Home /News /national-international /કોર્ટની સુનાવણી દરમિયાન અચાનક એડલ્ટ વીડિયો પ્લે થયો, ગુસ્સે ભરાયેલા જજે કેસ જ બંધ કરી દીધો

કોર્ટની સુનાવણી દરમિયાન અચાનક એડલ્ટ વીડિયો પ્લે થયો, ગુસ્સે ભરાયેલા જજે કેસ જ બંધ કરી દીધો

કોર્ટની સુનાવણી વખતે એડલ્ટ વીડિયો પ્લે થયો

બ્રિટનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, સુનાવણી દરમિયાન અચાનક, સ્ક્રિન પર મોટા અવાજની સાથે એડલ્ટ ક્લિપ દેખાવા લાગી. પછી શું હતું, ગુસ્સે ભરાયેલા ન્યાયાધીશે તરત જ કેસ રદ કરી દીધો અને તપાસના આદેશ આપ્યા. જે સમયે સુનાવણી દરમિયાન આ બન્યું તે સમયે કોર્ટરૂમમાં ઘણા લોકો હાજર હતા.

વધુ જુઓ ...
    કોરોના વાયરસના સંક્રમણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટમાં થોડા સમયથી વર્ચ્યુઅલ સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન બ્રિટનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, સુનાવણી દરમિયાન અચાનક, સ્ક્રિન પર મોટા અવાજની સાથે એડલ્ટ ક્લિપ દેખાવા લાગી. પછી શું હતું, ગુસ્સે ભરાયેલા ન્યાયાધીશે તરત જ કેસ રદ કરી દીધો અને તપાસના આદેશ આપ્યા. જે સમયે સુનાવણી દરમિયાન આ બન્યું તે સમયે કોર્ટરૂમમાં ઘણા લોકો હાજર હતા.

    બ્રિટિશ અખબાર ડેઈલી સ્ટારના જણાવ્યા અનુસાર, જ્યારે આ ઘટના બની ત્યારે યોર્કશાયરના સૌથી વરિષ્ઠ જજ જેરેમી રિચર્ડસન QC કેસની સુનાવણી કરી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર ડ્રગ્સ અને મોબાઈલ ફોનની દાણચોરીને લઈને સુનાવણી ચાલી રહી હતી. નામ ન આપવાની શરતે એક બેરિસ્ટરે ટાઈમ્સને જણાવ્યું કે સુનાવણી દરમિયાન અશ્લીલ અવાજો "ચોક્કસપણે" સંભળાયા હતા. આ ઘટનાએ અમને બધાને શરમમાં મૂકી દીધા.

    આ પણ વાંચોઃ ઢળતી ઉંમરે વાસનાની ભૂખ સંતોષવા વૃદ્ધાએ લોંખડની વીંટીમાં પ્રાઈવેટ પાર્ટ ફસાવ્યો, પછી જોવા જેવી થઈ

    ન્યાયાધીશ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા


    તેમણે કહ્યું કે અવાજો ખૂબ જોરથી આવી રહ્યા હતા. ન્યાયાધીશે માઇક્રોફોનને મ્યૂટ કરવાનું કહ્યું. પરંતુ તેને સફળતા ન મળી. આ પછી, ન્યાયાધીશે અચાનક કાર્યવાહી સમાપ્ત કરી દીધી. ન્યાયાધીશે કહ્યું કે હવે વીડિયો લિંક દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે નહીં. બેરિસ્ટર કહે છે કે ન્યાયાધીશે જેલમાંથી CVP લિંક દ્વારા સુનાવણીમાં હાજરી આપનારાઓને મ્યૂટ કર્યા પછી અવાજ થોડો ઓછો થયો હતો.

    હેકની આશંકા


    કેટલાક રિપોર્ટના અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક તોફાની લોકોએ આ કામ કર્યું હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે સુનાવણી દરમિયાન વીડિયો લિંક હેક કરવામાં આવી હતી. તાજેતરના દિવસોમાં જજે વીડિયો લિંકને લઈને અનેક ફરિયાદો કરી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Adult movies, Court case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन