Home /News /national-international /Shree Panchkhand Pithadhiswar Passed away: શ્રીપંચખંડ પીઠાધીશ્વર આચાર્ય ધર્મેન્દ્રનું 80 વર્ષની વયે નિધન, PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી

Shree Panchkhand Pithadhiswar Passed away: શ્રીપંચખંડ પીઠાધીશ્વર આચાર્ય ધર્મેન્દ્રનું 80 વર્ષની વયે નિધન, PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી

શ્રીપંચખંડ પીઠાધીશ્વર આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર - ફાઇલ તસવીર

Shree Panchkhand Pithadhiswar Passed away: શ્રીપંચખંડ પીઠાધીશ્વર આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર મહારાજ 28મી ઓગ્સ્ટે જયપુરના સવાઈ માનસિંહ સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાં જ સોમવારે તેમણે અંતિમશ્વાસ લીધા છે. આચાર્યનો મઠ જયપુરના પાસે આવેલા વિરાટનગરમાં છે.

વધુ જુઓ ...
  જયપુરઃ શ્રીપંચખંડ પીઠાધીશ્વર આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર મહારાજનું સોમવારે જયપુરની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા. હોસ્પિટલના સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે, આચાર્યને 28મી ઓગસ્ટે જયપુરના સવાઈ માનસિંહ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં જ તેમણે અંતિમશ્વાસ લીધા છે. તેમનો મઠ જયપુરના વિરાટનગરમાં આવેલો છે.

  આચાર્યના નિધન પર વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો


  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ છે કે, સમાજ અને રાષ્ટ્રસેવામાં સમર્પિત શ્રીમદ પંચખંડ પીઠાધીશ્વર આચાર્ય ધર્મેન્દ્રજીના નિધનથી ખૂબ દુઃખ થયું છે. તેમના નિધનથી ધાર્મિક અને આધ્યાત્મિક જગતમાં અપૂર્ણ ખોટ પડી છે. ઇશ્વર તેમને ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ!

  આ પણ વાંચોઃ શા માટે સ્વામી સ્વરૂપાનંદને આપવામાં આવશે ભૂસમાધિ

  અમિત શાહે પણ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી


  તો બીજી તરફ, અમિત શાહે સ્વામી ધર્મેન્દ્ર મહારાજના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, સનાતન પરંપરાને આગળ વધારવામાં તથા શ્રીરામ જન્મભૂમિ આંદોલનને એક-એક માણસ સુધી પહોંચાડવામાં તેમનું અતુલનીય યોગદાન રહ્યુ છે. અમિત શાહે એક ટ્વીટમાં કહ્યુ છે કે, શ્રીપંચખંડ પીઠાધીશ્વર આચાર્ય ધર્મેન્દ્રજીના નિધનથી દુઃખી છું. સનાતન પરંપરાને આગળ વધારવામાં તેમજ શ્રીરામ જન્મભૂમિ આંદોલનને લોકો સુધી પહોંચાડવામાં તેમનું અતુલનીય યોગદાન રહ્યુ છે. તેમના વિચારો આગામી પેઢીને પ્રેરણા આપશે. હું તેમના અનુયાયીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.’

  રાજ્યપાલે પરિવારને સાંત્વના આપી


  તો પ્રદેશના રાજ્યપાલ કલરાજ મિશ્રએ સોમવારે શ્રી પંચખંડ પીઠાધીશ્વર આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજભવન અનુસાર, ‘રાજ્યપાલ મિશ્રએ આચાર્ય ધર્મેન્દ્રના નિધન પર શોક સંવેદના વ્યક્ત કરતા તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. રાજ્યપાલે શોકગ્રસ્ત પરિવારજનોને દુઃખની આ પરિસ્થિતિમાં ઇશ્વર બળ પ્રદાન કરે તેવી પણ પ્રાર્થના કરી છે.’

  આ પણ વાંચોઃ શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન

  કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી


  કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતે પણ આચાર્ય ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યુ છે કે, ‘પ્રભુ શ્રીરામના અનન્ય ભક્ત આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજ વૈકુંઠધામવાસી થઈ ગયા છે. રામ મંદિર નિર્માણ આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પૂજ્ય સંતનું આ ભૂમિ છોડવું સમગ્ર સમાજમાં ખોટ ઊભી થઈ છે.’
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Deaths, Rajsthan

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन