કોલકાતા : કોંગ્રેસના (congress)સાંસદ અધીર રંજન ચૌધરીએ (adhir ranjan chowdhury)શનિવારે પોતાના હરીફ તૃણમુલ કોંગ્રેસ (TMC)પર પ્રહાર કરતા કહ્યું કે પશ્ચિમ બંગાળની (West Bengal)મુખ્યમંત્રી મમતા બેનરજીએ (Mamata Banerjee)ભાજપાને ખુશ કરવા માટે ગોવા (Goa Election)વિધાનસભાની ચૂંટણી લડી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી આમને-સામને છે. બન્ને વચ્ચે તે સમયે વધારે સંબંધો બગડ્યા જ્યારે ટીએમસીએ ગોવામાં ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
બંગાળના વિદ્યાર્થી નેતા અનીશ ખાનની હત્યાના વિરોધમાં ધરણાં પર બેસેલા અધીર રંજન ચૌધરીએ મમતા બેનરજી પર પ્રહાર કરતા કહ્યું કે હાલમાં કોંગ્રેસ પાસે ભારતમાં 700 ધારાસભ્યો છે. કોંગ્રેસે વિપક્ષના 20 ટકા વોટ શેર મેળવ્યો છે. મમતા ભાજપાને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહી છે. જેથી તે તેમના એજન્ટ બની શકે. જેથી તે આજે ઘણું કહી રહી છે.
વિધાનસભા ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની જીત પછી ભાજપા વિરોધી ગઠબંધન માટે ક્ષેત્રીય દળોનો સંપર્ક સાધતા મમતા બેનરજીએ શુક્રવારે કહ્યું હતું કે કોંગ્રેસને સાથે રાખવાનો કોઇ મતલબ નથી કારણ કે હવે તેમાં તે વાત રહી નથી. મમતાના નિવેદન પર વળતો પ્રહાર કરતા લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તૃણમુલ કોંગ્રેસ ગોવામાં કોંગ્રેસને હરાવવા ગઈ હતી. આજે તે દુષ્પ્રચાર કરી રહી છે કે વિપક્ષી ગઠબંધનથી કોંગ્રેસને બહાર રાખવામાં આવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી રહ્યા છે અને દીદી કોંગ્રેસ વગર વિપક્ષના ગઠબંધનની વાત કરી રહી છે.
ગોવા વિધાનસભાની 40 સીટોમાંથી 20 સીટ પર ભાજપાનો વિજય થયો છે. કોંગ્રેસ 11 સીટો પર જીત મેળવી બીજી સૌથી મોટી પાર્ટી બની છે. એમજીપી અને આમ આદમી પાર્ટીને 2 સીટો મળી છે. જીએફપી અને આરજીપીના ખાતામાં 1 સીટ આવી છે. 3 સીટો પર અપક્ષ ઉમેદવાર જીતવા સફળ રહ્યા છે. ગોવા સિવાય કોંગ્રેસનો અન્ય ચાર રાજ્યોમાં પણ કારમો પરાજય થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર