કેરળઃ ચોખા ચોરનારને ટોળાએ મારી નાખ્યો, લોકોએ સેલ્ફી પણ લીધી

News18 Gujarati
Updated: February 23, 2018, 12:38 PM IST
કેરળઃ ચોખા ચોરનારને ટોળાએ મારી નાખ્યો, લોકોએ સેલ્ફી પણ લીધી
પીડિત યુવક સાથે સેલ્ફી લેતો યુવક

SC/ST મંત્રી એકે બાલનના જણાવ્યા પ્રમાણે, પોલીસની એક સ્પેશ્યલ ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે.

  • Share this:
કેરળના પલક્કડ જિલ્લામાં માનવજાતને શરમાવવું પડે તેવી ઘટના સામે આવી છે. અહીં એક આદિવાસી વ્યક્તિને એક કિલો ચોખા ચોરવા બદલ ગુસ્સે ભરાયેલા ટોળાએ બાંધીને બેરહેમીપૂર્વક ફટકાર્યો હતો, જેના કારણે તેનો જીવ જ જતો રહ્યો. એટલું જ નહીં અહીં હાજર લોકોએ પીડિત સાથે સેલ્ફી પણ લીધી હતી. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે, 27 વર્ષીય મધુ કડુકુમન્નાના આદિવાસી વિસ્તારનો રહેવાસી હતો. સોશિયલ મીડિયામાં અમુક તસવીરો પણ શેર કરવામાં આવી છે, જેમાં હાજર લોકો પીડિત યુવક સાથે સેલ્ફી લઈ રહ્યા છે.

યુવકને બાંધીને ઢોરમાર મરાયો હતો


સ્થાનિક લોકોએ કથિત રીતે ગુરુવારે સાંજે 6.30 વાગ્યે તેને પોલીસને સોંપી દીધો હતો. આના પહેલા તેને ડંડાથી ફટકારવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે કોટ્ટાથારાની સરકારી ટ્રાઇબલ સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં લઈ જતી વખતે યુવકનું પોલીસની જીપમાં જ મોત થઈ ગયું હતું.

હોસ્પિટલ લઈ જતી વખતે યુવકનું મોત થઈ ગયું


કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયને ફેસબુક પોસ્ટ લખીને આ ઘટનાની નિંદા કરી છે. તેમણે લખ્યું છે કે, 'આ ઘટના ખૂબ જ વખોડવા લાયક છે. મેં રાજ્ય પોલીસ પ્રમુખને આ ઘટનામાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. આ પ્રકારની ઘટનાઓ આપણા આધુનિક સમાજમાં સ્વીકાર્ય નથી. આ આપણી સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિ પર કાળા દાગ સમાન છે. અમે આ પ્રકારની ઘટનાઓ ફરીથી ન બને તે માટે યોગ્ય પગલાં લઈશું.'SC/ST મંત્રી એકે બાલનના જણાવ્યા પ્રમાણે, પોલીસની એક સ્પેશ્યલ ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે.
First published: February 23, 2018, 12:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading