Home /News /national-international /Aero India 2023 : બેંગલોરમાં એશિયાનો સૌથી મોટો 'એરો શો' શરૂ, પીએમ મોદીએ કર્યુ ઉદ્ઘાટન

Aero India 2023 : બેંગલોરમાં એશિયાનો સૌથી મોટો 'એરો શો' શરૂ, પીએમ મોદીએ કર્યુ ઉદ્ઘાટન

'એરો ઈન્ડિયા 2023'ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આ આયોજન બીજા કારણથી ખૂબ જ ખાસ છે. આ કર્ણાટક જેવા રાજ્યમાં થઈ રહ્યું છે જે ટેક્નોલોજીની દુનિયામાં વિશેષ નિપુણતા ધરાવે છે. આ આયોજન એરોસ્પેસ અને ડિફેન્સના ક્ષેત્રે નવી તકો ઊભી કરશે. કર્ણાટકના યુવાનો માટે નવી સંભાવનાઓ ઊભી થશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Bangalore [Bangalore], India
'બેંગ્લોર : Aero India 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે લગભગ 10 વાગ્યે બેંગલુરુના યેલહનકામાં એરફોર્સ સ્ટેશન ખાતે 'એરો ઈન્ડિયા 2023'ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. એશિયાના સૌથી મોટો એરો શો ડિઝાઈન નેતૃત્વમાં દેશની પ્રગતિ, યૂએવી ક્ષેત્રમાં વૃદ્ધિ, ડિફેન્સ સ્પેસ અને ભાવિ ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે.

આ ઉપરાંત, તે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)- તેજસ, HTT-40, ડોર્નિયર લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH), લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) જેવા સ્વદેશી એરિયલ પ્લેટફોર્મની નિકાસને પણ પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચો :  જમ્મુ-કાશ્મીરમાં ચમત્કાર! હિમવર્ષામાં ફસાયેલી સગર્ભા મહિલાને ડોક્ટરોએ વોટ્સએપથી ડિલિવરી કરાવી, જાણો રસપ્રદ કિસ્સો




આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'એરો ઈન્ડિયાનું આ આયોજન ભારતની વધતી ક્ષમતાનું ઉદાહરણ છે. આમાં વિશ્વના લગભગ 100 દેશોની હાજરી દર્શાવે છે કે ભારત પ્રત્યે વિશ્વનો વિશ્વાસ કેટલો વધ્યો છે.તેમણે કહ્યું, 'ભારત અને વિદેશના પ્રદર્શકો આમાં ભાગ લઈ રહ્યા છે. તેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમાં ભારતીય MSME, સ્વદેશી સ્ટાર્ટ-અપ્સ અને વિશ્વની જાણીતી કંપનીઓ પણ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આ આયોજન બીજા કારણથી ખૂબ જ ખાસ છે. આ કર્ણાટક જેવા રાજ્યમાં થઈ રહ્યું છે જે ટેક્નોલોજીની દુનિયામાં વિશેષ નિપુણતા ધરાવે છે. આ આયોજન એરોસ્પેસ અને ડિફેન્સના ક્ષેત્રે નવી તકો ઊભી કરશે. કર્ણાટકના યુવાનો માટે નવી સંભાવનાઓ ઊભી થશે.



એરો ઈન્ડિયા 2023ની 14મી આવૃત્તિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'સંરક્ષણ એક એવું ક્ષેત્ર છે, જેની ટેકનોલોજી, માર્કેટ અને સતર્કતા સૌથી જટિલ માનવામાં આવે છે. અમારું લક્ષ્ય 2024-25 સુધીમાં તેની નિકાસનો આંકડો 1.5 બિલિયનથી વધારીને 5 બિલિયન ડોલર કરવાનો છે.તેમણે કહ્યું કે ભારત હવે 75 દેશોમાં ડિફેન્સ ઇક્વિપમેંટ એક્સપોર્ટ કરી રહ્યું છે.
First published:

Tags: Air show, PM Modi Live, PM Modi speech, દેશ વિદેશ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો