Home /News /national-international /

તાલિબાની પતિએ વેચી દીધી બંને દીકરીઓ, અફઘાની મહિલાની વાત સાંભળી આંખો થઇ જશે ભીની

તાલિબાની પતિએ વેચી દીધી બંને દીકરીઓ, અફઘાની મહિલાની વાત સાંભળી આંખો થઇ જશે ભીની

પ્રતિકાત્મક તસવીર

Afghanistan Crisis: ફરીબાના લગ્ન તાલિબાની છોકરા સાથે થયા હતા. પરીવારે માત્ર 14 વર્ષની ઉંમરમાં તેના લગ્ન કરાવી દીધા હતા. પછી જ્યારે તેની બે દિકરીઓ થઇ તો ક્રૂર પિતાએ બંનેને વેચી દીધી હતી.

\તાલિબાને અફઘાનિસ્તાનમાં મચાવેલા આતંકથી મનને વિચલિત કરતી અનેક ઘટનાઓ રોજ સામે આવી રહી છે. તેમાં પણ મહિલાઓની સ્થિતિ સૌથી ખરાબ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં (Afghanistan Crisis) તાલિબાન દ્વારા મહિલાઓ અને બાળકોને પર થતાં અત્યાચારથી આજે વિશ્વનો દરેક દેશ વાકેફ છે. પરંતુ જો તમે અફઘાનિસ્તાનના નાગરિકોનું સાચું દુઃખ સમજવા માંગો છો તો દિલ્હીમાં ભાડાના નાના એવા મકાનમાં રહેતી ફરીબા નામની એક મહીલા કહાની જરૂર વાંચો. પોતાના દેશથી એકલી દૂર રહે છે, પરંતુ તે અહીં ખૂબ ખુશ છે. તેનું કારણ ભારતમાં એક ઇજ્જત અને શાંતિપૂર્ણ જીવન છે. પરંતુ જ્યારે તમે ફરીબાની વાત સાંભળશો તો તમારી આંખો પર ભીની થઇ જશે. તમે જાણશો કે અફઘાનિસ્તાનમાં ક્રૂર તાલિબાનનો સાચો ચહેરો કેટલો ભયાનક છે.

આ પણ વાંચો-હૈ રામ! પત્નીએ ઘૂંઘટ નહોતો કાઢ્યો તો ગુસ્સે ભરાયા પતિએ 3 વર્ષની દીકરી પટકી, માસૂમનું મોત

તાલિબાની સાથે થયા હતા લગ્ન-ફરીબાના લગ્ન તાલિબાની છોકરા સાથે થયા હતા. પરીવારે માત્ર 14 વર્ષની ઉંમરમાં તેના લગ્ન કરાવી દીધા હતા. પછી જ્યારે તેની બે દિકરીઓ થઇ તો ક્રૂર પિતાએ બંનેને વેચી દીધી હતી. તેણે 26 વર્ષ સુધી તાલિબાનની યાતનાઓને સહન કરી, પરંતુ હવે તે ફરી પોતાના જીવનને પાટા પર લાવવાના પ્રયાસો કરી રહી છે. તાલિબાની પતિએ તેને કઇ રીતે હેરાન કરી છે તેના નિશાન તેના શરીર પર દેખાય છે. હવે ભારતમાં સારવાર લીધા બાદ તેની તબિયત સ્થિર છે.

આ પણ વાંચો-હિજાબ અને બુરકા વગર ફરતી અફઘાની પોપસ્ટારને તાલિબાન શોધતા રહ્યાં અને તે વિદેશ ભાગી ગઇ

શરીર પર ઇજાઓના નિશાન- ઘરમાં એક ખૂણામાં પુસ્તકના પાનાઓ વચ્ચે એક જૂની તસવીર છૂપાયેલી છે. એક એવી તસવીર જેમાં બે આંગળીઓ દેખાય છે, જે કપાઇને અલગ થઇ ગઇ હતી. આંગળીઓની સીવિને ડોક્ટરે તેનો ફોટો પાડ્યો હતો. ફરીબાએ તાલિબાન દ્વારા કરાયેલા અત્યાચારોને યાદ અપાવવા માટે ફોટો સાચવીને રાખ્યો છે. તેના શરીર પર અનેક ઇજાઓ છે. ફરીબા હાલ દિલ્હીના લાજપત નગર વિસ્તારમાં જીમ ટ્રેનરનું કામ કરે છે.

આ પણ વાંચો-અમેરિકાની તે પાંચ ભૂલો જે અફઘાનિસ્તાન પર ભારે પડી

વિશ્વને મૂર્ખ બનાવી રહ્યું છે તાલિબાન- ફરીબાએ અફઘાનિસ્તાનમાં તાલિબાન પરત આવતા કહ્યું, “તાલિબાન બારૂદનો ઢગલો છે, જેણે પણ તેનો સામનો કર્યો છે, તે જાણે છે કે તે કોણ છે. સારા તાલિબાન નામની કોઇ વસ્તુ જ નથી. હું ક્રૂર, દમનકારી શાસનનો ક્યારેય સ્વીકાર કરી નહીં શકુ અને ભવિષ્યમાં પણ આવું નહીં કરું. તેઓ પરીવર્તનની ગમે તેટલી વાતો કરે, તેમાં જરા પણ સત્ય નથી. તેઓ વિશ્વને મૂર્ખ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. હું તેમની વચ્ચે રહી છું અને તેમના અત્યાચારો સહન કર્યા છે. મારા પતિ અને સાસરિયાએ મને ખૂબ દુઃખ આપ્યા છે. તેમણે મારા બાળકોને પણ વહેંચી દીધા હતા.”

આ પણ વાંચો-CNNની મહિલા પત્રકારનો આ વીડિયો દર્શાવે છે કાબૂલની પરિસ્થિતિ, તેને પણ રિપોર્ટિંગ છોડી ભાગવું પડ્યું

તાલિબાની પતિએ વહેંચી દીધી બંને દીકરીઓ- ફરીબાનો જન્મ એક ગરીબ પરીવારમાં થયો હતો. તેથી માત્ર 14 વર્ષની ઉંમરે જ તેના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં મહિલાઓને કોની સાથે લગ્ન કરવા માંગે છે, તે પસંદ કરવાની સ્વતંત્રતા નથી. ફરીબાનુ કહેવું છે કે, લગ્નના થોડા વર્ષો બાદ તેને બે પુત્રીઓને જન્મ આપ્યો. થોડા દિવસોમાં જ તેના પતિએ તેની મોટી દીકરીને વહેંચી દીધી હતી. ફરીબાએ તેના પતિ અને સાસરિયા પાસે તેની દીકરીને બચાવવા ભીખ માંગી, પરંતુ બધુ બેકાર હતું. તેનો પતિ કે સાસરિયા માન્યા નહીં. પોતાની જ દીકરીને વહેંચી દેતા ફરીબા ખૂબ ભાંગી પડી હતી.

ભારત જેવો કોઇ દેશ નહીં- ફરીદાને ભારતમાં શરણ મળ્યા બાદ તે ખૂબ જ ખુશ છે. તેના આંસુ સુકાઇ ગયા અને તે પહેલા કરતા વધુ મજબૂત બની છે. ભારતમાં બેસીને તે અફઘાનિસ્તાનમાં બનતા નર્ક જેવા કિસ્સાઓ સાંભળે છે. તે કહે છેકે, “વિશ્વમાં ભારત જેવો કોઇ દેશ નથી. અહીં તમામ ધર્મ, જ્ઞાતિ અને રાષ્ટ્રના લોકો શાંતિથી રહે છે. જો હું અહીં ન આવી હોત તો મને ખબર જ ન હોત કે આવું જીવન પણ શક્ય છે.”
Published by:Margi Pandya
First published:

Tags: Afghanistan Crisis, Afghanistan women story

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन