Home /News /national-international /

અફઘાનિસ્તાન સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 25નાં મોત, તાલીબાને કહ્યું અમે તોડી પાડ્યું

અફઘાનિસ્તાન સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 25નાં મોત, તાલીબાને કહ્યું અમે તોડી પાડ્યું

    અફઘાનિસ્તાનના ફરાહ પ્રાંતમાં બુધવારે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું. આ ઘટનામાં લગભગ 25 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના બાજ આતંકી સંગઠન તાલીબાનનું કહેવું છે કે તેમણે હેલિકોપ્ટરને મિસાઇલથી તોડી પાડ્યું છે, જો કે અધિકારીઓએ હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું જણાવ્યું હતું.

    ફરાહ પ્રાંત કાઉંસિલના શાહ મહમુદ નાયેમીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ફરાહ પ્રાંતાના અધ્યક્ષ ફરીદ બખ્તિયાર, જે પ્રાંતના ચુનાવ આયોગ અધિકારી અને સેનાના ડેપ્યુટી કમાંડર છે તેમની પણ મોત થઈ છે. નાયેમીએ જણાવ્યું કે, આ દુર્ઘટના હેલિકોપ્ટર પહાડ સાથે અથડાવાને કારણે થઈ હતી. સેના પ્રવક્તા નજીબુલ્લાહ નજીબીના કહેવા પ્રમાણે, હેલિકોપ્ટરમાં 20થી વધુ લોકો સવાર હતા. અને આ દુર્ઘટનામાં કોઈનું પણ બચવું શક્ય ન હતું.

    તાલિબાનના પ્રવક્તા કારી મોહમ્મદ યુસૂફે કહ્યું કે હેલિકોપ્ટરને તેમણે સીધા હુમલામાં તોડી પાડ્યું છે. પરંતુ સેના પ્રવક્તા નૂર ઉલ્હાક ખલીફીએ જણાવ્યું કે અનાર દારા જિલ્લામાં સેનાના બે હેલિકોપ્ટર એક સાથે ઉડી રહ્યા હતા. આ વિસ્તારમાં તાલિબાન સક્રિય છે. પરંતુ નૂર ઉલ્હાકે તાલિબાનના દાવાની પુષ્ટિ કરી ન હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Helicopter-crash, તાલિબાન

    આગામી સમાચાર