Afghanistan Crisis: કાબુલ એરપોર્ટ પર ફાયરિંગમાં 5 લોકોનાં મોત, અનેક સ્થળે લૂંટફાટના અહેવાલો
Afghanistan Crisis: કાબુલ એરપોર્ટ પર ફાયરિંગમાં 5 લોકોનાં મોત, અનેક સ્થળે લૂંટફાટના અહેવાલો
કાબુલ એરપોર્ટ પર તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે. (તસવીર-AP)
Firing at Kabul Airport: મીડિયા રિપોર્ટ્સ મુજબ, તાલિબાની ફાઇટરોએ એરપોર્ટ પર હિજાબ પહેર્યા વગરની મહિલાઓ પર ફાયરિંગ કર્યું. જેના જવાબમાં અમેરિકાના સૈનિકોએ પણ ફાયરિંગ કર્યું
કાબુલ. અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban)એ કબજો કરી લીધો છે. તાલિબાન ના ડરથી લોકો કોઈ પણ ભોગે દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનથી બહાર જવાનો માત્ર એક જ રસ્તો ખુલ્લો છે- કાબુલ એરપોર્ટ. એવામાં કાબુલ એરપોર્ટ (Kabul Airport) મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ ગઈ છે. આ દરમિયાન TOLO Newsના હવાલાથી માહિતી મળી રહી છે કે તાલિબાની ફાઇટરો (Talibani Fighters)એ એરપોર્ટ પર હિજાબ પહેર્યા વગરની મહિલાઓ પર ફાયરિંગ (Firing at Kabul Airport) કર્યું. જેના જવાબમાં અમેરિકાના સૈનિકોએ પણ ફાયરિંગ કર્યું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફાયરિંગમાં 5 લોકોના મોત થયા છે. જોકે, તાલિબાને એરપોર્ટ પર ગોળીબારની પુષ્ટિ નથી કરી. હાલ એરપોર્ટ અમેરિકાના સૈનિકોના કન્ટ્રોલમાં છે.
કાબુલ છોડવા માટે એરપોર્ટ પર હજારોની સંખ્યામાં એવા લોકો પહોંચી ગયા છે જેમની પાસે ન તો વીઝા છે અને ન ટિકિટ. કાબુલમાં મોબાઇલ રિચાર્જ કરાવવા માટે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં લોકો ઇન્ટરનેટ અને કોલ ક્રેડિટ ઇમરજન્સી માટે બચાવી રહ્યા છે. કાબુલના રસ્તાઓ પર તાલિબાની ફાઇટરો ફરી રહ્યા છે. અનેક સ્થળે લૂંટફાટ થવાના અહેવાલો છે. સામાન્ય નાગરિકોને 17 ઓગસ્ટ સવારે વાગ્યા સુધી પોતાના ઘરોમાં કેદ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
At least 5 people were killed in Kabul airport as hundreds of people tried to forcibly enter planes leaving Kabul, witnesses: Reuters
આ વીડિયો કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટનો છે. પ્લેન હજારો લોકોની ભીડની વચ્ચે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. પ્લેનની કેબિનની અંદર જવા માટે જે સીડીનો ઉપયોગ કરવામાં આવે છે તેની પર લોકો પ્લેનની અંદર જવા માટે ધક્કા-મુક્કી કરી રહ્યા છે.
This is, perhaps, one of the saddest images I've seen from #Afghanistan. A people who are desperate and abandoned. No aid agencies, no UN, no government. Nothing. pic.twitter.com/LCeDEOR3lR
અફઘાનિસ્તાન (Afghanistan) દ્વારા એરસ્પેસ બંધ કરવાના નિર્ણય લીધા બાદ એર ઈન્ડિયા (Air India)એ સ્પષ્ટ કર્યું છે કે કાબુલ (Kabul) માટે તેમનું ઓપરેશન ઠપ રહેશે. એવામાં દિલ્હીથી એર ઈન્ડિયાની કાબુલ જનારી ફ્લાઇટ (Delhi To Kabul Air India) જે પહેલા રાત્રે 8:30 વાગ્યાને બદલે 12:30 વાગ્યે ઉડન ભરવાની હતી, હવે તે ઓપરેટ નહીં થાય. સમાચાર એજન્સી ANI મુજબ, એર ઈન્ડિયા (Air India)એ કન્ફર્મ કર્યું છે કે, અફઘાનિસ્તાનનો હવાઈ માર્ગ બંધ થવાના કારણે તેઓ ફ્લાઇટ ઓપરેટ નહીં કરી શકે. સરકારી સૂત્રોએ કહ્યું કે, ભારત સરકારે એર ઈન્ડિયાને કહ્યું છે કે તેઓ કાબુલથી ઇમરજન્સી એક્ઝીટ માટે બે પ્લેનોને સ્ટેન્ડબાયમાં રાખે. એર ઈન્ડિયાએ કાબુલથી નવી દિલ્હી માટે ઇમરજન્સી સંચાલન માટે એક ટીમ તૈયાર કરી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર