Home /News /national-international /

લખનઉમાં કોણ જીતશે? રાજનાથ સિંહની સામે શત્રુઘ્ન સિન્હાની પત્ની મેદાને

લખનઉમાં કોણ જીતશે? રાજનાથ સિંહની સામે શત્રુઘ્ન સિન્હાની પત્ની મેદાને

    ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની હાઇપ્રોફાઇલ સીટ પર ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહને ટક્કર આપવા સપાએ પૂનમ સિન્હાને ટિકિટ આપી છે. પૂનમ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિન્હાની પત્ની છે. પૂનમ સિન્હા મંગળવારે લખનઉ પહોંચી અને સપામાં વિધિવત રીતે જોડાઇ હતી. પૂનમ સિન્હાના નામનું ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યું છે જે 18 એપ્રિલે સવારે ફોર્મ ભરશે.

    સમાજવાદી પાર્ટી લખનઉ સીટથી કોઇ એવા ચહેરાને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં હતી, જે રાજનાથ સિંહને ટક્કર આપી શકે. થોડા સમય પહેલા શત્રુઘ્ન સિન્હાની સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત થઇ હતી. આ મુલાકાત દરમિયાન પૂનમ સિન્હાને લખનઉથી ટિકિટ આપવાની વાત ફાઇનલ થઇ હતી. પરંતુ નામની જાહેરાત પહેલા સમાજવાદી પાર્ટી ઇચ્છતી હતી કે પહેલા શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં સામેલ થાય. જેથી લખનઉ સીટ પર વિપક્ષનો કોઇ મોટાગજાનો નેતા મેદાન પર ઉતરે.

    અહીં ક્લિક કરી વાંચોઃ ઓછા મત મળ્યાં તો કામ નહીં મળે, મોદીએ કેમેરા લગાડ્યા છે: MLA





    કોંગ્રેસ તરફથી પણ રાજનાથ સિંહ સામે લડવા કોઇ તૈયાર નથી. કોંગ્રેસ એક બ્રાહ્મણ ચહેરાને અહીંથી ઉમેદવાર બનાવવા ઇચ્છે છે. આ માટે જીતિન પ્રસાદને ઓફર પણ કરી હતી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે જીતિન આ માટે તૈયાર ન થયા. ત્યારબાદ કોંગ્રેસે પ્રમોદ કૃષ્ણમ અને હિન્દુ મહાસભાના સ્વામી ચક્રપાણી મહારાજને અહીથી લડવાની ઓફર કરી પરંતુ તેઓએ પણ મનાઇ કરી દીધી.

    હવે કહેવામાં આવી રહ્યું છે કે શત્રુઘ્નએ કોંગ્રેસ હાઇકમાનને મનાવી લીધું છે કે પાર્ટી લખનઉમાં કોઇ ઉમેદવાર મેદાને નહીં ઉતારે, જેનાથી મતોમાં ભાગલા પડે. પૂનમ સિન્હાને મેદાને ઉતારવાનું કારણ લખનઉમાં અંદાજે અઢી લાખની આસપાસ કાયસ્થ મતદાતા છે. સાથે જ તેમના નામ સાથે શત્રુઘ્ન સિન્હાનું સ્ટારડમ પણ છે. તો પૂનમ સિન્ધી પરિવારમાંથી આવે છે, જેનું એક વોટબેંક લખનઉમાં જોવા મળે છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Lok sabha election 2019, Lucknow, Shatrughan Sinha, અભિનેતા, સમાજવાદી પાર્ટી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन