Home /News /national-international /

ઈચ્છામૃત્યુઃ એ તમામ વાત જે તમે જાણવા માંગો છો

ઈચ્છામૃત્યુઃ એ તમામ વાત જે તમે જાણવા માંગો છો

પ્રતિકાત્મક તસવીર

ઈચ્છામૃત્યુઓનો અર્થ થાય છે કે ગંભીર તેમજ જેની સારવાર શક્ય નથી તેવી બીમારીથી પીડિત વ્યક્તિને પીડામાંથી મુક્તિ અપાવવા માટે ડોક્ટરની મદદથી તેના જીવનનો અંત લાવવો.

  સુપ્રીમ કોર્ટે ઈચ્છામૃત્યુ પર પોતાનો ચુકાદો આપી દીધો છે. લાંબા સમયથી સરકાર પાસેથી આને કાયદાનું સ્વરૂપ આપવાની માંગણી થઈ રહી હતી. તેના તમામ પાસાઓ વિશે જાણીએ.

  શું છે ઈચ્છામૃત્યુ?

  ઈચ્છામૃત્યુઓનો અર્થ થાય છે કે ગંભીર તેમજ જેની સારવાર શક્ય નથી તેવી બીમારીથી પીડિત વ્યક્તિને પીડામાંથી મુક્તિ અપાવવા માટે ડોક્ટરની મદદથી તેના જીવનનો અંત લાવવો. યૂથનેશિય (Euthanasia)મૂળ ગ્રીક શબ્દ છે. જેમાં EUનો મતલબ સારું અને Thanatosનો અર્થ મોત થાય છે. તેને મર્સી કિલિંગ પણ કહેવામાં આવે છે. દુનિયાભરમાં ઈચ્છામૃત્યુ આપવાની માંગ વધી રહી છે.

  ભારતનો કાયદો શું કહે છે?

  ભારતમાં ઈચ્છામૃત્યુ અને દયામૃત્યુ બંને ગેરકાયદે કૃત્ય છે. ભારતીય દંડ સંહિતાની કલમ 309 અંતર્ગત તે આત્મહત્યાનો ગુનો છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે તેને મંજૂરી આપી દીધી છે.

  સરકારનું શું કહેવું છે?

  સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ પર કાયદો બનાવવાની દિશામાં કામ કરી રહી છે. કેન્દ્રએ કોર્ટને જણાવ્યું હતું કે, આ અંગે ઘડવામાં આવેલી વિશેષ સમિતિએ અમુક કેસમાં(કોમામાં રહેલા દર્દીની લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવવી) ઈચ્છામૃત્યુને યોગ્ય ગણાવ્યું છે, પરંતુ 'લિવિંગ વિલ'ને સરકાર સમર્થન નથી કરતી.

  શું છે સક્રિય અને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ?

  ઈચ્છામૃત્યુને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં સક્રિય ઈચ્છામૃત્યુ (એક્ટિવ યૂથેનેશિયા) અને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ (પેસિવ યૂથેનેશિયા)નો સમાવેશ થાય છે. સક્રિય ઈચ્છામૃત્યુમાં સારવાર શક્ય ન હોય તેવી બીમારીથી પીડિત વ્યક્તિના જીવનનો અંત ડોક્ટરની મદદથી ઇન્જેક્શન આપીને કરવામાં આવે છે.

  નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ એટલે કે જ્યાં સારવાર શક્ય ન હોય તેવી બીમારીથી પીડિત વ્યક્તિ લાંબા સમયથી કોમામાં હોય. ત્યારે તેમના સંબંધીઓની સહમતિથી લાઇફ સપોર્ટ સિસ્ટમ બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે તેના જીવનનો અંત થાય છે. જોકે, અસંખ્ય લોકો માને છે કે એક્ટિવ હોય કે પછી પેસિવ, ઈચ્છામૃત્યુ એ હત્યા જ છે.

  ઈચ્છામૃત્યુને વિલ સાથે શું સંબંધ?

  સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો હતો તેમાં લેખિત વિલ (લિવિંગ વિલ)ને માન્યતા આપવાની માંગણી કરવામાં આવી હતી. 'લિવિંગ વિલ' એક લેખિત દસ્તાવેજ છે, જેમાં દર્દી પહેલાથી જ ઈચ્છા જાહેર કરે છે કે મરણપથારીએ પહોંચવાની સ્થિતમાં અથવા તે મંજૂરી ન આપી શકે તેવા કેસમાં તેની સારવાર કેવી રીતે કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે લિવિંગ વિલને મંજૂરી નથી આપી.

  ચુકાદો આપનાર પાંચ ન્યાયાધીશ કોણ છે?

  ઈચ્છામૃત્યુ પર ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એકે સિકરી, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ સામેલ હતા.

  કોણે દાખલ કરી હતી અરજી?

  એનજીઓ કોમન કોઝ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આર્ટિકલ 21 અંતર્ગત જેવી રીતે નાગરિકોને જીવવાનો અધિકાર આપ છે, તેવી રીતે તેને મરવાનો પણ અધિકાર છે. કોમન કોઝના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે ગંભીર બીમારીના કેસમાં 'લિવિંગ વિલ' બનાવવાનો હક હોવો જોઈએ.

  શું આનો ગેરઉપયોગ થઈ શકે છે?

  હા, આવું થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ખુદ આવી આશંકા વ્યક્ત કરી હતી કે આજકાલ મધ્યમ વર્ગમાં વૃદ્ધોને બોજ ગણવામાં આવી રહ્યા છે. તેમને તેમના સંબંધીઓ ઈચ્છામૃત્યુ આપી શકે છે.

  કયા દેશમાં ઈચ્છામૃત્યુની જોગવાઈ

  અમેરિકાઃ અહીં ઈચ્છામૃત્યુ ગેરકાયદે છે પરંતુ ઓરોગન, વોશિંગ્ટન અને મોન્ટાના રાજ્યામાં ડોક્ટરની સલાહ અને તેમની મદદથી ઈચ્છામૃત્યુને પરવાનગી આપવામાં આવી છે.

  સ્વિટ્ઝર્લેન્ડઃ અહીં જાતે જ ઝેરયુક્ત સોઇથી આત્મહત્યા કરવાની પરવાનગી છે, પરંતુ ઈચ્છામૃત્યુ ગેરકાનૂની છે.

  નેધરલેન્ડઃ અહીં ઈચ્છામૃત્યુને પરવાનગી આપવામાં આવી છે.

  બેલ્ઝિયમઃ અહીં સપ્ટેમ્બર 2002થી ઈચ્છામૃત્યુ કાયદેસર છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Supreme Court

  આગામી સમાચાર