ઉદ્ધવ ઠાકરેની કેબિનેટમાં સૌથી નાની વયના મંત્રી બન્યા આદિત્ય ઠાકરે, પ્રથમ ચૂંટણી જીતીને રચ્યો ઇતિહાસ!

News18 Gujarati
Updated: December 30, 2019, 4:08 PM IST
ઉદ્ધવ ઠાકરેની કેબિનેટમાં સૌથી નાની વયના મંત્રી બન્યા આદિત્ય ઠાકરે, પ્રથમ ચૂંટણી જીતીને રચ્યો ઇતિહાસ!
આદિત્ય ઠાકરે (ફાઇલ તસવીર)

આદિત્ય ઠાકરે પહેલા ઠાકરે પરિવારમાંથી એક પણ સભ્યએ ચૂંટણી લડી નથી, બાલા સાહેબ અને ઉદ્ધવ ઠાકરે 'માતોશ્રી'થી સરકાર ચલાવતા હતા.

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર મંત્રીમંડળનું આખરે વિસ્તરણ થઈ ગયું છે. શિવસેનાના યુવા નેતા અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને પણ પિતાના કેબિનેટમાં જગ્યા મળી છે. આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં શપથ લેનારા સૌથી ઓછી ઉંમરના નેતા બની ગયા છે. આદિત્ય ઠાકરે પરિવારના પ્રથમ એવા સભ્ય છે, જેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને પ્રથમ ચૂંટણી જીતીને સીધા જ કેબિનેટ મંત્રી બની ગયા. 29 વર્ષીય આદિત્ય ઠાકરે તેમના પરિવારમાંથી પહેલા એવા સભ્ય છે જેમને ચૂંટણી લડી છે. બાલા સાહેબ ઠાકરે કે પછી ઉદ્ધવ ઠાકરે આજ દિવસ સુધી ચૂંટણી લડ્યા નથી. મુખ્યમંત્રી બનતા પહેલા ઉદ્ધવ ઠાકરે પણ બાલા સાહેબની જેમ 'માતોશ્રી' (ઠાકરે પરિવારનું નિવાસ સ્થાન)થી રાજનીતિ કરતા હતા. આથી આદિત્ય ઠાકરે માટે ચૂંટણી લડવી અને મંત્રીમંડળમાં સ્થાન મેળવવું શિવસેના માટે ખૂબ ખાસ છે.

બૉમ્બે સ્કૉટિશ સ્કૂલમાંથી અભ્યાસ

13 જૂન, 1990ના રોજ જન્મેલા આદિત્ય ઠાકરેએ બૉમ્બે સ્કૉટિશ સ્કૂલમાંથી શરૂઆતનો અભ્યાસ કર્યો છે. જે બાદમાં તેમણે મુંબઈની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી BAની ડિગ્રી મેળવી હતી. જે બાદમાં કેસી લૉ કૉલેજમાંથી LLB પણ કર્યું છે. આદિત્ય ઠાકરે વર્ષ 2009માં રાજકારણમાં ઉતર્યાં હતાં. તેમને શિવસેનાની યુવા શાખા 'યુવ સેના'ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આદિત્યને કવિતા લખવાનો ખૂબ શોખ છે. નાની ઉંમરમાં જ તેમણે અનેક કવિતાએ લખી છે. વર્ષ 2007માં તેમની કવિતાનું પુસ્તક 'માઈ થૉટ્સ ઇન વ્હાઇટ એન્ડ બ્લેક પ્રકાશિત' થયું હતું.

વર્લી બેઠક પરથી ચૂંટણી જીતી

આદિત્ય ઠાકરે મુંબઈની વર્લી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. મુંબઈની આ બેઠકને શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. આદિત્ય ઠાકરેએ વર્લી બેઠક પરથી એનસીપીના સુરેશ માણેને 67,427 મતોથી હાર આપી છે. વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થયા બાદ પ્રથમ રાઉન્ડથી જ આદિત્ય ઠાકરેની લીડ રહી હતી.
First published: December 30, 2019, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading