દેશના 11 CM સામે ક્રિમિનલ કેસ, ફડણવીસ સામે સૌથી વધારે 22 કેસ

રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામે સૌથી વધારે 22 ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે, જેમાં ત્રણ કેસ ગંભીર પ્રકારના ગુનાના છે.

News18 Gujarati
Updated: February 13, 2018, 11:34 AM IST
દેશના 11 CM સામે ક્રિમિનલ કેસ, ફડણવીસ સામે સૌથી વધારે 22 કેસ
દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)
News18 Gujarati
Updated: February 13, 2018, 11:34 AM IST
દેશના 11 મુખ્યમંત્રીઓ સામે ક્રિમનિલ કેસ ચાલી રહ્યા છે. આ વાતનો ખુલાસો 'એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ' (ADR)એ કર્યો છે. ADR તરફથી દેશના 31 મુખ્યમંત્રીઓ અંગે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં મુખ્યમંત્રીઓ સામે ચાલી રહેલા અપરાધિક કેસની માહિતી આપવામાં આવી છે.

રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામે સૌથી વધારે 22 ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે, જેમાં ત્રણ કેસ ગંભીર પ્રકારના ગુનાના છે. આ યાદી પ્રમાણે સૌથી ઓછા એક-એક કેસ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ સામે નોંધાયેલા છે. 31માંથી 11 મુખ્યમંત્રીઓ સામે ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે, જેમાં આઠ સામે ગંભીર પ્રકારના ગુનાના કેસ ચાલી રહ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર, બીજેપીઃ 22 કેસ

આ યાદીમાં મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સૌથી મોખરે છે. ફડણવીસ સામે અમુક ગંભીર આરોપ પણ છે. જેમાં સ્વેચ્છાએ ખતરનાક હથિયાર અથવા વસ્તુથી ઈજા પહોંચાડવી, રમખાણો, ખોટી રીતે સરકારી કર્મચારીના ટોકનના ઉપયોગનો કેસ સામેલ છે.

પિનારાઇ વિજયન, કેરળ, CPI (M): 11 કેસ

કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સામે 11 કેસ નોંધાયેલા છે. જેમાં એક કેસ આઈપીસીની ધારા પ્રમાણે ગંભીર પ્રકારના ગુનાનો છે. જેમાં છેતરપિંડી અને ખોટી રીતે સંપત્તિ પર કબજો કરી લેવો, રમખાણો અને ગુનાહિત ષડયંત્ર રચવા જેવા કેસ સામેલ છે.

અરવિંદ કેજરીવાલ, દિલ્હી, આપઃ 10 કેસ
Loading...

આ યાદીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રીજા નંબરે છે. તેમની સામે મોટા ભાગના કેસ અસંવૈધાનિક અસેમ્બલીના છે, આ ઉપરાંત સરકારી કર્મચારીના કામકાજમાં દખલ દેવી તેમજ માનહાનિના કેસ પણ નોંધાયેલા છે.

રધુબર દાસ, ઝારખંડ, બીજેપીઃ 8 કેસ

ઝારખંડના મુખ્યમંત્રી રઘુબર દાસ સામે 8 ક્રિમિનલ કેસ દાખલ છે. જેમાં ઈજા પહોંચાડવી, અપરાધના નિવારણના કેસમાં વિઘ્ન ઉભું કરવું, સરકારી કર્મચારીઓને ફરજમાં રૂકાવટ ઉભી કરવાના કેસ સામેલ છે.

કેપ્ટન અમરિન્દર સિંહ, પંજાબ, કોંગ્રેસઃ 4 કેસ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ADRના લિસ્ટમાં ધનવાન મુખ્યમંત્રીઓમાં સામેલ છે. તેમની સામે છેતરપિંડી, ખોટી રીતે સંપત્તિ વેચી દેવાના કેસ નોંધાયેલા છે.

યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશ, બીજેપીઃ 4 કેસ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે 4 કેસ નોંધાયેલા છે. આ તમામ ગંભીર પ્રકારના કેસ છે. જેમાં અપમાન, રમખાણો, તેમજ આગ અથવા વિસ્ફોટક પદાર્થથી નુકસાન પહોંચાડવાના કેસ સામેલ છે.

ચંદ્રબાબૂ નાયડૂ, આંધ્રપ્રદેશ, TDP: 3 કેસ

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ 177 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનવાન મુખ્યમંત્રી છે. તેમની સામે ત્રણ ક્રિમિનલ કેસ છે. જોકે, એડીઆરએ તેમની સામે કોઈ ગંભીર ક્રિમિનલ કેસ હોવાનો ઇન્કાર કર્યો છે.

કે ચંદ્રશેખર રાવ, તેલંગાણા, TRS: 2 કેસ

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સામે બે ક્રિમિનિલ કેસ નોંધાયેલા છે. જેમાં ધમકી અને અસંવૈધાનિક અસેમ્બલીનો સમાવેશ થાય છે.

વી નરાયણસ્વામી, પુડ્ડુચેરી, કોંગ્રેસઃ 2 કેસ

મુખ્યમંત્રી નારાયણસ્વામી સામે બે ક્રિમિનિલ કેસ નોંધાયેલા છે.

મહેબૂબા મુફ્તી, જમ્મુ-કાશ્મીર, PDP: 1 કેસ

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ સામે એકમાત્ર માનહાનિનો કેસ નોંધાયેલો છે.

નીતિશ કુમાર, બિહાર, JD (U): 1 કેસ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે ફક્ત એક કેસ નોંધાયેલો છે. જોકે, આ કેસ ખૂબ જ ગંભીર છે. તેમની સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 અંતર્ગત કેસ નોંધાયેલો છે, જે હત્યાનો કેસ છે.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...