રેલવે ઓફિસરો તેમની નીચેના કર્મીઓને 'તુ' કે 'તે' કહીને ન બોલાવેઃ લોહાની

News18 Gujarati
Updated: April 23, 2018, 9:10 AM IST
રેલવે ઓફિસરો તેમની નીચેના કર્મીઓને 'તુ' કે 'તે' કહીને ન બોલાવેઃ લોહાની

  • Share this:
રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિન લોહાનીએ રેલવેના ઉચ્ચ અધિકારીઓને નિર્દેશ કર્યો છે કે તેઓ તેમનાથી નીચેના વર્ગના કર્મચારીઓને માનથી જ બોલાવશે. તેમને 'તુ' કે 'તે' કહેવાને બદલે 'તમે' કહીને બોલાવે. કહેવામાં આવી રહ્યું છે કે લોહાનીએ ગત અઠવાડિયે રેલવે કર્મચારીઓનું મનોબળ વધારવા માટે આવો નિર્દેશ કર્યો હતો.

રેલવેના તમામ સંચાલકો અને વિવિધ વિભાગોને મોકલવામાં આવેલા સંદેશમાં લોહાનીએ કહ્યું છે કે, 'અનેક સુપરવાઇઝર અને કર્મીઓ મને ફરિયાદ કરે છે કે અધિકારીઓ તેમને 'તમે' કહીને નહીં પરંતુ 'તુ' અને 'તે' કહીને બોલાવે છે. આ અશોભનિય વ્યવહાર છે અને આપણા આપણા કર્મચારીઓ સાથે વાતચીત કરતી વખતે સારી અને માન જળવાઈ રહે તેવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.'

તેમણે કહ્યું, 'આપણે એક સભ્ય સંગઠન બનાવવું છે અને સારો વ્યવહાર કરવાનો છે. મહેરબાની કરીને આ મોરચે પણ બધાથી આગળ રહો.'

નોંધનીય છે કે રેલવેમાં વીઆઈપી સંસ્કૃતિને ખતમ કરવા માટે અને ભારતીય રેલવેમાં પ્રોટોકોલનું પાલન થાય તે માટે લોહાની સમયાંતરે આવા પ્રકારના નિર્દેશ આપતા રહે છે.
First published: April 23, 2018, 9:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading