નવી દિલ્હી : દેશમાં વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની સાથે કોવિડ-19 વેક્સીનની અછત જોવા મળી રહી છે. આવામાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને કોરોના વેક્સીન (Coronavirus Vaccine)બનાવનાર પૂણેની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના (SII)સીઇઓ અદાર પૂનાવાલાએ (Adar Poonawalla)વિદેશી અખબાર સાથે વાતચીત કરી છે. જેમાં તેમણે કહ્યું કે ભારતમાં કોરોના વેક્સીન કોવિશીલ્ડની (Covishield)જલ્દી સપ્લાય કરવાની માંગણીવાળા ફોન કોલ્સ તેમની પાસે આવી રહ્યા છે. આ કોલ દેશના કેટલાક સૌથી પાવરફૂલ લોકો પણ કરી રહ્યા છે.
ધ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં અદાર પૂનાવાલાએ કહ્યું કે ફોન કોલ્સ સૌથી ખરાબ ચીજ છે. આ કોલ ભારતના કેટલાક સૌથી પાવરફૂલ લોકોની તરફથી આવી રહ્યા છે. જેમાં રાજ્યોના મુખ્યમંત્રી, બિઝનેસ કંપનીઓના પ્રમુખ અને અન્ય સામેલ છે. કોલમાં કોવિશીલ્ડની તાત્કાલિક આપૂર્તિની માંગ કરવામાં આવી રહી છે.
પૂનાવાલાએ કહ્યું કે આ દબાણ જ મુખ્યત્વ છે જેના કારણે હું પોતાના પરિવાર સાથે ભારત છોડીને લંડનમાં રહી રહ્યો છું. હું લંડનમાં વધેલા ગાળામાં રહી રહ્યો છું કારણ કે ફરીથી તે પરિસ્થિતિમાં જવા માંગતો નથી. બધુ મારા ખભે આવશે પણ હું એકલો કરી શકીશ નહીં.
તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે હું એવી સ્થિતિમાં રહેવા માંગતો નથી તે જ્યાં તમે ફક્ત પોતાની જોબ કરવાનો પ્રયત્ન રહી રહ્યા હોય અને જ્યારે તમે કોઈને જરૂરિયાતની સપ્લાય નહીં આપો તો તમે વિચારી નહીં શકો કે તે શું કરવા જઈ રહ્યા હશે. અપેક્ષા અને આક્રામકતાનું સ્તર વાસ્તવમાં અભૂતપૂર્વ છે. બધાને લાગે છે કે તેમને વેક્સીન લાગવી જોઈએ. તેમને એ સમજાતું નથી કે તેમને પહેલા કોઈને કેમ વેક્સીન મળવી જોઈએ.
અદાર પૂનાવાલાએ ઇન્ટરવ્યૂમાં એ પણ સંકેત આપ્યો કે લંડનમાં આવવાનુ એક કારણ વેક્સીન ઉત્પાદનના વ્યવસાયને વધારીને ભારતની બહાર સ્થાપિત કરવાનો પણ છે. બ્રિટનમાં વેક્સીન વ્યવસાય સ્થાપિત કરવાના સવાલ પર તેમણે કહ્યું કે આ સંબંધમાં આગામી કેટલાક દિવસોમાં જાહેરાત થઇ શકે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર