Afghanistan latest news: કાબુલથી ભારતીય વાયુસેનાનું C-130J વિમાન રવાના, આજે 85 ભારતીયોની ઘરવાપસી

ફાઇલ તસવીર

Afghanistan Crisis: અફઘાનિસ્તાનમાં આશરે 450 ભારતીય ફસાયા હોવાનો અહેવાલ છે. તમામ લોકોને પરત લાવવા માટે ભારત સરકાર અમેરિકા અને અન્ય દૂતાવાસો સાથે મળીને કામ કરી રહ્યું છે.

 • Share this:
  નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan Crisis)માં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ શરૂ છે. સનિવારે ભારતીય વાયુસેનાનું વિમાન સી-130જે કાબુલથી 85 ભારતીયો સાથે ઉડ્યું (IAF aircraft evacuates over 85 Indians from Kabul) છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે ઇંધણ ભરાવવા માટે વિમાન તાજાકિસ્તાન (Tajikistan) ઉતર્યું છે. ભારતીયોને બહાર કાઢવા માટે કાબુલમાં હયાત ભારતીય સરકારી અધિકારીઓ મદદ કરી રહ્યા છે.

  મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આશરે 450 ભારતીયો અફઘાનિસ્તાનમાં ફસાયા  (450 Indian stuck in Afghanistan) હોવાની સંભાવના છે. આ તમામ લોકોને પરત લાવવા માટે ભારત સરકાર અમેરિકા અને અન્ય દૂતાવાસ સાથે મળીને કામ કરી રહ્યું છે. કાબુલ એરપોર્ટ (Kabul airport) સુધી પહોંચવામાં અને દિલ્હીમાં વિમાન લેન્ડ કરવા સુધી અનેક પરેશાની આવી રહી છે. ધ હિન્દુના રિપોર્ટમાં અધિકારીઓના હવેલાથી જણાવવામાં આવ્યું છે કે તાલિબાને કાલુબ પર કબજો કરી લીધા બાદ પણ ઔપચારિક સરકારની રચના નથી થઈ શકી. આથી એ લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે જેમની પાસે કોઈ દસ્તાવેજ નથી.

  એક અધિકારીએ જણાવ્યું કે, "અમારી સૌથી મોટી મુશ્કેલી એ છે કે જો લોકો કાબૂલમાં છે તેઓ પણ તાલિબાનના ગાર્ડ્સની મંજૂરી વગર ઘરની બહાર નથી નીકળી શકતા." તેમણે જણાવ્યું કે ભારતીય દૂતાવાસ (Indian embassy at Kabul)થી ફક્ત 10 કિલોમીટરના અંતરે આવેલા હામિદ કરઝાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Hamid Karzai International airport)ની ઇન્ચાર્જ અમેરિકન સેના (US Army) છે. અમેરિકન આર્મી પણ એરપોર્ટ બહાર લોકોની મદદ નથી કરતી શકતી. આથી તમામ ચેકપોઇન્ટ્સ પર સ્થાનિક ગાર્ડ્સનો સામનો કરવો પડી રહ્યો છે.

  રિપોર્ટ્સ પ્રમાણે સોમવારે પણ ભારતીય રાજદૂતોને શહેર છોડની વખતે અનેક પરેશાની થઈ હતી. શહેરના બહારના ભાગમાં સ્થિત તાલિબાની બંદૂકધારી ગાર્ડ્સે મોટાભાગના લોકોને પરત મોકલી દીધા હતા. આથી તેમણે અફઘાનિસ્તાન છોડવા માટે વ્યવસ્થા કરવી પડી હતી. પરિણામ સ્વરૂપે ભારતીય વાયુસેના સંચાલિત સી-17ની ઉડાનમાં ફક્ત 40 લોકો જ દિલ્હી પરત ફર્યાં હતા. અનેક લોકો એરપોર્ટ સુધી પહોંચી શક્યા ન હતા.

  તાલિબાને દરવાજે દસ્તક દેતા બાથરૂમમાં પુરાયા પરિવારના 16 લોકો!

  અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ (Kabul)થી લઈને કંધાર (Kandhar) અને જલાલાબાદ (Jalalabad)થી લઈને હેરાત (Herat) સુધી લગભઘ દરેક નાના મોટા શહેરમાં સન્નાટો છે. રસ્તાઓ એક ચોક પર ફક્ત હથિયારધારી તાલિબાની લડાકુ (Taliban fighters) જોવા મળી રહ્યા છે. સામાન્ય લોકોમાં તાલિબાનનો એટલો ડર પેશી ગયો છે કે તેઓ ઘરોમાંથી બહાર નથી નીકળતા. કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાનના લડાકૂ હાલ દરેક ઘરની તલાશી (Talibandoor to door manhunt) લઈ રહ્યા છે. તેઓ એવા લોકોને નિશાન બનાવી રહ્યા છે જેમણે અમેરિકા અથવા અફઘાનિસ્તાન સરકાર (Afghanistan government)ની મદદ કરી હોય. તલાશી દરમિયાન તાલિબાનના લડાકૂ જ્યારે એક ઘરમાં પહોંચ્યા તો ઘરના તમામ લોકો એક બાથરૂમમાં પુરાઈ ગયા હતા. (વાંચો સમગ્ર અહેવાલ...)
  Published by:Vinod Zankhaliya
  First published: