નવી દિલ્હી : અફઘાનિસ્તાની (Afghanistan) સત્તા પર હવે તાલિબાનનો (Taliban)કબજો થઇ ગયો છે. એક તરફ દેશનું ભવિષ્ય અંધારામાં ધકેલાઇ ગયું છે. તે સમયે બુધવારે એવો રિપોર્ટ સામે આવ્યો છે કે અફઘાનિસ્તાનમાં એક શિયા નેતાની મૂર્તિ તોડવાને (Taliban destroy Shia leaders statue)લઇને એક મિલિટેંટ ગ્રૂપ ઉગ્ર થઇ ગયું હતું અને દેશનો ઝંડો લઇને પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ કર્યું હતું. જેમાં 3 લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનમાંથી અન્ય દેશોએ પોતાના રાજદૂતો અને અધિકારીઓને બહાર કાઢવાનું કામ ઝડપી બનાવ્યું છે.
તાલિબાન શાસનને લઇને લોકોમાં વધ્યો ખૌફ
આ દરમિયાન બુધવારે જાહેર થયેલી તસવીરો પ્રમાણે તાલિબાને શિયા મિલિશિયા નેતા અબ્દુલ અલી મજારીની પ્રતિમાને ઉડાડી દીધી છે. જે 1990ના દશકમાં અફઘાનિસ્તાનના ગૃહયુદ્ધ દરમિયાન તાલિબાનની સામે લડ્યા હતા. મજારી અફઘાનિસ્તાનાન હજારા અલ્પસંખ્યક સમુદાયના શિયાઓના એક ચેમ્પિયન હતા. જેમની સુન્ની તાલિબાનના પ્રથમ શાસન અંતર્ગત સતામણી કરવામાં આવી હતી. આ પ્રતિમા મધ્ય બામિયાન પ્રાંતમાં હતી.
એવા રિપોર્ટ છે કે તાલિબાન લડાકોએ પૂર્વી નંગરહાર પ્રાંતમાં અફઘાન રાષ્ટ્રીય ધ્વજના સમર્થનમાં રેલી કરી રહેલા લોકો પર ગોળીઓ ચલાવી હતી. સૂત્રોના મતે તેમાં કેટલાક લોકોના મોત થયા છે અને ઈજાગ્રસ્ત પણ થયા છે.
અફઘાન સમાચાર એજન્સી પઝવોકે એ પણ બતાવ્યું કે તાલિબાન આતંકવાદીઓએ પત્રકારો અને રેલીને કવર કરી રહેલા એરિયાના ન્યૂઝ બ્રોડકાસ્ટરની પિટાઇ કરી હતી. વિદ્રોહીઓએ પોતાના કબજાવાળા ક્ષેત્રોમાં પોતાનો સ્વંયનો ઝંડો-ઇસ્લામી શિલાલેખો સાથે એક સફેદ બેનર લગાવી દીધું છે.
તાલીબાનના 10 એવા નિયમો, જેનાથી મહિલાઓની જીંદગી નર્ક બની જાય છે
- મહિલાઓ કોઈપણ નજીકના સંબંધી વગર રસ્તા પર નીકળી નહીં શકે. - મહિલાઓ બહાર નીકળે તો તેમણે બુરખો પહેરવો જ પડશે. - મહિલાઓ આવી છે, તે પુરુષને ખબર ન પડે તે માટે મહિલાઓ હીલ્સ પહેરી નહીં શકે. - સાર્વજનિક સ્થળો પર અજાણ્યા લોકો સામે મહિલાઓનો અવાજ ન આવવો જોઈએ. - ગ્રાઉન્ડ ફ્લોરના ઘરમાં બારીઓને કલર કરેલો હોવો જોઈએ, જેથી ઘરની અંદરની મહિલાઓ જોવા ન મળે. - મહિલાઓ ફોટોઝ ન પડાવી શકે, મહિલાઓના ફોટોઝ છાપા, પુસ્તકો અને ઘરમાં લગાવેલ ન હોવી જોઈએ. - કોઈપણ સ્થળના નામમાં મહિલાનું નામ હોય તો તેને હટાવી દેવામાં આવે. - મહિલાઓ ઘરની બાલ્કની અને બારી પર ન દેખાવી જોઈએ. - કોઈપણ સાર્વજનિક એકત્રીકરણમાં મહિલા ભાગ નહીં લઈ શકે. - મહિલાઓ નેઈલ પેઈન્ટ નહીં લગાવી શકે અને તેમની મરજી અનુસાર લગ્ન નહીં કરી શકે. - મહિલાઓ નિયમ નહીં માને તો થશે સજા (Talibani Punishment)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર