Home /News /national-international /

Afghanistan war: તાલિબાને બનાવ્યો પ્લાન, કાબુલ સહિત આખા અફઘાનિસ્તાન પર 7 દિવસની અંદર તેનો કબજો હશે

Afghanistan war: તાલિબાને બનાવ્યો પ્લાન, કાબુલ સહિત આખા અફઘાનિસ્તાન પર 7 દિવસની અંદર તેનો કબજો હશે

તાલિબાને બનાવ્યો પ્લાન, કાબુલ સહિત આખા અફઘાનિસ્તાન પર 7 દિવસની અંદર તેનો કબજો હશે (AP)

taliban news- સંયુક્ત રાજ્ય અમેરિકા અને બ્રિટને શુક્રવારે અફઘાનિસ્તાનમાં પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે હજારો સૈનિકોની તૈનાતી કરવાનો આદેશ આપ્યો

  નવી દિલ્હી : તાલિબાન (taliban)સાત દિવસો કરતા પણ ઓછા સમયમાં કાબુલ સહિત આખા અફઘાનિસ્તાન (afghanistan news)પર કબજો કરી લેશે. ઇસ્લામિક સમૂહના એક પ્રવક્તાએ શુક્રવારે સીએનએન-ન્યૂઝ 18ને આ જાણકારી આપી છે. જોકે તેમણે દાવો કર્યો છે કે તાલિબાન હિંસા બિલકુલ ઇચ્છતું નથી. તાલિબાનના (taliban news)પ્રવક્તાએ વિશ્વ એજન્સીઓને અપીલ કરી છે કે તે માનવીય સંકટ વચ્ચે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનની (Afghanistan war) સહાયતા કરે. આ સાથે તેમણે આશ્વાસન આપ્યું છે કે તે કોઇપણ વિદેશી મિશન કે સમૂહ પર હુમલો કરશે નહીં.

  તાલિબાને કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે વિશ્વ એજન્સીઓ અફઘાનિસ્તાનની દેખભાળ કરે કારણ કે આ સૌથી મોટું માનવીય સંકટ છે. અમે કોઇ વિદેશ મિશન કે એનજીઓ પર હુમલો કરીશું નહીં. તાલિબાન દ્વારા એક આક્રમક હુમલામાં અધિક પ્રમુખ ક્ષેત્રીયો શહેરો પર કબજો કર્યા પછી રાજધાની કાબુલની સુરક્ષા ઉપર પણ ખતરો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા અને બ્રિટને શુક્રવારે અફઘાનિસ્તાનમાં પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે હજારો સૈનિકોની તૈનાતી કરવાનો આદેશ આપ્યો છે.

  આ પણ વાંચો - કાબુલે શાંતિ બહાલ કરવા માટે તાલિબાનને સત્તા શેર કરવાનો પ્રસ્તાવ આપ્યો

  આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે તાલિબાને દેશમાં બીજા સૌથી મોટા શહેર કંધાર પર નિયંત્રણ બનાવી લીધું છે. આટલું જ નહીં કાબુલના દ્વાર ગણાતા લોગાર પ્રાંત ઉપર પણ પોતાનો કબજો કરવાની ઘણા નજીક પહોંચી ચૂક્યા છે. તાલિબાનના એક પ્રવક્તાએ કહ્યું કે વિદ્રોહીઓએ રાજધાની પુલ-એ-આલમમાં પોલીસ મુખ્યાલય અને શહેરની જેલ પર કબજો કરી લીધો છે.

  કાબુલે શાંતિ બહાલ કરવા માટે તાલિબાનને સત્તા શેર કરવાનો પ્રસ્તાવ આપ્યો

  અફઘાન સરકારના મધ્યસ્થોએ દોહામાં થયેલી શાંતિ વાર્તા દરમિયાન તાલિબાન (Taliban)સમક્ષ સત્તા શેર કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ન્યૂઝ એજન્સી એએફપીમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે દેશમાં હિંસા (violence)રોકવા માટે સરકારે મધ્યસ્થની ભૂમિકા ભજવી રહેલા કતરને પ્રસ્તાવ આપ્યો છે. જે પ્રમાણે દેશમાં શાંતિ બહાલ કરવાની અવેજમાં તાલિબાનને સત્તા શેર કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. તાલિબાને છેલ્લા કેટલાક દિવસોમાં મોટા ભાગ પર કબજો કરી લીધો છે. તેમની તરફથી કોઇ પ્રતિક્રિયા મળી નથી.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: અફઘાનિસ્તાન, તાલિબાન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन