ્ટ્રપતિ છું. હું બધા નેતાઓ પાસે તેમના સમર્થન અને આમ સહમતિ માટે સંપર્ક કરી રહ્યો છું.

  અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી રાષ્ટ્રપતિ અશરફ ગની રવિવારે દેશ છોડીને ભાગી ગયા હતા. અશરફ ગની હાલના સમયે ક્યાં છે તે વિશે કોઇને જાણકારી નથી. શરૂઆતના રિપોર્ટ પ્રમાણે તે રવિવારે કાબુલથી તઝાકિસ્તાન ભાગ્યા હતા. જોકે અલી જઝીરાના રિપોર્ટે પછી તેમના અંગત અંગરક્ષકના હવાલાથી દાવો કર્યો કે તે ઉઝબેકિસ્તાન ગયા હતા.

  આ પણ વાંચો - Afghanistan Crisis: 5 તાલિબાની હતા અમેરિકા માટે સૌથી મોટો ખતરો, હવે તે જ કરશે અફઘાનિસ્તાન પર રાજ

  સાલેહે ટ્વિટ કરીને કહ્યું કે તે પોતાના માટે સમર્થન જુટાવી રહ્યા છે


  કાબુલમાં રશિયાના દૂતાવાસે સોમવારે કહ્યું કે અફઘાનિસ્તાનના (Afghanistan)રાષ્ટ્રપતિ અશરફ ગની (Ashraf Gani) ચાર કાર અને પૈસાથી ભરેલા એક હેલિકોપ્ટર લઇને દેશમાંથી ભાગ્યા છે. આરઆઈએ સમાચાર એજન્સીના હવાલાથી ડેલી મેલ વેબસાઇટે આ જાણકારી આપી છે. ખબરમાં એ પણ કહેવામાં આવ્યું છે કે તેમણે કેટલાક પૈસા છોડી દેવા પડ્યા કારણ કે તે બધા હેલિકોપ્ટરમાં સમાઇ શકતા ન હતા.

  બીજી તરફ અસરફ ગનીએ રવિવારે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે તે લોહીયાળ જંગથી બચવા માંગતા હતા જેથી તેમણે કાબુલમાં તાલિબાનના (Taliban)પ્રવેશ સાથે જ અફઘાનિસ્તાન છોડી દીધું છે. ગનીએ કહ્યું હતું કે મારા પાસે બે રસ્તા હતા. પ્રથમ તો રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહેલા સશસ્ત્ર તાલિબાનનો સામનો કરું કે પોતાના પ્રિય દેશને છોડી દું, જેની રક્ષા માટે મેં પોતાના જીવનનાં 20 વર્ષ સમર્પિત કરી દીધા છે.

  અફઘાનિસ્તાનમાં આતંકી સંગઠનની સરકારને માન્યતા આપવાને લઇને વૈશ્વિક રૂપથી ઉહાપોહની સ્થિતિ છે. જોકે જે રીતે હાલત જોવા મળી રહી છે. તેમા કેટલાક દેશો તાલિબાની સરકારને માન્યતા આપવામાં નરમ વલણ અપનાવતા જોવા મળી રહ્યા છે. ખબર છે કે ચીન (China), રશિયા, તુર્કી અને પાકિસ્તાન જેવા દેશ કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ કરશે નહીં. આ ચારેય દેશ પોતાનું દૂતાવાસ તાલિબાન સરકારમાં પણ પૂર્વવત ચલાવતા રહેશે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Amrullah Saleh, અફઘાનિસ્તાન, તાલિબાન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन