હિન્દુ શબ્દ મુઘલોએ આપ્યો, અંગ્રેજોએ આગળ વધાર્યોઃ કમલ હાસન

 • Share this:
  અભિનેતા અને નેતા કમલ હસનના એક નિવેદનથી ફરી વિવાદ વકર્યો છે. શનિવારે તેઓએ ટ્વીટ કરીને કહ્યું કે, હિન્દુ શબ્દ ભારતનો નથી. આ શબ્દ આપણને મુઘલોએ આપ્યો અને બાદમાં અંગ્રેજોએ પોતાના રાજ દરમિયાન તેને પ્રોત્સાહન આપ્યું.

  કમલ હસને કહ્યું કે, પહેલી સદીના તમિળ ભારતના અલવર (વૈષ્ણવ) અને નયનાર (શૈવ) પંરપરાએ પણ ક્યારેય ધર્મ માટે હિન્દુ શબ્દનો ઉલ્લેખ નથી કર્યો.

  અહીં ક્લિક કરી વાંચોઃ PM મોદી કેદારનાથની ગુફામાં કરી શિવ સાધના

  હાસને ટ્વીટર પર તમિળ કહેવત પોસ્ટ કરીને કહ્યું કે, સમરસતાથી રહેવામાં જ કરોડો લોકોની ભલાઇ છે. તેઓએ વિચાર મુક્યો કે, કોઇ રાષ્ટ્રને ધાર્મિક આધારે સમેટી લેવો રાજકીય, આધ્યાત્મિક અને વાણિજ્યિક રીતે ખોટું છે.

  આ અગાઉ હાસને તમિલનાડુના અરાવકુરિચિમાં ચૂંટણી અભિયાન દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, આઝાદ ભારતનો પ્રથમ આતંકી એક હિન્દુ હતો. તેનું નામ નાથૂરામ ગોડસે હતું. અહીંથી આતંકવાદની શરૂઆત થઇ હતી. આ નિવેદન બાદ હાસનની ચારેતરફ ટિકા થઇ હતી. તેઓ નવેમ્બર 2017માં પણ હિન્દુ કટ્ટરવાર પર નિવેદન આપીને વિવાદોમાં ઘેરાયા હતા.
  Published by:Sanjay Vaghela
  First published: