કાબુલ : અફઘાનિસ્તાન (Afghanistan)અને પાકિસ્તાનમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા (Afghanistan Earthquake) અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાથી આવેલા ભૂકંપથી (Earthquake) ભારે નુકસાનના સમાચાર છે. રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ઓછામાં ઓછા 300 લોકોના મોતના સમાચાર છે. ભૂકંપની તીવ્રતા જોતા મોતના આંકડા વધી પણ શકે છે.
દેશના આપદા પ્રબંધન પ્રાધિકરણના મતે દક્ષિણ અફઘાનિસ્તાનામં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેમાં ઓછામાં ઓછા 300 લોકો માર્યા ગયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજધાની કાબુલના દક્ષિણમાં ખોસ્ત શહેરથી લગભગ 44 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે.
برنامه رایگان LastQuake را برای اطلاعات برخطزلزله نصب کنید! تجربیات خود را به اشتراک گذاشته و دیگران را بخوانید. pic.twitter.com/gdOv9hrvpO
પાકિસ્તાનમાં પણ 6.1ની તીવ્રતાના ભૂકંપના સમાચાર છે. જોકે ત્યાં હાલ કોઇ જાનમાલના નુકસાનના સમાચાર નથી. જિયો ન્યૂઝના મતે બુધવારે સવારે પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના કેટલાક ભાગમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ, મુલતાન, ભાકર, ફલિયા, પેશાવર, મલકંદ, સ્વાત, બુનેર સહિત ઘણા સ્થળો પર ભૂકંપના આંચકા અનુભવાયા છે.
Earthquake kills more than 250 in Afghanistan, most devastating in Paktika province, 1250 injured so far in last night's quake, rescue teams begin relief work.#Afghanistan#Kabulpic.twitter.com/3fxPuq0D9h
સરકારના પ્રવક્તા બિલાલ કરીમીએ ટ્વિટ કર્યું કે દુર્ભાગ્યથી કાલે રાત્રે (સ્થાનીય સમય પ્રમાણે) પક્તિકા પ્રાંતના ચાર જિલ્લામાં ભીષણ ભૂકંપ આવ્યો છે. જેમાં અમારા સેંકડો દેશવાસી માર્યા ગયા છે અને ઇજાગ્રસ્ત થયા છે. ઘણા ઘરો તબાહ થઇ ગયા છે. અમે બધી ઇમરજન્સી એજન્સીઓને અપીલ કરીએ છીએ કે આગળની તબાહીને રોકવા માટે આ વિસ્તારમાં ટીમો મોકલે.
મલેશિયામાં પણ ભૂકંપનો આંચકો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના મતે મલેશિયાના કેટલાક ભાગમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિન્દુ રાજધાની ક્વાલાલંપુરથી 561 કિલોમીટર પશ્ચિમ તરફ હતું
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર