આ સરકારી સ્કૂલમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓની પડાપડી, લોટરી કરીને અપાયો પ્રવેશ

News18 Gujarati
Updated: June 27, 2020, 9:29 PM IST
આ સરકારી સ્કૂલમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓની પડાપડી, લોટરી કરીને અપાયો પ્રવેશ
લોટરી કરતા સમયની તસવીર

આ સરકારી સ્કૂલની માળખાગત સુવિધાઓ સાથે ભણતર ખાનગી સ્કૂલોને ટક્કર મારે એવું હોવાથી અહીં પ્રવેશ મેળવવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની પડાપડી થાય છે.

  • Share this:
જયપુરઃ રાજસ્થાનમાં (Rajasthan) સરકારી સ્કૂલોની સૂરત બદલાઈ રહી છે. હાલત એવી છે કે સરકારી સ્કૂલમાં (Government School) પ્રવેશ મેળવવા માટે લોટરી સિસ્ટમનો (Lottery System) સહારો લેવો પડ્યો હતો. ખાનગી સ્કૂલોને ટક્કર આપવા માટે શરૂ કરવામાં આવેલી સરકારી અંગ્રેજી મીડિયમ સ્કૂલો (English Medium Schools)માં પ્રવેશ મેળવવા માટે અરજીઓનો ઢગલો થયો હતો. રાજ્યના દરેક જિલ્લામાં સરકારી અંગ્રેજી મીડિયમ સ્કૂલ ખોલવામાં આવ્યા હતા. હવે આ સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટે પડાપડી થાય છે.

દ્રશ્ય એવું સર્જાયું છે કે જાણિતી સ્કૂલોના બાળકો પણ આ સરકારી અંગ્રેજી મીડિયમ સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માંગે છે. પ્રવેશ મેળવવા માટે અરજીઓનો ઢગલો થતાં વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે લોટરી સિસ્ટમનો સહારો લેવો પડી રહ્યો છે. જયપુરના માનસરોવર સ્થિત મહાત્મા ગાંધી અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં 100 સીટો ઉપર પ્રવેશ માટે કુલ 1600 આવેદન આવ્યા હતા. એટલે કે દરેક 16 વિદ્યાર્થીમાંથી એક ભાગ્યશાળી વિદ્યાર્થીને સ્કૂલમાં પ્રવેશ મળી શકે.

આ પણ વાંચોઃ-કોરોના વાયરસ સંક્રમણ ઉપર સ્ટડી, બાળકો માટે મોટા રાહતના સમાચાર

જયપુરના માનસરોવર સ્થિત મહાત્મા ગાંધી અંગ્રેજી મીડિય સ્કૂલમાં પહેલા ધોરણમાં એડમિશન મેળવવા માટે શનિવારે લોટરી કાઢી હતી. આ કક્ષાની 30 સીટો માટે કુલ 150 અરજીઓ આવી હતી. અહીં દર પાંચ આવેદકોમાં એક જ વિદ્યાર્થીને સ્કૂલમાં પ્રવેશ મળી શકે. સ્કૂલના પ્રિન્સિપલ અનુ ચૌધરીનું કહેવું છે કે મોટી સંખ્યામાં વાલીઓ દસ્તાવેજોના અભાવે અરજી નથી કરી શક્યા. એટલા માટે આ સંખ્યા ઓછી છે નહીં તો અરજીનો ઢગલો થઈ જાય છે.

આ પણ વાંચોઃ-20 વર્ષીય યુવકનું રહસ્યમય રીતે મોત, પોલીસના મારથી મોત થયું હોવાનો પરિવારનો આરોપ

લોટરી સિસ્ટમમાં સફળ વિદ્યાર્થીઓના વાલીઓનું કહેવું છે કે જ્યાં ખાનગી સ્કૂલોમાં લૂંટની પ્રવૃત્તિથી પરેશાન છે. ત્યાં તેમને વિશ્વાસ છે કે સરકારી સ્કૂલ બાળકોને ખાનગી સ્કૂલો કરતા સારું ભણતર આપવામાં સક્ષમ છે. મહાત્મા ગાંધી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે એટલી પડાપડી છે કે ત્રીજા ધોરણમાં ત્રણ સીટો માટે 63 અરજીઓ આવી હતી. જ્યારે છઠ્ઠા ધોરણમાં એકપણ સીટ ખાલી નથી છતાં 62 અરજીઓ આવી હતી.આ પણ વાંચોઃ-અનોખી પહેલ! કોરોના વાયરસના સંક્રમણને રોકવા રબારી સમાજે બનાવ્યા આવા નિયમો, અન્ય સમાજોને નવી રાહ ચીંધી

આ સરકારી સ્કૂલની માળખાગત સુવિધાઓ સાથે ભણતર ખાનગી સ્કૂલોને ટક્કર મારે એવું હોવાથી અહીં પ્રવેશ મેળવવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની પડાપડી થાય છે.
First published: June 27, 2020, 9:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading