કાબુલ. અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલમાં તાલિબાનના આવ્યા બાદ (Taliban Enters Kabul) રાષ્ટ્રપ્રમુખ અશરફ ગની (Ashraf Ghani)એ પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ દેશ છોડી દીધો. અફઘાનિસ્તાન છોડી તજાકિસ્તાન પહોંચેલા અશરફ ગનીએ સોશિયલ મીડિયા (Social Media) પર નિવેદન જાહેર કર્યું છે. ગનીએ લખ્યું કે લોહિયાળ જંગને રોકવા માટે તેમને આ માર્ગ સૌથી યોગ્ય લાગ્યો. ગનીએ કહ્યું કે, આ તેમના માટે કઠિન પસંદગી હતી.
અશરફ ગનીએ લખ્યું, ‘આજે મારી સામે એક કઠિન પસંદગી કરવાની આવી, મારે સશસ્ત્ર તાલિબાનનો સામન કરવો જોઈએ જો રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કરવા માંગતા હતા કે પ્રિય દેશ (અફઘાનિસ્તાન)ને છોડવો જોઈએ જેની મેં છેલ્લા 20 વર્ષોની રક્ષા માટે મારું જીવન સમર્પિત કરી દીધું.’ ગનીએ વધુમાં લખ્યું, ‘જો હજુ પણ અસંખ્ય દેશવાસી શહીદ થતા અને તેઓ કાબુલ શહેરનો વિનાશ જોતા, તો પરિણામ આ 60 લાખ વસ્તીવાળા શહેરમાં મોટી માનવ આપત્તિ આવી જતી.’ ગનીએ લખ્યું, ‘તાલિબાને મને હટાવ્યો, તેઓ અહીં સમગ્ર કાબુલ અને કાબુલના લોકો પર હુમલો કરવા માટે આવ્યા છે.’
ગનીએ આગળ લખ્યું, ‘લોહીના પૂરથી બચવા માટે મેં વિચાર્યું કે બહાર નીકળી જવું જ સૌથી સારો વિકલ્પ છે. તાલિબાને તલવાર અને બંદૂકોથી જીત મેળવી છે અને હવે તેઓ દેશવાસીઓના સન્માન, ધન અને આત્મસન્માનની રક્ષા માટે જવાબદાર છે.’
રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનનો કબજો
ઉલ્લેખનીય છે કે, અલ-ઝઝીરા ન્યૂઝ નેટવર્ક પર પ્રસારિત વીડિયો ફુટેજ અનુસાર, તાલિબાન ફાઇટરોએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સ્થિત રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી દીધો છે.
તાલિબાનના ફાઇટરો રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં ઘૂસી ગયા અને કેન્રીંદય સરકાર સાથે કોઈ શરત વગર આત્મસમર્પણ કરવા માટે કહ્યું છે. બીજી તરફ, અફઘાન અને વિદેશી નાગરિકોને યુદ્ધગ્રસ્ત શહેરથી બહાર કાઢવા માટે હોડ લાગેલી છે. આ દરમિયાન, ચારેતરફથી ઘેરાયેલી કેન્રીષ્ય સરકારને અંતરિક પ્રશાસનની આશા છે, પરંતુ તેમની પાસે વિકલ્પ ઓછા થતા જઈ રહ્યા છે.
" isDesktop="true" id="1124668" >
નાગરિકોને ડર છે કે તાલિબાન સરકાર ફરીથી ક્રૂર શાસન લાગુ કરી શકે છે, જેના કારણે મહિલાઓના તમામ અધિકાર ખતમ થઈ જશે. લોકો બેંકોમાં જમા પોતાના જીવનભરની બચત ઉપાડવા માટે એટીએમ મશીનોની બહાર ઊભા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર