આપણા દેશના મોટાભાગનાં લોકોની ઈચ્છા શાંતિ અને ભાઈચારાની : ADG મલ્લ

News18 Gujarati
Updated: April 10, 2018, 7:25 PM IST
આપણા દેશના મોટાભાગનાં લોકોની ઈચ્છા શાંતિ અને ભાઈચારાની : ADG મલ્લ

  • Share this:
અભિષેક પાંડેય, અમદાવાદ

ગુજરાતના એડિશનલ ડીજીપી વિનોદ કુમાર મલ્લ સામાજિક સમરસતા અને સદભાવના માટે શરુ કરેલ પદયાત્રા પૂર્ણ કરી લીધી છે. પોતાની બે દિવસીય પદયાત્રા પૂર્ણ કરીને તેઓ પાછા ગુજરાત પરત ફર્યા છે. તેઓ 6થી 7 એપ્રિલ દરમિયાન પદયાત્રા માટે પૂર્વી ઉત્તર પ્રદેશમાં આવેલ ગૌતમ બુદ્ધનાં નિર્વાણ સ્થળ કુશીનગર ગયા હતા.

1986 બેચનાં ગુજરાત કેડરથી આઇપીએસ વિનોદ મલ્લે સમાજમાં શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપવા માટે 'બુદ્ધ થી કબીર' સુધીની પદયાત્રા શરુ કરી હતી. આ પદયાત્રા શાંતિના પ્રતીક એવા મહાપ્રભુ બુદ્ધના નિર્વાણ સ્થળ કુશીનગરથી મહાન વિવેચક કબીરના સમાધિ સ્થળ મગહર વચ્ચે શરુ કરવામાં આવી હતી. આ પદયાત્રા 80 કિમી લાંબી અને બે દિવસની હતી. તેમની આ પદ યાત્રામાં સમાજના દરેક વર્ગ અને દેશ દુનિયાના વિવિધ ભૂભાગોના લોકોને શાંતિના સંદેશ આપવામાં સહભાગી થવા માટે જોડવામાં આવ્યા હતા.

વિનોદ મલ્લની આ યાત્રાને સમાજના દરેક વર્ગનો આવકારદાયક પ્રતિસાદ મળ્યા હોવાનું તેમને જણાવ્યું હતું. વિનોદ મલ્લના જણાવ્યા અનુસાર, "જયારે અમે 'બુદ્ધ સે કબીર તક' યાત્રાનું આયોજન પાછળ બે ઉદ્દેશ્યો નિર્ધારિત કરવામાં આવ્યા હતા. બુદ્ધ અને કબીરની શિક્ષા, દર્શન અને વિચાર યાદ કરવા એ અમારું પહેલું લક્ષ્ય હતું. જયારે બીજું લક્ષ્ય, આજ ના સમયમાં બુદ્ધ અને કબીરના વિચારોના પ્રાસંગિતાને પારખવી, જેથી એક ઉદારવાદી, વિવિધતાપૂર્ણ અને બહુ-સંસ્કૃતિય સશક્ત સમાજ-દેશનું નિર્માણ કરી શકીએ. આમ ઉદ્દેશ્ય સાથે પદયાત્રા શરૂ કરવામાં આવી હતી અને એ બંને ઉદ્દેશ્યો સમાજની કસોટીએ સફળ રહ્યાં છે. લોકોમાં કબીર અને બુદ્ધ પ્રત્યે જબરદસ્ત પ્રતિસાદ મળ્યું હતો. જેથી અમે કહી શકીએ છીએ કે આપણા દેશમાં અત્યારે પણ શાંતિ અને ભાઈચારા ઈચ્છાનાર લોકોની સંખ્યા બહુ મોટી છે. જેને લઈને અમે એક વિવિધતાઓથી ભરપૂર સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છીએ."

વિનોદ મલ્લ અત્યારે ગુજરાતમાં એડિશનલ ડીજીપી છે અને તેઓ પોલીસ રિફોર્મની જવાબદારી બજાવી રહ્યા છે. તેઓ સમાજમાં સહનશીલતા અને શાંતિ ના લક્ષ્યોને આગળ લઇ જવા માટે "બુદ્ધ સે કબીર તક" પદયાત્રા કરવા ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ગૌતમ બુદ્ધ ને દુનિયામાં શાંતિના પ્રતીક તરીકે જોવામાં આવે છે તો કબીરને મહાન સમાજ સુધારક અને ટીકાકાર સંત તરીકે ઓળખાવામાં આવે છે.

 
First published: April 10, 2018, 7:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading