Home /News /national-international /લગ્ન પ્રસંગમાં બની ભયાનક દુર્ઘટના: ફિલ્મનું ગીત દારૂની બોટલ અને ડાન્સ, બે બહેનો પર...
લગ્ન પ્રસંગમાં બની ભયાનક દુર્ઘટના: ફિલ્મનું ગીત દારૂની બોટલ અને ડાન્સ, બે બહેનો પર...
ડાન્સ કરતા સમયે બોટલમાંથી નીકળેલા તરલના કારણે ત્યાં હાજર લોકો ડરી ગયા હતા.
Kanpur News: અચાનક આ અકસ્માત સર્જાતા હોબાળો મચી ગયો હતો. પડોશમાં ચર્ચા શરૂ થઈ પછી પોલીસ તે સ્થળે પહોંચી, જ્યારે પોલીસે તે બોટલ જોઈ અને સ્થળના આયોજકની પૂછપરછ કરી.
કાનપુર: લગ્ન પ્રસંગનું એક એવું ઘર જ્યા 2 દિવસ બાદ લગ્ન થવાના હતા અને લગ્ન પહેલાના કાર્યક્રમનો આનંદ હતો. ત્યાં મહેંદીની રસ્મના એક દિવસ અગાઉ એક એવી ઘટના બની કે, જેમા બે સગી બહેનો પર તેજાબ પડવાથી તેઓ દાઝી ગઇ. આ દુર્ઘટના ભલે અજાણતા થઇ હોય પરંતુ ત્યાં હાજર લોકો તે જોઇ ડરી ગયા હતા.
પ્રાપ્ત જાણકારી અનુસાર, કાનપુરના જુહી પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા એક વિસ્તારમાં અતીકની દીકરીના લગ્ન 27 નવેમ્બરે થવાના હતા. પીઠીની વિધિ ચાલી રહી હતી અને મહિલાઓ ડાન્સ કરી રહી હતી અને ત્યાં જ એક ફિલ્મનું પ્રખ્યાત ગીત ‘નશા શરાબ મેં હોતા તો...’ પર મહિલાઓ ડાન્સ કરી રહી હતી. તેણે પોતાની પાસે રાખેલી બોટલ, જેને તે પાણી સમજતી હતી, ડાન્સમાં ઉપીયોગ કરવા માટે ઉઠાવી અને ડાન્સ કરવા લાગી. પરંતુ લોકો ત્યારે ડરી ગયા જ્યારે બોટલનું ઢાંકણું ઢીલુ હોવાથી તમાંથી નીકળેલા તરલના કારણે ત્યાં બેસેલી યાસમીન અને શાહીન દાઝી ગઇ.
ડાન્સ કરતા સમયે બોટલમાંથી નીકળેલા તરલના કારણે ત્યાં લોકો ડરી ગયા. લોકોને પછી ખબર પડી કે તેમા તેજાબ હતું. આનન-ફાનનમાં બંને બહેનોને નજીકના હોસ્પિલમાં લઇ જવામાં આવી અને તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
અચાનક આ અકસ્માત સર્જાતા હોબાળો મચી ગયો હતો. પડોશમાં ચર્ચા શરૂ થઈ પછી પોલીસ તે સ્થળે પહોંચી, જ્યારે પોલીસે તે બોટલ જોઈ અને સ્થળના આયોજકની પૂછપરછ કરી. એક ડાન્સનો એક વીડિયો પણ સામે આવ્યો, જેના પછી આખી ઘટના સામે આવી. રાત્રે બંને સગી બહેનોની સારવાર માટે બીજી ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી અને પછી તેમને કાનપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવી.
આ મામલે જૂહી પોલીસ સ્ટેશનના પ્રભારીએ કહ્યું કે, સમગ્ર મામલામાં ફરિયાદ મળવા પર કાર્યવાહી કરવામાં આવશે. અતીકના પુત્ર, પુત્રવધૂ અને પુત્રવધૂની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડાન્સ કરતી મહિલાએ જણાવ્યું કે તેણે એસિડની બોટલને પાણી સમજીને ઉપાડી લીધી, જેના કારણે આ અકસ્માત થયો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર