Home /News /national-international /અફઘાનિસ્તાન દૂતાવાસનું ટ્વીટ- 'ગની બાબાએ બધું બરબાદ કરી નાખ્યું, તેમનો કાર્યકાળ ઇતિહાસ પર કલંક'

અફઘાનિસ્તાન દૂતાવાસનું ટ્વીટ- 'ગની બાબાએ બધું બરબાદ કરી નાખ્યું, તેમનો કાર્યકાળ ઇતિહાસ પર કલંક'

ફાઇલ તસવીર

Afghanistan News: તાલિબાને કાબુલ (Kabul) પર કબજો કરી લીધો છે ત્યારે રવિવારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ગની (Ashraf Ghani) દેશ છોડીના ચાલ્યા ગયા છે.

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનોએ કબજો કરી લીધા બાદ લોકોએ રાષ્ટ્રપ્રમુખ અશરફ ગની (Ashraf Ghani) પર ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ ગુસ્સાની ઝલક ત્યારે જોવા મળી જ્યારે ભારતમાં અફઘાનિસ્તાન દૂતાવાસના ટ્ટિટર હેન્ડલ (Twitter handle)ને કથિત રીતે હેક કરીને ગનીની નિંદા કરવામાં આવી. જોકે, બાદમાં આ ટ્વીટ હટાવી દેવામાં આવ્યું હતું. ભારતમાં અફઘાન દૂતાવાસ (Afghan embassy at India)ના ટ્વિટર હેન્ડલ પર લખવામાં આવ્યું હતું કે, "અમારું મસ્તક શરમથી ઝૂકી ગયું છે. અશરફ ગની પોતાના ચમચા સાથે ફરાર થઈ ગયા છે. તેમણે બધુ બરબાદ કરી નાખ્યું છે. અમે એક ભાગેડૂ પ્રત્યે સમર્પિત થઈને કામ કરવા બદલ માફી માંગીએ છીએ. તેમની સરકાર અમારા ઇતિહાસ પર એક કલંક હશે." આ ટ્વીટને ભારતીય વિદેશ મંત્રાલય (Indian foreign ministry)ને પણ ટેગ કરવામાં આવ્યું હતું.

બીજી તરફ ભારતમાં અફઘાનિસ્તાન દૂતાવાસના પ્રેસ સચિવ અબ્દુલહક આઝાદે કહ્યું કે, ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું. તેમણે એક ટ્વીટમાં લખ્યું છે કે, "અફઘાનિસ્તાનના ટ્વિટર હેન્ડલને હું ચલાવી નથી શકતો. એક મિત્રએ આ ટ્વીટનો સ્ક્રીનશોટ મોકલ્યો (આ ટ્વીટ છૂપાવવામાં આવ્યું છે) છે. મેં Login કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એક્સેસ નથી કરતી શકતો. એવું લાગે છે કે તેને હેક કરવામાં આવ્યું છે."

ઈશ્વર તેમને જવાબદારી ઠેરવે: અબ્દુલ્લા

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની રવિવારે દેશ છોડીને જતા રહ્યા છે. આ દરમિયાન દેશના લોકો અને અન્ય દેશોના લોકો પણ યુદ્ધગ્રસ્ત દેશમાંથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પશ્ચિમના દેશો છેલ્લા 20 વર્ષથી નવા અફઘાનિસ્તાનના નિર્માણનો પ્રયાસ કરી રહ્યા હતા, તેના અંતનો આ સંકેત છે. બે અધિકારીઓએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું કે, ગની હવાઈ માર્ગે દેશ છોડીને ચાલ્યા ગયા છે.



ગની દેશ છોડી ગયા બાદ અફઘાનિસ્તાન રાષ્ટ્રીય શાંતિ પરિષદના પ્રમુખ અબ્દુલ્લાએ એક ઑનલાઇન વીડિયોમાં આ વાતની પુષ્ટિ કરી હતી કે ગની દેશ છોડીને ચાલ્યા ગયા છે. અબ્દુલ્લાએ કહ્યું કે, "તેમણે (ગની) મુશ્કેલીભર્યા સમયમાં અફઘાનિસ્તાન છોડી દીધું છે, ઇશ્વર તેમને જવાબદાર ઠેરવે."

દેશને લોહિયાળ જંગથી બચાવવા માટે ભાગ્યો: ગની

અફઘાનિસ્તાન છોડી તજાકિસ્તાન પહોંચેલા અશરફ ગનીએ સોશિયલ મીડિયા (Social Media) પર નિવેદન જાહેર કર્યું છે. ગનીએ લખ્યું કે લોહિયાળ જંગને રોકવા માટે તેમને આ માર્ગ સૌથી યોગ્ય લાગ્યો. ગનીએ કહ્યું કે, આ તેમના માટે કઠિન પસંદગી હતી. અશરફ ગનીએ લખ્યું, ‘આજે મારી સામે એક કઠિન પસંદગી કરવાની આવી, મારે સશસ્ત્ર તાલિબાનનો સામન કરવો જોઈએ જો રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કરવા માંગતા હતા કે પ્રિય દેશ (અફઘાનિસ્તાન)ને છોડવો જોઈએ જેની મેં છેલ્લા 20 વર્ષોની રક્ષા માટે મારું જીવન સમર્પિત કરી દીધું.’

આ પણ વાંચો: વિશ્વના સૌથી ખતરનાક દેશોમાં ફરવાનો શોખ મોંઘો પડ્યો, યુકેનો યુવક અફઘાનિસ્તાનમાં ફસાયો 

ગનીએ વધુમાં લખ્યું, ‘જો હજુ પણ અસંખ્ય દેશવાસી શહીદ થતા અને તેઓ કાબુલ શહેરનો વિનાશ જોતા, તો પરિણામ આ 60 લાખ વસ્તીવાળા શહેરમાં મોટી માનવ આપત્તિ આવી જતી. તાલિબાને મને હટાવ્યો, તેઓ અહીં સમગ્ર કાબુલ અને કાબુલના લોકો પર હુમલો કરવા માટે આવ્યા છે. લોહીના પૂરથી બચવા માટે મેં વિચાર્યું કે બહાર નીકળી જવું જ સૌથી સારો વિકલ્પ છે. તાલિબાને તલવાર અને બંદૂકોથી જીત મેળવી છે અને હવે તેઓ દેશવાસીઓના સન્માન, ધન અને આત્મસન્માનની રક્ષા માટે જવાબદાર છે.’
First published:

Tags: Afghanista, Tweet, તાલિબાન