મા-દીકરાની આ જોડીએ કંઇક એવુ કર્યું કે, લોકોએ કહ્યું, વાહ!

News18 Gujarati
Updated: August 25, 2019, 11:16 AM IST
મા-દીકરાની આ જોડીએ કંઇક એવુ કર્યું કે, લોકોએ કહ્યું, વાહ!
નેહલ શાહ તેના પુત્ર દેવ સાથે
News18 Gujarati
Updated: August 25, 2019, 11:16 AM IST
કોઇ પણ માં-બાપ તેમના નાનકડા ભૂલંકાને લઇને ટ્રેકિંગ જવાનું ના જ વિચારી શકે. કારણ કે ટ્રેકિંગમાં વિસમ હવામાન અને પરિસ્થિતિ વચ્ચે બાળક બિમાર કે ઇજાગ્રસ્ત થઇ શકે છે. માટે મોટાભાગના માં-બાપ તેમના બાળકોને નાનપણમાં ટ્રેકિંગ પર લઇ જવાનું ટાળે છે. અને બાળક આવ્યા મોટા ભાગના માં-બાપ તેમનું એડવેન્ચર સ્પીરીટ પટારામાં મૂકી ભૂલી જતા હોય છે. પણ નેહલ શાહની વાત જ અલગ છે. મુંબઇની આ મહિલાને ટ્રેકિંગ અને પ્રવાસનો જબરો શોખ. પણ જ્યારે તે દેવની મમ્મી બની તો ચાર વર્ષ સુધી તેણે તેના શોખ અને ઇચ્છાઓને બીજી મમ્મીઓની જેમ બાજુમાં મૂકી દીધા. પણ પછી કંઇક તેવું થયું કે તેની સ્ટોરી હાલ દુનિયા વાંચી રહી છે.

નેહલે હ્યુમન ઓફ બોમ્બે ફેસબુક પેજ પર પોતાની સ્ટોરી શેર કરતા કહ્યું કે દેવ જ્યારે 4 વર્ષનો હતો ત્યારે તેના મિત્રો ધર્મશાળા જઇ રહ્યા હતા. અને તેને પણ ધર્મશાળા જવાની ઇચ્છા થઇ ગઇ. તેણે પોતાના પુત્રને ધર્મશાળાની તસવીરો બતાવી અને કહ્યું કે તે ત્યાં જવા માંગે છે. તે ત્યાં સુધી અસમંજસમાં હતી કે પુત્રને લઇને ધર્મશાળા જાય કે પછી તેને મૂકીને એકલી. પણ દેવે જ્યારે અહીંની તસવીરો જોઇ તો તેણે પણ કહ્યું મમ્મી હું આવું. અને બસ આમ માં-દિકરાની જોડી ઉપડી પડી ધર્મશાળા.નેહલે આ અનુભવ શેર કરતા કહ્યું કે જ્યારે તેને આ ટ્રેક પૂરી કરવામાં સમય લાગ્યો ત્યાં જ તેનો પુત્ર ગાઇડ સાથે ફટફટ ટોચ પર પહોંચી ગયો હતો. અને તેણે તેણી ઉપર પહોંચી તો દેવ આરામથી ઉપર મેગી ખાઇ રહ્યો હતો. બસ તે ક્ષણ અને આજનો દિવસ આ પછી તો માં-દિકરાની આ જોડી ભૂતાન પણ જઇ આવી. નૈનીતાલમાં પેરાગ્રાઇડિંગથી લઇને અંદામાન, અમૃતર આ બધી જગ્યા પર તે લોકો અત્યાર સુધીમાં ટ્રેકિંગ અને પ્રવાસ કર્યો છે.

નેહલે કહ્યું કે આ તમામ પ્રવાસ દરમિયાન મેં મારા દિકરાને અનેક નવી વસ્તુઓ શીખતા જોયા છે. અને દેવ આ તમામ અનુભવને ખૂબ જ મજાથી માણે છે. હવે તો આ બંનેની જોડી યુરોપ અને અન્ય દેશોમાં ફરવાનું પણ મન બનાવી રહી છે. અન્ય માં-બાપને પણ નેહલે સલાહ આપતા કહ્યું છે કે તમે તમારા બાળકોને બંધનમાં ના રાખો...કે આમ કરશે તો પડી જશે આ લાગી જશે. તેણે કહ્યુ કે બાળકોમાં સારા પ્રવાસી હોવાના તમામ ગુણો હાજર જ છે. અને તમે ખરેખરમાં તેમની સાથે તમારા જીવનના મોટા એડવેન્ચર પણ નીકળી શકો છો.
First published: August 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...