Afghanistan crisis: જાણો કોણ છે કાબૂલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલો કરનાર Isis-K

AFP

કાબૂલ એરપોર્ટ (Kabul Airport Blast) પર ગુરુવારે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 72 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. મૃતકોમાં મહિલાઓ, બાળકો અને 13 અમેરિકી સૈનિક પણ શામેલ છે.

  • Share this:
કાબૂલ એરપોર્ટ (Kabul Airport Blast) પર ગુરુવારે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 72 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. મૃતકોમાં મહિલાઓ, બાળકો અને 13 અમેરિકી સૈનિક પણ શામેલ છે.

આ પણ વાંચો-6 વર્ષ અમેરિકાની કેદમાં રહેનાર ખુંખાર આતંકવાદીને તાલિબાને બનાવ્યો રક્ષા મંત્રી

આ હુમલા પાછળ અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે સંબંધિત આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન (ISIS-K) જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ કબ્જો કર્યો છે. અફઘાનિસ્તાનની તણાવભરી પરસ્થિતિને કારણે અનેક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, છ વર્ષ પહેલા ISIS-Kની સ્થાપના થઈ હતી.

આ પણ વાંચો-તાલિબાની પતિએ વેચી દીધી બંને દીકરીઓ, અફઘાની મહિલાની વાત સાંભળી આંખો થઇ જશે ભીની

ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) ISIS સાથે ક્ષેત્રીય રીતે જોડાયેલ છે, જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય છે.

ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન તમામ જિહાદી આતંકવાદી સમૂહોમાં સૌથી વધુ હિંસક છે. જાન્યુઆરી 2015માં ઈરાક અને સીરિયામાં ISના પાવર હેઠળ આ સમૂહની સ્થાપના કરવામાં આવી હતી.

દક્ષિણ એશિયામાં ખોરાસાનનું નેટવર્ક સૌથી વધુ મજબૂત છે અને તે ખૂબ જ સક્રિય છે. ખોરાસાન સમૂહમાં તાલીબાન છોડનાર યુવકોની ભરતી કરવામાં આવે છે. તાલીબાન છોડીને આવનાર યુવકોને કમાન્ડર બનાવવામાં આવે છે. આ સમૂહમાં ઉજ્બેક, તાજિક, વીગર અને ચેચેન્યાના યુવાઓની ભરતી કરવામાં આવે છે. ખોરાસાન સમૂહ અફઘાનિસ્તાનમાં પોતાનું નવું ઠેકાણું બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ સમૂહમાં અલ કાયદા પાસેથી ટ્રેનિંગ મેળવેલ યુવકો પણ શામેલ છે.

આ પણ વાંચો-બેંકમાં ફસાઇ હતી મહિલા ફિલ્મ ડિરેક્ટર, તાલિબાનીઓની બચીને આવી રીતે નીકળી બહાર; જણાવી આપવીતી

છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલ હિંસા અને અત્યાચાર માટે Isis-Kને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. કન્યા વિદ્યાલય, હોસ્પિટલ અને પ્રસૂતિ વોર્ડને નિશાન બનાવવામાં આવ્યા છે, જ્યાં ગર્ભવતી મહિલાઓ અને નર્સોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

તાલીબાન માત્ર અફઘાનિસ્તાન પર કબ્જો કરવા ઈચ્છે છે. Isis-K વૈશ્વિક IS નેટવર્કનો એક ભાગ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અને માનવો પર હુમલો કરવા ઈચ્છે છે.

ISIS-K ક્યાં સ્થાયી થયેલ છે?

ISIS-K પાકિસ્તાનમાં નંગરહારના પૂર્વ પ્રાંતમાં સ્થિત છે. જે નશીલી દવાઓ અને માનવતસ્કરીનું કામ કરે છે. જેમાં 3000 ફાઈટર્સ શામેલ હતા, અફઘાન સુરક્ષાદળ અને અમેરિકા સુરક્ષાદળ સાથે અથડામણમાં અનેક લોકોને જાનહાનિ થઈ છે.

શું તાલીબાન સાથે સંકળાયેલ છે?

તેઓ હક્કાની નેટવર્કના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલ છે. રિસર્ચ અનુસાર Isis-K અને હક્કાની નેટવર્ક વચ્ચે ગાઢ સંબંધ છે, જે તાલીબાન સાથે સંકળાયેલ છે.

કાબૂલમાં સિક્યોરિટી ઈનચાર્જ ખલીલ હક્કાની છે, જેના પર 5 મિલિયન ડોલર (£ 3.6m)ના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. એશિયા પેસિફિક ફાઉન્ડેશનના ડૉ. સજ્જન ગોહેલ વર્ષોથી અફઘાનિસ્તાનમાં આતંકવાદી નેટવર્ક પર નજર રાખી રહ્યા છે. ડૉ. સજ્જન ગોહેલે જણાવ્યું કે, 2019 અને 2021 દરમિયાન અનેક હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલા પાછળ ISIS-K, હક્કાની નેટવર્ક અને પાકિસ્તાનમાં સ્થિત અન્ય આતંકી સમૂહ એકબીજા સાથે સંકળાયેલ હતા.

15 ઓગસ્ટે તાલીબાનોએ કાબૂલ પર કબ્જો કરી લીધો હતો. તાલીબાનોએ પુલ-એ-ચરકી જેલમાંથી અનેક કેદીઓને છોડી મુક્યા હતા, જેમાં IS અને અલ કાયદાના આતંકવાદીઓ શામેલ હતા. આવી પરિસ્થિતિમાં આવનાર તાલીબાન સરકાર માટે IS આતંકવાદી પડકારરૂપ છે.
Published by:Margi Pandya
First published: