અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ રહેલા રાજીવ ધવને કહ્યુ- દેશમાં મુસ્લિમો નહીં હિન્દુઓ શાંતિ ડહોળે છે

News18 Gujarati
Updated: November 28, 2019, 10:23 AM IST
અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ રહેલા રાજીવ ધવને કહ્યુ- દેશમાં મુસ્લિમો નહીં હિન્દુઓ શાંતિ ડહોળે છે
રાજીવ ધવન અયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડ તરફથી કેસ લડ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં જન્મભૂમિનો નક્શો ફાડનારા રાજીવ ધવને કહ્યુ, જેમણે બાબરી મસ્જિદને તોડી તેઓ હિન્દુ તાબિલાન છે

  • Share this:
નવી દિલ્હી : અયોધ્યા કેસ (Ayodhaya Case)માં મુસ્લિમ પક્ષના વકીલ રહેલા રાજીવ ધવન (Rajiv Dhawan)એ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, ધવને કહ્યુ કે, દેશમાં શાંતિ ડહોળવાનું કામ મુસ્લિમો (Muslim) નહીં પરંતુ હિન્દુઓ (Hindu) કરે છે. જોકે, બાદમાં તેઓએ સ્પષ્ટતા કરતાં કહ્યુ કે, તેમના આ નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું.

ધવનનું વિવાદાસ્પદ નિવેદન

રાજીવ ધવન અયોધ્યા મામલામાં સુન્નીર વક્ફ બોર્ડ તરફથી કેસ લડી રહ્યા હતા. ધવને કહ્યુ કે, દેશમાં શાંતિ-સૌહાર્દ હિન્દુ બગાડે છે, મુસ્લિમ નહીં. અયોધ્યામાં મુસ્લિમોની સાથે અન્યાય થયો છે.

ધવને કરી સ્પષ્ટતા

બાદમાં હોબાળો થતાં ધવને પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી. તેઓએ કહ્યુ કે, તેમના નિવેદનનો ખોટો અર્થ સમજવામાં આવ્યો. તેઓએ કહ્યુ કે, આ ટીવી ચેનલોની ચાલાકી છે. જ્યારે હું હિન્દુઓની વાત કરું છું તો તેનો અર્થ એ નથી કે હું તમામ હિન્દુઓની વાત કરી રહ્યો છું.

સંઘ ઉપર પણ સાધ્યું નિશાન

રાજીવ ધવને બાદમાં સંઘ પરિવાર ઉપર પણ નિશાન સાધ્યું. તેઓએ કહ્યુ કે, જ્યારે બાબરી મસ્જિદને લઈ હિન્દુ શબ્દનો ઉપયોગ થયા છે તો તેનો અર્થ છે સંઘ પરિવાર. મેં કોર્ટમાં પણ કહ્યુ કે, જે લોકએ બાબરી મસ્જિદને તોડી તે લોકો હિન્દુ તાબિલાન છે. હું સંઘ પરિવારના એ લોકોની વાત કરી રહ્યો છું જેઓ હિંસા અને લિન્ચિંગ કરે છે.

વિવાદો સાથે ધવનનો જૂનો સંબંધ

નોંધનીય છે કે, રાજીવ ધવન પહેલા પણ વિવાદોમાં રહી ચૂક્યા છે. 16 ઑક્ટોબરે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસની સુનાવણીના અંતિમ દિવસે હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે જન્મભૂમિનો નક્શો રજૂ કર્યો જેને તરત જ બીજા પક્ષના વકીલ રાજીવ ધવને ફાડી દીધો હતો.
First published: November 28, 2019, 10:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading