Home /News /national-international /

અદાણીને મોટી રાહત, ઓસ્ટ્રેલિયામાં કોલ માઇલ પ્રોજેક્ટને મળી મંજૂરી

અદાણીને મોટી રાહત, ઓસ્ટ્રેલિયામાં કોલ માઇલ પ્રોજેક્ટને મળી મંજૂરી

ગૌતમ અદાણી ફાઇલ તસવીર

    ઓસ્ટ્રેલિયામાં ભારે વિરોધનો સામનો કરી રહેલા અદાણી ગ્રુપ માટે આજે એક રાહતના સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની ફેડરલ સરકારે તેની થર્મલ કોલ માઇન માટેના ગ્રાઉંડ વોટર અને રેલ્વે ઇનફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ કંપનીને પર્યાવરણને લગતા ક્લિયરન્સ પણ મળી ગયા છે. આમ થવાથી અદાણી માટે ઓસ્ટ્રેલિયામાં પોતાનો કોલ માઇન પ્રોજેકટ આગળ વધારવા માટેનો રસ્તો સાફ થયો છે. ત્યાના પર્યાવરણ મંત્રી મેલેસા પ્રાઇસે એક સ્ટેટમેંટમાં જણાવ્યુ કે સરકારે આ પ્રોજેક્ટ્સ માટે સ્વતંત્ર રીતે મૂલ્યાંકન કરાવ્યુ હતું અને આ પ્રોજેકટ તમામ પ્રકારની વૈજ્ઞાનિક જરૂરિયાતો પૂરી કરે છે તેથી તેને મંજૂરી આપવામાં આવી છે.

    ઓસ્ટ્રેલિયામાં ક્વીન્સલેન્ડ રાજયમાં અદાણીના થર્મલ કોલ માઇન પ્રોજેકટ સામે સ્થાનિકોમાં અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે વિરોધ થઈ રહ્યો છે અને તેના કારણે જ સમગ્ર પ્રોજેકટમાં મોડુ થઈ રહ્યું છે. આજે અદાણીના ગ્રાઉંડ વોટર અને રેલ્વે પ્રોજેક્ટ્સને પર્યાવરન મંત્રાલયે એમ કહી મંજૂરી આપી હતી કે કંપનીના રિવઇઝ્ડ પ્રોજેકટ પ્લાન મુજબ પર્યાવરણને કોઈ નુકસાન પહોચતું નથી અને સરકારે તે અંગે સ્વતંત્ર એજન્સી પાસે ચકાસણી કરવી છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોર ભૂલ્યા ભાન, અશોભનીય શબ્દનો કર્યો પ્રયોગ

    અદાણી ગ્રુપની ઓસ્ટ્રેલિયન કંપની અદાણી માઇનિંગના સીઇઓ લુકાસ ડોવે જણાવ્યુ હતું કે, અમે સરકારના નિર્ણયને અવકારી છીએ. અમારી યોજનાઓના સ્વતંત્ર મૂલ્યાંકંઠી એ સાબિત થયું છે કે આ માઇનના ગ્રાઉંડ વોટર અને તેના આધારિત ઇકોસિસ્ટમને કોઈ નુકસાન પહોચશે નહીં. અમને ખાતરી છે કે, આ યોજનાઓથી અમે ટકાઉ પર્યાવરણીય પરિણામો મેળવીશું અને હવે અમે ઉત્તર અને મધ્ય ક્વીન્સલેન્ડના લોકો માટે અમારા પ્રોજેક્ટની હજારો નોકરીઓ પહોંચાડવાની આશા રાખીએ છીએ.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Approval, Australian, Coal mine, Further environmental, અદાણી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन