Home /News /national-international /Aadhar Data Security: આધાર કાર્ડનો ડેટા સલામત કરી દેજો! એક ભૂલ ભારે પડી શકે છે, જાણો 3 આસાન ટિપ્સ

Aadhar Data Security: આધાર કાર્ડનો ડેટા સલામત કરી દેજો! એક ભૂલ ભારે પડી શકે છે, જાણો 3 આસાન ટિપ્સ

આધાર કાર્ડની સલામતી

ADHAR CARD TIPS: આ 3 ટિપ્સનો ઉપયોગ કરીને આધાર યૂઝર્સ પોતાના ડેટાને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખી શકે છે અને ભવિષ્યમાં કોઇપણ રીતે પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ થતો ટાળી શકે છે.

    Secure Your Adhar Card Data: આધાર કાર્ડ લોકોના ડિજિટલ આઈડી (Aadhaar Card As a Digital ID)ની જેમ કાર્ય કરે છે અને દેશભરના લોકો માટે ઓનલાઇન અને ઓફલાઇન ઓળખ ચકાસણીનો મુખ્ય દસ્તાવેજ પણ છે. આધાર કાર્ડમાં દરેક વ્યક્તિનું નામ, સરનામું, ઉંમર, જેન્ડર જેવી મહત્વની માહિતી (Aadhaar Card Details) નોંધવામાં આવે છે. આવી સ્થિતિમાં આધાર સાથે સંબંધિત છેતરપિંડીના કિસ્સાઓ (Frauds Using Aadhaar Card)માં ઝડપી ઉછાળો જોવા મળી રહ્યો છે. સાયબર ગુનેગારો ઘણીવાર આધાર દ્વારા બેંક ખાતાની વિગતો મેળવીને ખાતાને ખાલી કરી ફ્રોડ આદરે છે, જેનો શિકાર અમુક ગરીબ અને સામાન્ય લોકો પણ બની જાય છે. આધાર કાર્ડ હવે દેશમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ હોવાથી વપરાશકર્તા પર આધાર ડેટાની સુરક્ષા (Aadhaar Card Data Security)ની જવાબદારી પણ વધી જાય છે. યુઆઈડીએઆઈ (UIDAI) ઘણીવાર આધાર વપરાશકર્તાઓને ઓનલાઇન છેતરપિંડીના ખતરા અંગે ચેતવણી આપતું રહે છે. યૂઆઇડીએઆઇએ યૂઝર્સને ડેટા ચોરી કે ફ્રોડથી બચાવવા માટે 3 સર્વિસ (Aadhaar Data Security Services) પણ આપી છે, જેની મદદથી આધાર યૂઝર્સ પોતાના ડેટાને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખી શકે છે અને ભવિષ્યમાં કોઇપણ રીતે પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ થતો ટાળી શકે છે.

    આધાર વર્ચ્યુઅલ આઇડી સર્વિસનો ઉપયોગ

    કોઈ સંસ્થા અથવા વ્યક્તિ સાથે આધાર શેર કરતી વખતે સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે. તેના માટે વર્ચ્યુઅલ આઇડેન્ટિફાયર (VID)નો ઉપયોગ કરી શકાય છે. કોઈપણ વ્યક્તિ સત્તાવાર વેબસાઇટ અથવા MyAadhaar પોર્ટલ પર જઇને સરળતાથી વીઆઇડી જનરેટ કરી શકે છે અને આધાર નંબરની જગ્યાએ ઓથેન્ટિકેશન માટે તેનો ઉપયોગ કરી શકે છે.

    આ પણ વાંચો: PAK vs NZ: પોર્ન સ્ટાર ડેની ડેનિયલ્સનું નામ બોલી ગયો કોમેન્ટેટર! ચાલુ મેચમાં લોચો માર્યો! અડ્લ્ટ સ્ટારે આપ્યો જવાબ

    આધાર લોક સર્વિસ

    UIDAI આધાર લોકિંગની સાથે બાયોમેટ્રિક લોકિંગની સુવિધા આપે છે. જો કોઈ રહેવાસી થોડા સમય માટે આધારનો ઉપયોગ કરવા ન માંગતો હોય તો તે આ સમયગાળા માટે આધાર અથવા બાયોમેટ્રિક્સને લોક કરી શકે છે. જો જરૂર પડે તો તેને તરત જ સરળતાથી અનલોક પણ કરી શકાય છે.

    આ પણ વાંચો: કામદેવની પુજા! ખેડૂતોની સમૃદ્ધિ માટે અઢી કિલો તેલ પી ગઈ મહિલા, કુળની પરંપરા વિશે જાણશો તો ચક્કર આવી જશે

    હિસ્ટ્રી સર્વિસનો ઉપયોગ

    આધાર માંગતી સંસ્થાઓ જે હેતુ માટે આધાર લેવામાં આવી રહ્યું છે, તે હેતુને તમારી સમક્ષ જણાવવા માટે અને ઉપયોગ માટે તમારી સંમતિ મેળવવા માટે બંધાયેલી છે. UIDAIએ આધાર યૂઝર્સને UIDAIની વેબસાઇટ અથવા એમ-આધાર એપ પર છેલ્લા છ મહિનાથી આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી ચેક કરી શકો છો. એટલું જ નહીં, યુઆઈડીએઆઈ ઈમેઈલ પર દરેક પ્રમાણભૂતતા વિશે માહિતગાર કરે છે. જે યુઝર્સના આધારનો દુરુપયોગ થતા બચાવશે.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन