પંજશીર : અફઘાનિસ્તાનમાંથી (Afghanistan)અમેરિકી સૈનિકોની (US Forces)પૂરી રીતે વાપસી પછી કાબુલ એરપોર્ટ (kabul airport) ઉપર પણ તાલિબાને (Taliban)કબજો કરી લીધો છે. હવે ફક્ત પંજશીર જ તેમના કબજામાંથી બાકી છે. થોડાક દિવસો પહેલા પંજશીરમાં તાલિબાન અને નોર્દન એલાયન્સ (Northern Alliance)વચ્ચે સીઝફાયરને લઇને સહમતી બની હતી. જોકે અમેરિકાના સૈનિકોના ગયા પછી તાલિબાને પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પંજશીરમાં નોર્દન એલાયન્સની આગેવાની કરી રહેલા અહમદ મસૂદ સાથે જોડાયેલા સૂત્રોએ દાવો કર્યો કે તાલિબાને સોમવારે રાત્રે ઘણી બાજુએથી હુમલો કર્યો છે.
પંજશીરના લડાકે પણ તેનો જવાબ આપી રહ્યા છે. ચારેય તરફ થયેલી ગોળીબારીમાં તાલિબાનના 7-8 લડાકે માર્યા ગયા છે. નોર્દન એલાયન્સના મતે ગોળીબારીમાં તેના પણ બે લડાકે માર્યા ગયા છે. બીજી તરફ દાયકુંદી પ્રાંતના ખદીર જિલ્લામાં તાલિબાને હજારા સમુદાયના 14 લોકોની હત્યા કરી દીધી છે.
હજારા સમુદાય પર તાલિબાનનો જુલમ
હજારા સમુદાય સાથે જોડાયેલા કાર્યકર્તાઓનો દાવો છે કે હજારાની વધારે વસ્તીવાળા જિલ્લા દાયકુંદીમાં તાલિબાને નજીબા લાઇબ્રેરી અને કોમ્પ્યુટર લેબમાં તોડફોડ અને લૂટપાટ કરી છે. હજારા પત્રકાર બશીર અહંગના મતે આ લાઇબ્રેરીમાં સ્થાનીય હજારા યુવતીઓ અને યુવકો અભ્યાસ કરતા હતા.
અફઘાનિસ્તાનના અખબાર ઇતલેઆત રોજે દાવો કર્યો છે કે દાયકુંદી પ્રાંતના ખદીર જિલ્લામાં તાલિબાને કુલ 14 લોકોની હત્યા કરી દીધી છે. જેમાં 2 નાગરિક છે. તાલિબાને ડઝનબંધ હજારો લડાકોની હત્યા કરી છે. તાલિબાન સ્થાનીય જાસૂસી નેટવર્કની મદદથી હજારા લડાકેની ઓળખ કરી રહ્યા છે.
તાલિબાન પાસે હથિયારનો જખીરો
અમેરિકાએ અફઘાનિસ્તાનના સૈનિકોને અત્યાર સુધી જેટલા પણ હથિયાર, ગોળા બારુદ, વિમાન, હેલિકોપ્ટર અને અન્ય સાધન સામગ્રી આપી છે તે હવે પૂરી રીતે તાલિબાનના કબજામાં છે. તાલિબાને સામાન્ય લોકો પાસેથી પણ મોટી સંખ્યામાં હથિયાર ભેગા કર્યા છે.
ગત સપ્તાહે સીઝફાયર પર બની હતી સહમતી
ગત સપ્તાહે તાલિબાન અને પંજશીરના પ્રતનિધિઓ વચ્ચે સીઝફાયર માટે પરવાન પ્રાંતની રાજધાની ચારિકરમાં વાતચીત થઇ હતી. આ દરમિયાન બંને જૂથ એકબીજા પર હુમલો નહીં કરવા માટે સહમત થયા હતા. તાલિબાન તરફથી વાતચીતની આગેવાની મૌલાના અમીર ખાન મુક્તઇએ કરી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર