ADRનો રિપોર્ટ- 17 પ્રાદેશિક પક્ષોએ ચૂંટણી પંચને ફન્ડિંગની માહિતી ન આપી

News18 Gujarati
Updated: May 21, 2019, 9:15 PM IST
ADRનો રિપોર્ટ- 17 પ્રાદેશિક પક્ષોએ ચૂંટણી પંચને ફન્ડિંગની માહિતી ન આપી
પ્રતિકાત્મક તસવીર

વર્ષ 2017-18 દરમિયાન 48 પ્રાદેશિક પક્ષોમાંથી 15 પક્ષોએ જ નિયત સમય દરમિયાન પાર્ટી ફન્ડિંગની માહિતી આપી હતી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ચૂંટણી પંચ દ્વારા રિપોર્ટ માંગવા છતા 17 પ્રાદેશિક પક્ષોએ વર્ષ 2017-18માં મળેલા અનુદાન વિશે માહિતી નથી આપી. એસોસિએશન ફૉર ડેમૉક્રેટિક રિફૉર્મ્સ ADRના અહેવાલ મુજબ, 48 પ્રાદેશિક પક્ષોમાંથી 15 પક્ષોએ જ ચૂંટણી પંચને ફન્ડિંગનો રિપોર્ટ આપ્યો છે, જ્યારે 16 અન્ય પ્રાદેશિક પક્ષોએ એક દિવસથી લઈને 31 દિવસ મોડી માહિતી આપી હતી.

ADRના અહેવાલ મુજબ 17 ક્ષેત્રીય દળોએ અત્યારસુધીમાં વર્ષ 2017-18 દરમિયાન મળેલા ફન્ડિંગની માહિતી ચૂંટણી પંચને નથી આપી. માહિતી જાહેર ન કરનાર દળોમાં આસામ ગણ પરિષદ, મિજો નેશનલ ફ્રન્ટ, ઇન્ડિયન લોકદળમાં શામેલ કરે છે. ચૂંટણી પંચને માહિતી ઉપલબ્ધ કરાવનાર દળોમાં 20,000 રૂપિયાથી ઓછા અને વધારે ફન્ડની વિગતો આપી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ પ્રાદેશિક પત્રોને 54.81 કરોડનું પાર્ટી ફન્ડ મળ્યું છે. આ લોકોને 2,842 લોકોએ ફાળો આપ્યો છે.

બીજુ જનતા દળને સૌથી વધુ 13.4 કરોડનો ફાળો

નવીન પટનાયકની બીજુ જનતા દળને છ લોકો લોકોએ રૂપિયા 13.04 કરોડનો ફાળો આપ્યો છે. જ્યારે નિતીશ કુમારની જનતા દળ યુનાઇટેડને 27 લોકોએ 11.19 કરોડ રૂપિયાનું ફન્ડિંગ આપ્યું છે. ત્રીજા નંબરે પ્રાદેશીક પક્ષ આયએસઆર કોંગ્રેસ છે, જેને રુ. 8.35 કરોડનું અનુદાન મળ્યું છે. અત્યારસુધીમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલા ફાળામાં કુલ અનુદાન 59.44 ટકા એટલે કે રૂ. 32.58 કરોડ આ ત્રણ પક્ષોને જ મળ્યા છે.

AAPને વિદેશથી 41.60 લાખ રૂપિયાનો ફાળો
એડીઆરના અહેવાલ મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મળેલા ફન્ડના 5 ટકા વિદેશથી આવ્યા છે. કેજરીવાલને 41.60 લાખ રૂપીયા વિદેશમાંથી મળ્યા છે. એડીઆરનો આ અહેવાલ વર્ષ 2017-18ના ફાળા પર આધારીત છે.
First published: May 21, 2019, 9:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading