નવી દિલ્હી/કાબુલ. અફઘાનિસ્તાન (Afghanistan) દ્વારા એરસ્પેસ બંધ કરવાના નિર્ણય લીધા બાદ એર ઈન્ડિયા (Air India)એ સ્પષ્ટ કર્યું છે કે કાબુલ (Kabul) માટે તેમનું ઓપરેશન ઠપ રહેશે. એવામાં દિલ્હીથી એર ઈન્ડિયાની કાબુલ જનારી ફ્લાઇટ (Delhi To Kabul Air India) જે પહેલા રાત્રે 8:30 વાગ્યાને બદલે 12:30 વાગ્યે ઉડન ભરવાની હતી, હવે તે ઓપરેટ નહીં થાય. સમાચાર એજન્સી ANI મુજબ, એર ઈન્ડિયા (Air India)એ કન્ફર્મ કર્યું છે કે, અફઘાનિસ્તાનનો હવાઈ માર્ગ બંધ થવાના કારણે તેઓ ફ્લાઇટ ઓપરેટ નહીં કરી શકે. સરકારી સૂત્રોએ કહ્યું કે, ભારત સરકારે એર ઈન્ડિયાને કહ્યું છે કે તેઓ કાબુલથી ઇમરજન્સી એક્ઝીટ માટે બે પ્લેનોને સ્ટેન્ડબાયમાં રાખે. એર ઈન્ડિયાએ કાબુલથી નવી દિલ્હી માટે ઇમરજન્સી સંચાલન માટે એક ટીમ તૈયાર કરી છે.
બીજી તરફ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સ્થિત હામિદ કરજઈ આંતરરાષ્ટ્રીફ એરપોર્ટ (Hamid Karzai International Airport in Kabul) પર તમામ ફ્લાઇટ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. TOLO News અનુસાર, એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોકો એરપોર્ટ પર એકત્રિત ન થાય.
#UPDATE | Due to the closure of Afghan airspace flights can't operate, Air India confirms to ANI
નોંધનીય છે કે, અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો અને રાષ્ટ્રપ્રમુખ અશરફ ગનીનું શાસન ઘૂંટણીએ આવી જવાની વચ્ચે અમેરિકાએ કહ્યું છે કે પોતાના નાગરિકો, પોતાના મિત્રો અને સહયોગીઓની અફઘાનિસ્તાનથી સુરક્ષિત વાપસી માટે તેઓ કાબુલ એરપોર્ટ પર 6,000 સૈનિકોની તૈનાતી કરશે. વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને મહત્ત્વપૂર્ણ સહયોગી દેશોના પોતાના સમકક્ષો સાથે વાત કરી. તેમાં ભારત સામેલ નથી.
વિદેશ વિભાગ અને રક્ષા મંત્રાલય તરફથી સંયુક્ત નિવેદન જાહેર
વિદેશ વિભાગ અને રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હાલ અમે હામિદ કરજઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુરક્ષા માટે અનેક પગલા ઉઠાવી રહ્યા છીએ જેથી સૈન્ય અને અસૈન્ય વિમાનોના માધ્યમથી અમેરિકાના લોકો અને તેના સહયોગી અફઘાનિસ્તાનથી સુરક્ષિત બહાર જઈ જશે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, આગામી 48 કલાકમાં લગભગ 6000 સુરક્ષાકર્મીઓને ત્યાં તૈનાત કરવામાં આવશે. તેમનું મિશન લોકોને ત્યાંથી સુરક્ષિત બહાર જવામાં મદદ કરવી અને તેઓ હવાઈ ટ્રાફિક નિયંત્રણને પણ પોતાના કબજામાં લેશે. કાલે અને આવનારા દિવસોમાં અમે દેશથી હજારો અમેરિકન નાગરિકો, કાબુલમાં અમેરિકા મિશન પર તૈનાત સ્થાનિક લોકો અને તેમના પરિવારોને બહાર કાઢીશું. ગત બે સપ્તાહમાં વિશેષ વીઝાધારક લગભગ બે હજાર લોકો કાબુલથી અમેરિકા પહોંચી ચૂક્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર