જો ભારતની સૈન્ય શક્તિને મજબૂત ન કરાઇ તો દુશ્મન તેનો લાભ લઇ શકે છે : CDS બિપિન રાવત

CDS બિપિન રાવત

"આજે આપણે ખૂબ જ જટિલ, અનિશ્ચિત અને અસ્થિર પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છીએ. વિશ્વના લગભગ દરેક ક્ષેત્રમાં નાની, મોટી લડાઇ ચાલી રહી છે. માટે આપણે પોતે જ પોતાની સુરક્ષા કરવી પડશે."

 • Share this:
  સીડીએસ બિપિન રાવત (CDS Bipin Rawat) એ કહ્યું કે જો આપણી સેના મજબૂત નહીં હોય તો વિરોધી દેશ તેનો ફાયદો ઉઠાવી શકે છે. દુનિયાના દરેક ભાગમાં નાની મોટી લડાઇ ચાલી રહી છે. તેવામાં પોતાને રક્ષા કરવા માટે મજબૂત સૈન્ય બળની જરૂરી છે. પ્રમુખ રક્ષા અધ્યક્ષ (સીડીએસ) જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat)એ મંગળવારે કહ્યું કે ભારતીય સૈન્ય બળ ખૂબ જ જટિલ અને અનિશ્ચિત પરિસ્થિતિમાં કામ કરી રહ્યું છે. અને તેમને ક્ષેત્રમાીં શાંતિ વધારવા માટે પોતાની ક્ષમતા વધારવી પડશે. કારણ કે જો સૈન્ય શક્તિ મજબૂત નહીં હોય તો ભારતના વિરોધીઓ આ વાતનો ફાયદો ઉઠાવી શકે છે.

  તેમણે કહ્યું કે ભારતને જરૂર પડતા તે પડોશી મિત્ર દેશોની સાથે પોતાની સૈન્ય ક્ષમતાને શેયર કરવા ઇચ્છે છે. પ્રમુખ રક્ષા અધ્યક્ષ રક્ષા અને સેન્ય મુદ્દા પર આધારિત એક પોર્ટલ ભારતશક્તિ ડૉન ઇનના પાંચમા વાર્ષિક સંમેલનના શરૂઆતી સત્રને સંબોધિત કરતા કહી હતી.

  જનરલ રાવલે કહ્યું કે આજે આપણે ખૂબ જ જટિલ, અનિશ્ચિત અને અસ્થિર પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છીએ. વિશ્વના લગભગ દરેક ક્ષેત્રમાં નાની, મોટી લડાઇ ચાલી રહી છે. માટે આપણે પોતે જ પોતાની સુરક્ષા કરવી પડશે. પોતાના દેશ અને દેશની અખંડિતતા માટે અને પોતાના લોકોની રક્ષા કરવા માટે આપણે મજબૂત સૈન્ય બળની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે પણ તેનો મતલબ તે નથી કે આપણે યુદ્ધની તૈયારી કરવી જોઇએ? સૈન્ય બળોને ક્ષેત્રમાં શાંતિ લાવવા માટે પોતાની ક્ષમતા વિકસિત કરવી પડશે. જો આપણી પાસે મજબૂત સૈન્ય બળ નહીં હોય તો વિરોધી આપણો ફાયદો ઉઠાવશે.

  જનરલ રાવતે પોતાના નિવેદનમાં કહ્યું કેમકે પૂર્વ લદાખમાં ભારત અને ચીનની વચ્ચે છેલ્લા છ મહિનાથી ગતિરોધ ચાલી રહ્યા છે. બંને પક્ષોની વચ્ચે તણાવપૂર્ણ સંબંધો ઓછા કરવા માટે રાજનૈતિક અને સૈન્ય વાર્તા પણ કરવામાં આવી છે. જો કે તેનું કોઇ ઠોસ પરિણામ નથી નકળી શક્યું. આ સંમેલનમાં નરેન્દ્ર મોદીનો એક સંદેશ પણ વાંચવામાં આવ્યા.

  જેમાં મોદી કહી રહ્યા હતા કે અમે આધુનિક અને આત્મનિર્ભર ભારતને બનાવવા માટે દેશના સામૂહિક સંકલ્પની સાથે આગળ વધવું જોઇએ. પોતાના સંબોધનમાં જનરલ રાવતે જંગલ, ખીણ, 6,000 થી 6,500 મીટરની ઊંચાઇ વાળા પર્વતીય ક્ષેત્ર જેવા કઠિન પરિસ્થિતિમાં સૈન્ય બળોને થતા પડકારો વિષે પણ વાત કરી હતી.

  વધુ વાંચો : Gujarat By Election Result : કૉંગ્રેસનો સફાયો, હવે વિધાનસભામાં ભાજપના 'ત્રણ એક્કા'

  જનરલ રાવતે કહ્યું કે અમારી નૌસેના હિંદ પ્રશાંત ક્ષેત્રમાં હાજર છે. જ્યાંથી સૌથી વધુ જહાજોની અવરજવર થાય છે. તેમને સમુદ્રમાં નહીં પણ સમુદ્રની અંદર કામ કરવાની સાથે જ ઝડપથી બની રહેલા જટિલ સ્થિતિની વચ્ચે ટેકનિકલી વિકાસિત થવાની પણ જરૂર છે.  જનરલ રાવતે કહ્યું કે અમે તે બધાની મદદ કરવા ઇચ્છીએ છીએ જેમને અમારા સહયોગની જરૂર છે. ખાસ કરીને તે દેશો જે મુશ્કેલ માંથી પસાર થઇ રહ્યો છે અને સારી હથિયાર પ્રણાલી ઇચ્છી રહ્યા છે. આ કાર્યક્રમમાં વાયુસેનાના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ કહ્યું કે ભારતને વિરોધીઓથી ખતરો ઊંડો અને લાંબા સમયથી છે.
  Published by:Chaitali Shukla
  First published: