Home /News /national-international /ગુજરાતમાં હાર પર કોંગ્રેસે કહ્યું - BJP, AIMIM અને AAP ગઠબંધન સાથે સ્પર્ધા હતી

ગુજરાતમાં હાર પર કોંગ્રેસે કહ્યું - BJP, AIMIM અને AAP ગઠબંધન સાથે સ્પર્ધા હતી

ગુજરાતમાં હાર પર કોંગ્રેસ બોલી

Gujarat Congress: કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનને 'અત્યંત નિરાશાજનક' ગણાવ્યું છે. કોંગ્રેસે કહ્યું કે, હવે સ્થાનિક નેતૃત્વ અંગે કડક નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. જયરામ રમેશે એવો પણ દાવો કર્યો હતો કે, ગુજરાતમાં કોંગ્રેસની લડાઈ ભારતીય જનતા પાર્ટી તેમજ તેના ગઠબંધનના "બિનસત્તાવાર ઘટક પક્ષો" , AIMIM અને આમ આદમી પાર્ટી સાથે હતો.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: કોંગ્રેસે શુક્રવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેની હાર બાદ કહ્યું હતું કે, તેનું પ્રદર્શન "અત્યંત નિરાશાજનક" રહ્યું છે અને સ્થાનિક નેતૃત્વ પર કડક નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે એવો પણ દાવો કર્યો હતો કે, ગુજરાતમાં કોંગ્રેસની લડાઈ ભારતીય જનતા પાર્ટી તેમજ તેના ગઠબંધનના "બિનસત્તાવાર ઘટક પક્ષ", AIMIM અને આમ આદમી પાર્ટી સાથે હતો.

  તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, “ગુજરાતના ચૂંટણી પરિણામો ખૂબ જ નિરાશાજનક છે. અમને આની અપેક્ષા ન હતી. ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કોઈ સ્પર્ધા નહોતી. એક તરફ ભાજપ, AIMIM અને AAPનું ગઠબંધન હતું અને બીજી તરફ કોંગ્રેસ. અમે ફરિયાદ કરી, પરંતુ કોઈ પગલાં લેવાયા નહીં. 'G2' એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની લાગી રહ્યા હતા. આચારસંહિતાનો ભંગ થયો હતો."

  આ પણ વાંચો: ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી ખરાબ સ્થિતિમાં કોંગ્રેસ, જાણો આ 5 કારણ

  તેમણે કહ્યું કે, “અમારી વોટ ટકાવારી 40 ટકાથી નીચે આવીને 27 થઈ ગઈ છે. જોકે 27 ટકા વોટ ઓછા નથી હોતા, તે ચૂંટણીમાં 40 ટકા સુધી પહોંચી શકે છે.” રમેશે કહ્યું કે, “અમે કોઈ બહાનું નથી બનાવી રહ્યા. આ આત્મનિરીક્ષણનો સમય છે, એક થવાનો સમય છે. નવું નેતૃત્વ લાવવાનો સમય આવી ગયો છે. ગુજરાતમાં મુદ્દાઓ છે. તેમણે એમ પણ કહ્યું કે, હવે સ્થાનિક નેતૃત્વને લઈને કડક નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે, આ અભિયાન રાજ્યના નેતૃત્વ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

  182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં ભાજપને 52.5 ટકા મતો સાથે 156 બેઠકો મળી છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ 27 ટકા મતો સાથે 17 બેઠકો પર ઘટી પર રહી ગઈ છે, જ્યારે AAPને 13 ટકા મતો સાથે પાંચ બેઠકો મળી હતી.

  હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત પર રમેશે કહ્યું કે, જનતાએ મોટી જવાબદારી સોંપી છે અને હવે સરકારે જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા સહિત વિવિધ વચનો પૂરા કરવાના છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, “એક રીતે હિમાચલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિયાન નિષ્ફળ ગયું છે. ગુજરાતને છોડીને, બીજેપીની વિરુદ્ધ દરેક જગ્યાએ પરિણામો આવ્યા છે."
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત કોંગ્રેસ

  विज्ञापन
  विज्ञापन