સીનિયર વકીલ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે નિધન

News18 Gujarati
Updated: September 8, 2019, 10:56 AM IST
સીનિયર વકીલ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે નિધન
રામ જેઠમલાણીની ગણતરી દેશના પ્રસિદ્ધ ક્રિમિનલ વકીલોમાં કરવામાં આવતી હતી

રામ જેઠમલાણીની ગણતરી દેશના પ્રસિદ્ધ ક્રિમિનલ વકીલોમાં કરવામાં આવતી હતી

  • Share this:
સીનિયર વકીલ રામ જેઠમલાણી (Ram Jethmalani)નું રવિવાર સવારે નિધન થયું છે, તેઓ 95 વર્ષના હતા. જેઠમલાણીના દીકરા મહેશના હવાલાથી સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું કે જેઠમલાણીની તબિયત કેટલાક મહિનાઓથી સારી નહોતી. તેઓએ નવી દિલ્હી સ્થિત પોતના નિવાસસ્થાને સવારે પોણા આઠ વાગ્યે અંતિમ શ્વાસ લીધા. મહેશ જેઠમલાણીએ જણાવ્યું કે તેમના પિતાના અંતિમ સંસ્કાર આજે સાંજે કરવામાં આવશે. મહેશે જણાવ્યું કે, કેટલાક દિવસો બાદ 14 સપ્ટેમ્બરે રામ જેઠમલાણીનો 96મો જન્મ દિવસ આવવાનો હતો.

રામ જેઠમલાણી સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ હતા. તેમની ગણતરી દેશના પ્રસિદ્ધ ક્રિમિનલ વકીલોમાં કરવામાં આવતી હતી. તેઓ ભાજપ તરફથી રાજ્યસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. જેઠમલાણીનો જન્મ 14 સપ્ટેમ્બર 1923ના રોજ સિંધ (પાકિસ્તાન)ના શિકારપુરમાં થયો હતો.

જેઠમલાણીના કાર્યો હંમેશા યાદ રહેશે : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ જેઠમલાણીની સાથે પોતાની એક તસવીર શેર કરતાં કહ્યું કે, રામ જેઠમલાણી રૂપે દેશના એક શાનદાર વકીલ અને પ્રતિષ્ઠિત વ્યક્તિને ગુમાવ્યા છે. તેમનું યોગદાન કોર્ટ અને સંસદ બંને માટે મહત્વપૂર્ણ છે. તેઓએ ક્યારેય કોઈ પણ મુદ્દે પોતાની ભાવનાઓ વ્યક્ત કરવામાં ખચકાટ નથી અનુભવ્યો. તેમની સૌથી ખાસીયત એ હતી કે તેઓ માત્ર પોતાના મનની વાત કહેતા હતા. હું પોતાને ભાગ્યશાળી સમજું છું કે અનેક પ્રસંગે તેમની સાથે વાત કરવાની તક મળી. દુ:ખની આ સમયે તેમના પરિવાર, મિત્રો અને સમર્થકો પ્રતિ મારી સંવેદનાઓ. તેઓ આજે ભલે અહીં ન હોય, પરંતુ તેમણે કરેલા કાર્યો હંમેશા યાદ રહેશે.

જેઠમલાણી હાઇપ્રોફાઇલ કેસો ઉપરાંત પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહેતા હતા. જેઠમલાણીએ 17 વર્ષની ઉંમરે જ વકીલની ડિગ્રી મેળવી હતી. ત્યારે નિયમોમાં સંશોધન કરી તેમને 18 વર્ષની ઉંમરે પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે, નિયમ મુજબ પ્રેક્ટિસની ઉંમર મર્યાદા 21 વર્ષ હતી.

જેઠમલાણીએ જે મુખ્ય કેસ લડ્યા તેમાં નાનાવટી વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર, પૂર્વ પીએમ ઈન્દિાર ગાંધીના હત્યારા સતવંત સિંહે અને બેઅંત સિંહ, હર્ષદ મહેતા સ્ટોક માર્કેટ સ્કેમ, હાજી મસ્તાન કેસ, હવાલા સ્કેમ, મદ્રાસ હાઈકોર્ટ, આતંકી અફઝલ ગુરુ, જેસિકા લાલ મર્ડર કેસ, રજી સ્કેમ કેસ અને આસારામનો મામલો સામેલ છે.

તેની સાથે જ જેઠમલાણીએ બાબા રામદેવ, રાજીવ ગાંધીના હત્યારા, લાલુ યાદવ, જયલલિતા અને જગન રેડ્ડી તરફથી કેસ લડ્યા હતા.

અનેક કેસ મફતમાં લડ્યા

આઝાદ ભારતના ઈતિહાસમાં અનેક પ્રસંગે રામ જેઠમલાણી કોળો કોટ પહેરીને ઊભાર રહેવા જોવા મળ્યા. એક સમયે દેશના સૌથી વધુ ટેક્સ ભરનારા લોકોમાં સામેલ રહેલા જેઠમલાણીએ અનેક ચર્ચાસ્પદ મામલાઓમાં મફત કેસ લડ્યા હતા.

પોતાના અંદાજના કારણે એક સમયે ભાજપમાં રહેલા જેઠમલાણી અટલ બિહારી કેબિનેટમાં મંત્રી બન્યા હતા. બાદમાં પાર્ટીથી 6 વર્ષ મમાટે પ્રતિબંધિત થયા બાદ અટલ બિહારી વાજપેયીની વિરુદ્ધ જ ચૂંટણી લડવા ઉતર્યા હતા.

આ પણ વાંચો, વિદ્યાર્થીએ કહ્યું-રાષ્ટ્રપતિ બનવા માંગું છું, તો મોદીએ પૂછ્યું- PM કેમ નહીં?

વર્ષ 2017માં લીધો હતો સંન્યાસ

જેઠમલાણીએ સાત દશક લાંબી વકીલાતની કારર્કિદીથી સંન્યાસ લેવાની જાહેરાત વર્ષ 2017માં કરી હતી. સંન્યાસ લેવાની જાહેરાત કરતી વખતે તેઓએ કહ્યું હતું કે, તેઓ ભ્રષ્ટ રાજનેતાઓની વિરુદ્ધ લડાઈ ચાલુ રાખશે.

 

આ પણ વાંચો, કેરળના પહેલા Gay Coupleની કહાની, હવે પછીની લડાઈ Right to Adoptની
First published: September 8, 2019, 9:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading