Home /News /national-international /Afghanistan: ઈદ બાદ શરૂ થશે તાલિબાન સામે યુદ્ધ! અફઘાનિસ્તાનના પૂર્વ આર્મી ચીફે પડકાર ફેંક્યો

Afghanistan: ઈદ બાદ શરૂ થશે તાલિબાન સામે યુદ્ધ! અફઘાનિસ્તાનના પૂર્વ આર્મી ચીફે પડકાર ફેંક્યો

રિપોર્ટ મુજબ સામી સદાતે કહ્યું કે, આગામી મહિને ઈદ બાદ યુદ્ધ શરૂ થઈ શકે છે. તેઓ આ સમયગાળામાં જ અફઘાનિસ્તાન પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે

Afghanistan Crisis - સામી સદાત અફઘાન સેનાના સર્વોચ્ચ પદ પર રહેનાર અધિકારી હતા. એમની આગેવાની હેઠળ અફઘાન સેનાએ પ્રાંતની રાજધાનીમાં તાલિબાનને ઘૂંટણિયે પાડી દીધું હતું

કાબુલ : અફઘાનિસ્તાનમાં તાલિબાને (Taliban) ગયા વર્ષે ઓગસ્ટમાં સત્તા કબજે કરી હતી. હવે ત્યાં અફરાતફરી (Afghanistan Crisis) અને યુદ્ધ છે. અફઘાનિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ સામી સદાતે (Sami sadat) તાલિબાનને લડવાનો પડકાર ફેંક્યો છે. સદાતે કહ્યું છે કે તે પૂર્વ સૈનિકો અને રાજકારણીઓને સાથે રાખી તાલિબાન સામે નવું યુદ્ધ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. ઈદ બાદ યુદ્ધ શરૂ થઈ શકે છે.

બીબીસીએ પોતાના એક રિપોર્ટમાં આ વાતની જાણકારી આપી છે. લેફ્ટનન્ટ જનરલ સામી સદાતે તાલિબાનના હુમલા દરમિયાન દક્ષિણ પ્રાંત હેલમંદમાં અફઘાનિસ્તાનના સરકારી સુરક્ષા દળોની કમાન સંભાળી હતી. બીબીસીએ તેમને ટાંકીને જણાવ્યું છે કે, આઠ મહિનાના તાલિબાન શાસને ઘણા અફઘાનોને વિશ્વાસ અપાવ્યો છે કે લશ્કરી કાર્યવાહી જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.

રિપોર્ટ મુજબ સામી સદાતે કહ્યું કે, આગામી મહિને ઈદ બાદ યુદ્ધ શરૂ થઈ શકે છે. તેઓ આ સમયગાળામાં જ અફઘાનિસ્તાન પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ અને અન્ય લોકો અફઘાનિસ્તાનને તાલિબાનથી મુક્ત કરવા અને લોકશાહી વ્યવસ્થા ફરીથી સ્થાપિત થાય તે સુનિશ્ચિત કરવા માટે શક્ય એટલું બધું જ કરશે. તેમણે ઉમેર્યું કે, જ્યાં સુધી અમને આઝાદી નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું.

આ પણ વાંચો - શ્રીલંકા પછી હવે નેપાળ પર આર્થિક સંકટ, પત્તા ખરીદવા પાછળ 100 કરોડનો ધુમાડો!

તેમણે કહ્યું કે, તાલિબાનના આઠ મહિનાના શાસનમાં અમે અફઘાનિસ્તાનમાં જે જોયું છે તે રાજકીય હેતુઓ માટે ધાર્મિક પ્રતિબંધો અને પવિત્ર કુરાનને ખોટી રીતે ટાંકવા, ખોટું અર્થઘટન અને દુરૂપયોગ કરવા સિવાય બીજું કશું જ નથી.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં 36 વર્ષીય સામી સદાત અફઘાન સેનાના સર્વોચ્ચ પદ પર રહેનાર અધિકારી હતા. એમની આગેવાની હેઠળની અફઘાન સેનાએ પ્રાંતની રાજધાનીમાં તાલિબાનને ઘૂંટણિયે પાડી દીધું હતું. બળવાખોરો અફઘાન સૈનિકોના આત્મસમર્પણના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે, તેઓ સ્થાનિક લોકો સાથેની તેમની સેલ્ફી પણ પોસ્ટ કરી રહ્યા છે, બીજી તરફ યુવા જનરલ સદાત પણ કટ્ટરપંથી તાલિબાન સામે પીઆર ટૂલ તરીકે ટ્વિટર અને ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાથે યુદ્ધના મોરચે પણ કામ કરે છે.

સદાત અને તેમના 215માં કમાન્ડના લગભગ 20,000 સૈનિકોને ટ્વિટર પર લાખો ફોલોઅર્સ મળ્યા છે. આ લોકોના ટ્વિટર એકાઉન્ટમાં આ યુવાન જનરલના તેના સૈનિકો સાથેના અનેક ફોટા છે. કેટલાક ફોટામાં સદાત યુવાનો સાથે સેલ્ફી માટે પોઝ આપતા અને સ્થાનિક દુકાનદારો સાથે મુલાકાત કરતા પણ જોઇ શકાય છે.
First published:

Tags: Afghanistan Crisis, Taliban news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો