ઇમરાન ખાન પર મોટો આરોપ, કોરોનાના બધા દર્દીઓને PoKમાં શિફ્ટ કરી રહ્યું છે પાકિસ્તાન

News18 Gujarati
Updated: March 24, 2020, 6:09 PM IST
ઇમરાન ખાન પર મોટો આરોપ, કોરોનાના બધા દર્દીઓને PoKમાં શિફ્ટ કરી રહ્યું છે પાકિસ્તાન
ઇમરાન ખાન પર મોટો આરોપ, કોરોનાના બધા દર્દીઓને PoKમાં શિફ્ટ કરી રહ્યું છે પાકિસ્તાન

PoKના પોલિટિકલ એક્ટિવિસ્ટ નાસિર અજીજે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન જાણી જોઈને દેશમાં કોરોના ફેલાવી રહ્યું છે જેથી આંતરરાષ્ટ્રીય સહાય મેળવી શકે

  • Share this:
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં (Pakistan)કોરોના વાયરસથી (Coronavirus) સંક્રમિત લોકોની સંખ્યા 900થી વધારે થઈ ગઈ છે. કોરન્ટાઇન કેમ્પોની ખરાબ સ્થિતિ અને ડોક્ટરોને માસ્ક, મોજા ન મળવાના કારણે ઇમરાન સરકાર (Imran Khan)ની પહેલા જ ટિકા થઈ રહી છે. આ દરમિયાન PoKના પોલિટિકલ એક્ટિવિસ્ટ નાસિર અજીજે આરોપ લગાવ્યો છે કે ઇમરાન સરકાર પંજાબ અને સિંધના કોરોના પીડિત દર્દીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મીરપુર શહેરમાં શિફ્ટ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન જાણી જોઈને દેશમાં કોરોના ફેલાવી રહ્યું છે જેથી આંતરરાષ્ટ્રીય સહાય મેળવી શકે.

યૂનાઇટેડ કાશ્મીર પીપલ નેશનલ પાર્ટીના પ્રવક્તા નાસિરે આરોપ લગાવ્યો છે કે દુનિયાભરના દેશ આ મહામારીથી નિપટવા માટે જાન લગાવી રહ્યા છે. જ્યારે પાકિસ્તાન આના દ્વારા દેવા માફી અને આંતરરાષ્ટ્રીય સહાયત મેળવવા માંગે છે. પાકિસ્તાન એકદમ ગંભીર નથી.

આ પણ વાંચો - નાણા મંત્રીની જાહેરાત, બીજી બેંકના ATMમાંથી પૈસા કાઢવા પર કોઈ ચાર્જ નહીં લાગે

નાસિરે આરોપ લગાવ્યો છે કે ઇમરાન સરકાર એક ષડયંત્ર તરીકે દેશભરના બધા કોરોના દર્દીઓને પીઓકેના મીરપુર શહેરમાં શિફ્ટ કરી રહી છે. આખા પાકિસ્તાનમાં કોરોનાના કેસ સામે આવ્યા છે જ્યારે પીઓકેમાં ફક્ત એક જ કેસ સામે આવ્યો છે. અહીંની હોસ્પિટલમાં લેબોટરી નથી, ડોક્ટર અને અન્ય સ્ટાફ પણ પુરતા પ્રમાણમાં નથી. જ્યારે લાહોર, ઇસ્લામાબાદ અને કરાચીમાં વિશ્વ સ્તરની હોસ્પિટલો છે આમ છતા કોરોનાના દર્દીઓને અહીં લાવવાનો અર્થ સમજાતો નથી. પીઓકેના લોકોએ તેની સામે પ્રદર્શનો શરુ કરી દીધા છે.
First published: March 24, 2020
વધુ વાંચો
अगली ख़बर