કાબુલ. અફઘાનિસ્તાન (Afghanistan Crisis)માં તાલિબાન (Taliban)નો કબજો થયા બાદ સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. એવામાં લોકો વહેલામાં વહેલી તકે દેશ છોડીને ભાગી જવા માંગે છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો પ્લેનમાં લટકીને જઈ રહ્યા હતા. પ્લેન હવામાં પહોંચતા જ તે લોકો નીચે પટકાઈ ગયાં. મળતી માહિતી મુજબ, આ લોકો C-17 પ્લેન પર લટકીને કાબુલ છોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પ્લેન હવામાં પહોંચતા જ કાબુલ એરપોર્ટ (Kabul Airport)ની પાસે જ તેઓ નીચે પટકાઈ ગયા. મીડિયા રિપોર્સ્ત મુજબ, આ પ્લેનથી ત્રણ લોકો પડ્યા છે. બે લોકો રહેણાંક વિસ્તારમાં પડ્યા છે. સમાચાર પ્રકાશિત થવા સુધીમાં તેમની ઓળખ વિશે કોઈ જાણકારી નથી મળી.
અસ્વાકા ન્યૂઝ એજન્સી મુજબ, કાબુલ એરપોર્ટની પાસે સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે, એક પ્લેનના ટાયરોમાં પોતાને જકડીને બેઠેલા ત્રણ યુવક લોકોના ઘર પર પટકાયા છે. સ્થાનિક લોકોમાંથી એક વ્યક્તિએ પુષ્ટિ કરી અને કહ્યું કે, આ લોકોના પડવાથી જોરદાર અવાજ આવ્યો. ઉલ્લેખનીય છે કે, રવિવારે કાબુલમાં તાલિબાનના પ્રવેશથી પહેલા જ રાષ્ટ્રપ્રમુખ અશરફ ગનીએ દેશ છોડી દીધો હતો. ત્યારબાદ અફઘાનિસ્તાનના ભવિષ્યને લઈને અસ્થિતરતાના વાદળ ઘેરાયા છે.
આ દરમિયાન TOLO Newsના હવાલાથી માહિતી મળી રહી છે કે તાલિબાની ફાઇટરો (Talibani Fighters)એ એરપોર્ટ પર હિજાબ પહેર્યા વગરની મહિલાઓ પર ફાયરિંગ (Firing at Kabul Airport) કર્યું. જેના જવાબમાં અમેરિકાના સૈનિકોએ પણ ફાયરિંગ કર્યું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફાયરિંગમાં 5 લોકોના મોત થયા છે. જોકે, તાલિબાને એરપોર્ટ પર ગોળીબારની પુષ્ટિ નથી કરી. હાલ એરપોર્ટ અમેરિકાના સૈનિકોના કન્ટ્રોલમાં છે.
પ્લેનમાં સવાર થવા માટે અફરાતફરીનો માહોલ
કાબુલ છોડવા માટે એરપોર્ટ પર હજારોની સંખ્યામાં એવા લોકો પહોંચી ગયા છે જેમની પાસે ન તો વીઝા છે અને ન ટિકિટ. કાબુલમાં મોબાઇલ રિચાર્જ કરાવવા માટે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં લોકો ઇન્ટરનેટ અને કોલ ક્રેડિટ ઇમરજન્સી માટે બચાવી રહ્યા છે. કાબુલના રસ્તાઓ પર તાલિબાની ફાઇટરો ફરી રહ્યા છે. અનેક સ્થળે લૂંટફાટ થવાના અહેવાલો છે. સામાન્ય નાગરિકોને 17 ઓગસ્ટ સવારે વાગ્યા સુધી પોતાના ઘરોમાં કેદ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
Air Indiaએ કાબુલની એકમાત્ર ઉડાન રદ કરી, અમેરિકા-દિલ્હીની બે ઉડાનોએ રૂટ બદલ્યો
અફઘાનિસ્તાન (Afghanistan) દ્વારા એરસ્પેસ બંધ કરવાના નિર્ણય લીધા બાદ એર ઈન્ડિયા (Air India)એ સ્પષ્ટ કર્યું છે કે કાબુલ (Kabul) માટે તેમનું ઓપરેશન ઠપ રહેશે. એવામાં દિલ્હીથી એર ઈન્ડિયાની કાબુલ જનારી ફ્લાઇટ (Delhi To Kabul Air India) જે પહેલા રાત્રે 8:30 વાગ્યાને બદલે 12:30 વાગ્યે ઉડન ભરવાની હતી, હવે તે ઓપરેટ નહીં થાય. સમાચાર એજન્સી ANI મુજબ, એર ઈન્ડિયા (Air India)એ કન્ફર્મ કર્યું છે કે, અફઘાનિસ્તાનનો હવાઈ માર્ગ બંધ થવાના કારણે તેઓ ફ્લાઇટ ઓપરેટ નહીં કરી શકે. સરકારી સૂત્રોએ કહ્યું કે, ભારત સરકારે એર ઈન્ડિયાને કહ્યું છે કે તેઓ કાબુલથી ઇમરજન્સી એક્ઝીટ માટે બે પ્લેનોને સ્ટેન્ડબાયમાં રાખે. એર ઈન્ડિયાએ કાબુલથી નવી દિલ્હી માટે ઇમરજન્સી સંચાલન માટે એક ટીમ તૈયાર કરી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર