બેંગલોરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કબડ્ડી કોચે અહીં એક હોટલના રૂમમાં ફાંસી લગાવી આપઘાત કરી આત્મહત્યા કરી લીધી. કોચ પર ટ્રેનિંગ સેન્ટરમાં 13 વર્ષની એક એથલીટનું યૌન શોષણ કરવાનો આરોપ હતો. પોલીસે મંગળવારે જણાવ્યું કે રૂદ્રપા વી હોસ્વાનીએ મંગળવારે હરિહરામાં એક હોટલના રૂમમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી છે. હોસ્વામી બેંગલોર સ્થિત SAI સેન્ટરમાં વરિષ્ઠ કોચના પદ પર હતા.
દેવનાગિરીના પોલીસ ઓફિસર આર ચેતને જણાવ્યું કે 13 ઓક્ટોબરે હોસ્વાનીએ હોટલમાં ચેક ઇન કર્યું. તેઓ અનેક દિવસ સુધી હોટલના રૂમમાંથી બહાર આવ્યા ન હતા. આ અંગે હોટલ મેનેજરે પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસે રૂમનો દરવાજો તોડ્યો તો કોચ પંખા સાથે લટકી રહ્યાં હતા.
હોસ્માની પર આરોપ હતો કે તેઓએ ઓક્ટોબરમાં યુવતીઓના કબડ્ડી સેન્ટર સ્થિત ડ્રેસિંગ રૂમમાં પીડિતાનું યૌન શોષણ કર્યું હતું. પીડિતાએ પરિવારજનોએ આ ઘટનાની સૂચના સાઇના અધિકારીઓને આપી. ત્યારબાદ સમગ્ર મામલે અધિકારીઓએ હોસ્માની વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા હતા.
સાઇએ 59 વર્ષના હોસ્માનીને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કર્યા હતા. વિભાગએ કોચ વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. તો હોસ્માનીના પિતાએ પણ ફરિયાદ દાખલ કરી હતી. સગિરા કિશોરીના યૌન શોષણના મામલો સામે આવ્યો ત્યારે સાઇએ કહ્યું હતું કે તમામ અથલીટ્સની રક્ષા અને સુરક્ષાનું ધ્યાન રાખવું સંસ્થાની જવાબદારી છે. અમે તપાસ કમિટી બનાવી હતી, જેના રિપોર્ટ બાદ જ કોચ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર