#Missionpaani: આમીર ખાન અભિયાનમાં જોડાયા, કહ્યું પાણી બચાવવું જરૂરી
#Missionpaani: આમીર ખાન અભિયાનમાં જોડાયા, કહ્યું પાણી બચાવવું જરૂરી
આમીરે જણાવ્યું કે મહારાષ્ટ્ર્ના 150 તાલુકામાં દુષ્કાળગ્રસ્ત સ્થિતિ છે. અહીં અમારી સંસ્થા પાણીના સ્ત્રોતની શોધ કરી પાણી સમસ્યાને કેવી રીતે પહોંચી વળવું તેના પર કામ કરી રહ્યાં છીએ.
આમીરે જણાવ્યું કે મહારાષ્ટ્ર્ના 150 તાલુકામાં દુષ્કાળગ્રસ્ત સ્થિતિ છે. અહીં અમારી સંસ્થા પાણીના સ્ત્રોતની શોધ કરી પાણી સમસ્યાને કેવી રીતે પહોંચી વળવું તેના પર કામ કરી રહ્યાં છીએ.
બોલીવૂડ અભિનેતા આમીર ખાને નેટવર્ક 18ના અભિયાન મિશન પાણીને સપોર્ટ કર્યો છે. તેઓએ કહ્યું કે પાન-ઇન્ડિયા કેમ્પેઇનનો અર્થ પાણી બચાવવા અંગે જાગૃતિ લાવવાનો છે. આપણે પાણીના સ્ત્રોતની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. જો આવું ન કર્યું તો ભવિષ્યમાં પાણીતંગી સર્જાશે.
CNN-News18 સાથે વાતચીતમાં આમીર ખાતે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા, તેઓએ કહ્યું કે વડાપ્રધાને જલ મંત્રાલય બનાવીને ઉત્તમ કામ કર્યું છે. આ દેશ માટે ખુબ સારું પગલું છે. આમીર ખાન વર્ષ 2006થી પાણી માટે અભિયાન ચલાવી રહ્યો છે, આ કામમાં તેની પત્ની કિરણ રાઉ પણ મદદ કરી રહી છે. બંનેએ એક મહારાષ્ટ્રમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મદદ કરવા માટે એક પાણી ફાઉન્ડેશન સંસ્થા બનાવી છે.
આમીરે જણાવ્યું કે અમે ચાર વર્ષ પહેલા પાણીની સમસ્યા પર પ્રોજેક્ટ શરૂ કર્યો. સત્યમેવ જયતે કાર્યક્રમમાં પાણીની સમસ્યા પર ખાસ સેગમેન્ટ બનાવ્યા. આ દરમિયાન મને પાણીની સમસ્યા અંગે જાણ થઇ ત્યારબાદ અમે પાણી ફાઉન્ડેશનની સ્થાપના કરવાનું નક્કી કર્યું અને આ સંસ્થા તરફથી સતત પાણી સમસ્યા પર મદદ કરી રહ્યાં છીએ.
પોતાની સંસ્થાએ મહારાષ્ટ્ર જ કેમ પસંદ કર્યું તે અંગે વાત કરતાં આમીરે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં લગભગ દર વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઇ છે. અમે છથી આઠ મહિના મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ગયા જ્યાં ખરેખર પાણીની ખૂબ જ તંગી છે. સત્યમેવ જયતેની સમગ્ર ટીમ અમારી પાણી ફાઉન્ડેશન સંસ્થાના સભ્યો બન્યા.
આમીરે જણાવ્યું કે મહારાષ્ટ્ર્ના 150 તાલુકામાં દુષ્કાળગ્રસ્ત સ્થિતિ છે. અહીં અમારી સંસ્થા પાણીના સ્ત્રોતની શોધ કરી પાણી સમસ્યાને કેવી રીતે પહોંચી વળવું તેના પર કામ કરી રહ્યાં છીએ. આમીરે કહ્યું કે મહારાષ્ટ્ર એક મોટું રાજ્ય છે. અહીં અમે દરેક તાલુકાથી લઇને ગામડા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. આ દરમિયાન અમારી સામે જાતિવાદથી લઇને પોલિટિકલ જેવા અનેક પ્રશ્નો આવ્યા છે છતા અમે તેના પર કામ કરી રહ્યાં છીએ.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર