ચંડીગઢઃ પંજાબના લુધિયાના (Ludhiana)માં કોરોના પોઝિટિવ એસીપી અનિલ કોહલીનું (ACP Anil Kohli) શનિવારે મોત થયું હતું. ACP કોહલી એસપીએસ હોસ્પિટલમાં અનેક દિવસોથી વેન્ટિલેટર ઉપર હતા. તેમને 13 એપ્રિલે કોરોના વાયરસ (Coronavirus)હોવાની જાણ થી હતી. ત્યારબાદ એસીપીની પત્ની અને તેમના ડ્રાઈવરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. બંને પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
લુધિયાણા જિલ્લાના જનસંપર્ક ઓફિસરના જણાવ્યા પ્રમાણે લુધિયાણાના આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ (ACP) અનિલ કોહલીનું કોવિદ-19ના કારણે મોત નીપજ્યું હતું. તેઓ લુધિયાણાના એસપીએસ હોસ્પિટલમાં દાખલ હતા. તેની સારવાર ચાલી રહી હતી.
એસીપી અનિલ કુમારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેની હિસ્ટ્રી ટ્રેસ કરવામાં આવી રહી હતી. બસ્તી જોધેવાલ, દરેસી અને સલેમ ટાબરી પોલીસ સ્ટેશનના SHO સહિત 24 પોલીસ કર્મચારીઓના ટેસ્ટ કરાવ્યા છે. જે પૈકી કેટલાકને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે ACPની પત્ની અને તેમના ટ્રાઈવરના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પ્લાઝ્મા થેરાપીથી સારવારની તૈયારી
માનવામાં આવી રહ્યું હતું કે એસીપી અનિલ કોહલીની સારવાર પ્લાઝ્મા થેરાપીથી કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. જે પંજાબનો આ પહેલો કેસ હોત જેને પ્લાઝ્મા ટ્રીટમેન્ટ કરવામાં આવત.
સરકારથી કોરોના દર્દીઓના પ્લાઝ્મા ટ્રીટમેન્ટની મંજૂરી મળ્યા બાદ લુધિયાણાની હોસ્પિટલમાં એસીપીની આ થેરાપીથી સારવાર કરવામાં આવવાની હતી. જેના માટે એક ડોનરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પહેલા જ પોલીસ અધિકારીએ દમ તોડી દીધો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર