15 તાલિબાની લડાકૂએ ગરીબ મહિલાને કરી ફરમાઇશ, ન પૂરી કરવા પર...દીકરીએ સંભળાવી આપવીતી

ફાઇલ તસવીર: Shutterstock

Afghanistan crisis: તાલિબાનના લડાકૂ (Taliban Militants) એ બળજબરીથી લોકોના ઘરોમાં ઘૂસી રહ્યા છે અને ફરમાઇશ કરી રહ્યા છે. ફરમાઇશ ન પૂરી કરવા પર સીધી ગોળી મારી દે છે.

 • Share this:
  કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan)માં 20 વર્ષ પછી ફરીથી તાલિબાન (Taliban)નું રાજ સ્થાપિત થયું છે. તાલિબાનો શાસનમાં આવતા દેશના નાગરિકોમાં ખૂબ ડર છે. અનેક લોકો ગમે તેમ કરીને દેશ છોડી જવાના પ્રયાસમાં છે. અનેક વખત તાલિબાનો કહી ચૂક્યા છે કે તેમના છોકરાઓ બળબજરીથી કોઈના ઘરમાં નહીં ઘૂસે, કોઈને નુકસાન નહીં પહોંચાડે. પરંતુ હકીકત કંઈક જુદી છે. તાલિબાનના લડાકૂ (Taliban Militants)ઓ બળબજરીથી ઘરોમાં ઘૂસી રહ્યા છે અને ફરમાઇશો કરી રહ્યા છે. ફરમાઇશ પૂરી ન કરવા પર સીધી જ ગોળી મારી દે છે. 25 વર્ષની એક અફઘાન યુવતીએ પોતાની આપવીતી વર્ણવી છે.

  અમેરિકન ન્યૂઝ ચેનલ CNNના રિપોર્ટ પ્રમામે નાઝિયા ઉત્તર અફઘાનિસ્તાનના એક ગામમાં પોતાના ત્રણ દીકરા અને એક દીકરી સાથે રહેતી હતી. ગત અઠવાડિયે તાલિબાનના લડાકૂઓએ તેણીની હત્યા કરી નાખી હતી. નાઝિયાની 25 વર્ષની દીકરી મનીઝાએ જણાવ્યું કે, ગત અઠવાડિયે 15 તાલિબાની લડાકૂ તેમના ઘરમાં બળજબરીથી ઘૂસી ગયા હતા. માતાને ખાવાનું બનાવવા માટે કહ્યું. મનાઈ કરી તો ગોળી મારી દીધી હતી.

  મનીઝાએ CNNને જણાવ્યું કે, "મારી માતાએ તાલિબાનના લડાકૂઓને વિનંતી કરી હતી. તેણીએ કહ્યું હતું કે હું ગરીબ છું અને આટલું બધુ ખવાનું ક્યાંથી લાવી શકું. માતાના મોઢેથી આટલા શબ્દો સાંભળતા જ લડાકૂઓએ તેમની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. એકે-47 રાઇફલથી ઘા મારીને તેણીને મારી નાખી હતી. મેં જ્યારે રોકવાનો પ્રયાસ કર્યો તો ઘરમાં ગ્રેનેટ ફેંકી દીધો હતો."

  આ પણ વાંચો: વાજપેયી સરકારના પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યુ, 'ભારતે તાલિબાનનો સંપર્ક સાધવો પડશે'

  મનીઝાએ વધુમાં જણાવ્યું કે, "હું ભાઈઓને લઈને આગની જ્વાળાઓની વચ્ચેથી ભાગી હતી. એ લોકોએ માતાને પકડી લીધી હતી. પછી ગોળી મારી દીધી. માનું નિધન થઈ ગયું. ઘર સળગી ગયું." CNNના જણાવ્યા પ્રમાણે 12 જુલાઈના રોજ આ ઘટના બની હતી. આ ઘટનાના 10 દિવસ બાદ તાલિબાનના લડાકૂઓએ અનેક પ્રાંત પર કબજો મેળવી લીધો હતો.

  અફઘાનના લોકોને આ વાતની ચિંતા

  હકીકતમાં અફઘાનના લોકોને ચિંતા સતાવી રહી છે કે તાલિબાનના હાથમાં સત્તા આવતાની સાથે જ અફડા-તફડીનો માહોલ ઊભો થશે. અમેરિકા અને તેના સમર્થનવાળી સરકારમાં કામ કરતા લોકો સાથે બદલો લેવામાં આવશે. અનેક લોકોને ડર છે કે તાલિબાન કડક ઇસ્લામિક નિયમો થોપશે. આવો જ કાયદો તેમણે 1996થી 2001ના વર્ષ દરમિયાન પોતાના શાસન વખતે લાગૂ કર્યો હતો. બાળકીઓને સ્કૂલ જવા પર અને મહિલાઓને બહાર કામ કરવા જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આથી લોકોને ડર સતાવી રહ્યો છે કે ફરીથી આવા જ કાયદા લાગૂ કરવામાં આવશે. ખાસ કરીને મહિલાઓ અને બાળકીઓ પોતાની જાતને સુરક્ષિત નથી અનુભવી રહી. (સમગ્ર લેખ અંગ્રેજીમાં વાંચવા માટે ક્લિક કરો...)
  Published by:Vinod Zankhaliya
  First published: