અફઘાનિસ્તાનમાં ભૂકંપ નહીં, પડ્યો હતો ‘એટમ બોમ્બ’, GFZની રીસર્ચ રીપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
Afghanistan Earthquake: જો કોઈ એમ કહે કે ગુરુવારે સાંજે દિલ્હી સુધી અનુભવાયેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં ભૂકંપ નહીં પરંતુ એટમ બોમ્બ ફાટ્યો હતો તો તમને વિશ્વાસન નહીં આવે પરંતુ આવું કોઈ એલફેલ વ્યક્તિ નહીં વિશ્વની પ્રસિદ્ધ સંસ્થા જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સ(GFZ) નો દાવો છે.
ગુરુવારે રાત્રે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપ (Earthquake in Afghanistan)ની અસર ભારતની સાથે સાથે તાજિકિસ્તાન અને પાકિસ્તાનમાં પણ જોવા મળી હતી. રીએક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.9 હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુકુશ (Hindukush)માં હતું. તેની ઊંડાઈ લગભગ 200 કિ.મી. હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ સાયન્સ રીસર્ચ દરમિયાન સામે આવેલા ખુલાસાથી સૌ કોઇ આશ્ચર્યમાં છે. કારણે આ ભૂકંપ એક રીતે 'એટમ બોમ્બ' (Atom Bomb) હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ)એ પણ આ ભૂકંપની ઉર્જાને માપી હતી. તેને માપ્યા પછી જે પરિણામો આવ્યા તેણે સૌ કોઇને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપના શરૂઆતી આંચકાઓ રાત્રે લગભગ 7.55 કલાકે અનુભવાયા હતા.
રીપબ્લિક વર્લ્ડમાં પ્રકાશિત સમાચારમાં જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ)ના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં 5,351 ટન ટીએનટી વિસ્ફોટકો જેટલી ઊર્જા ઉત્પન્ન થઈ હતી અને ભૂકંપમાં એટમ બોમ્બ વિસ્ફોટ કરતા 0.3 ગણી વધારે ઊર્જા હતી. ઉદાહરણ તરીકે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ત્યારે એક બોમ્બમાં 15,000 ટન ટીએનટી વિસ્ફોટકો અને બીજા બોમ્બમાં 21,000 ટન ટીએનટી વિસ્ફોટકો ઉત્પન્ન થયા હતા. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે 6.3 ગીગાવોટ અવર્સ ઊર્જા ઉત્પન્ન કરી હતી. જે સરેરાશ 4.05 મિલિયન ઘરોને પ્રકાશિત કરવા માટે પૂરતી છે.
ભારતમાં અનુભવાયા હતા ભૂકંપના આંચકાઓ
આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેની અસર ભારતમાં જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને અન્ય દેશો જેમ કે તાજિકિસ્તાન અને પાકિસ્તાન પર પણ પડી હતી. આ પહેલાં 1 જાન્યુઆરીએ ભારતના ઉત્તરીય ભાગમાં ભૂકંપ આવ્યો હતો. એનસીએસના રિપોર્ટ મુજબ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું અને તેની ઊંડાઈ 5 કિમી હતી.
ગત વર્ષે ભૂકંપે અફઘાનિસ્તાનમાં સર્જી હતી તારાજી
નોંધનીય છે કે, આ ભૂકંપના કારણે અફઘાનિસ્તાન અને ભારતમાં કોઇ જાનહાનિ કે નુકસાન થયું નથી. પરંતુ અફઘિસ્તાનમાં ગત વર્ષે આવેલા ભૂકંપે અસંખ્ય લોકોના જીવ લીધા હતા. ગત વર્ષે જુલાઇમાં 5.9ની તીવ્રતાના ભૂકંપના કારણે 1000 અફઘાનિ લોકોના જીવ ગયા હતા. આંતરરાષ્ટ્રીય આપાત કોમ્યુનિટી અનુસાર, તે સમયે હજારો લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને લગભગ 1800 ઘરને નુક્શાન પહોંચ્યું હતું.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર