Afghanistan Airstrike: માત્ર 6 સેકન્ડમાં નષ્ટ થઈ ગયા તાલિબાનના ઠેકાણા, જુઓ VIDEO

Afghanistan Airstrike: અફઘાનિસ્તાને કરેલા હુમલામાં 24 કલાકની અંદર 254 તાલિબાની આતંકવાદીઓના મોત થયા

Afghanistan Airstrike: અફઘાનિસ્તાને કરેલા હુમલામાં 24 કલાકની અંદર 254 તાલિબાની આતંકવાદીઓના મોત થયા

  • Share this:
    કાબુલ. અફઘાનિસ્તાન (Afghanistan)માં સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. અમેરિકાના સૈનિકોની વાપસીની વચ્ચે તાલિબાન (Taliban) સતત પોતાના પગ મજબૂત કરી રહ્યું છે. તાલિબાન સતત દાવા કરી રહ્યું છે કે તેણે 90 ટકાથી વધુ વિસ્તાર પર કબ્જો કરી દીધો છે. પરંતુ અફઘાનિસ્તાની સેના તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે તેઓ તાલિબાન પર તાબડતોડ હુમલાઓ કરી રહ્યા છે. રવિવારે અફઘાનિસ્તાન તરફથી એક નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે તાલિબાનના 254 આતંકવાદીઓને ઢાળી દીધા છે. આ દરમિયાન અફઘાનિસ્તાન તરફથી એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે તાલિબાનના ઠેકાણાઓ (Taliban Hideouts) પર એર સ્ટ્રાઇક (Afghanistan Airstrike) કરવામાં આવી રહી છે.

    6 સેકન્ડનો આ વીડિયો અફઘાનિસ્તાનની સેના તરફથી જાહેર કરવામાં આવ્યો છે. અહીં જોઈ શકાય છે કે અનેક બિલ્ડિંગ છે જે કેમ્પસ જેવી દેખાઈ રહી છે. અફઘાનિસ્તાનનો દાવો છે કે અહીં તાલિબાનના આતંકવાદી છુપાયા હતા. માત્ર થોડીક જ સેકન્ડના અંતર પર અફઘાનિસ્તાન તરફથી અહીં એર સ્ટ્રાઇક કરવામાં આવે છે. ધૂમાડાના વાદળો વચ્ચે ક્ષણભરમાં જ બધું જમીનદોસ્ત થઈ જાય છે. અફઘાનિસ્તાનનો દાવો છે કે આ હુમલામાં તાલિબાનના અનેક આતંકવાદી માર્યા ગયા છે.

    આ પણ વાંચો, Sarkari Naukri 2021: રાષ્ટ્રીય મિલિટ્રી સ્કૂલમાં ધોરણ-10 પાસ માટે નોકરીની સુવર્ણ તક, 2 ઓગસ્ટ સુધીમાં કરો અરજી

    254 તાલિબાની આતંકવાદી માર્યા ગયા

    છેલ્લા 24 કલાક દરમિયાન ગજની, કંધાર, હેરાત, ફરાહ, જોજબાન, બલ્ખ, સમાંગન, હેલમંદ, તખર, કુંદુજ, બગલાન, કાબુલ અને કપિસા પ્રાંતોમાં ઓપરેશન બાદ 254 તાલિબાની આતંકવાદીઓને ઢાળી દેવાયા છે. તેની સાથે જ 97 ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોના મોટા હિસ્સા પર કબ્જો કર્યા બાદ તાલિબાને પ્રાંતીય રાજધાનીઓને ઘેરી લીધી છે. કાલે રાત્રે તેઓએ અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર અને વિદ્રોહીઓના પૂર્વ ગઢ કંધારમાં એરપોર્ટ પર ત્રણ રોકેટ છોડ્યા હતા.

    આ પણ વાંચો, Murder in Faridabad: પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની ગોળી મારી હત્યા, JDU નેતા પર લાગ્યા આરોપ

    યુદ્ધગ્રસ્ત દેશમાં ‘સંયુક્ત કાર્યવાહી’ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી. ચીનના દક્ષિણ પશ્ચિમ શહેર ચેંગદૂમાં પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી અને તેમના ચીની સમકક્ષ વાંગ યીની વચ્ચે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.
    Published by:Mrunal Bhojak
    First published: