ન્યૂઝીલેન્ડ હુમલોઃ 50 લોકોની હત્યા કરનાર જાતે જ લડશે પોતાનો કેસ

ન્યૂઝીલેન્ડ હુમલોઃ 50 લોકોની હત્યા કરનાર જાતે જ લડશે પોતાનો કેસ

 • Share this:
  થોડા સમય પહેલા જ ન્યૂઝીલેન્ડના ક્રાઇસચર્ચમાં થયેલા હુમલામાં 49 લોકોનાં મોત થયા હતા, આ હુમલો કરનાર આરોપી બ્રેસ્ટનની ધરપકડ કરી પોલીસે કોર્ટમાં રજુ કર્યો હતો. અહીં વકીલે કહ્યું કે આરોપી બ્રેસ્ટર્ને પોતાનો વકીલ ઇચ્છતો નથી, તે જાતે જ કેસ લડવા ઇચ્છે છે.

  બ્રેન્ટન ટેરન્ટને હત્યાકાંડના આરોપી તરીકે ક્રિસ્ટચર્ચ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. શનિવારે કોર્ટમાં વકીલે કહ્યું કે, બ્રેન્ટન પોતાના માટે વકીલ ઇચ્છતો નથી. તે આ કેસને જાતે જ લડવા ઇચ્છે છે. ડ્યૂટી લૉયર રિચર્ડ પીટરે કહ્યું કે, બ્રેન્ટન જે પ્રકારે કોર્ટમાં પોતાની જાતને રજૂ કરી રહ્યો હતો, તે જોતાં લાગી રહ્યું છે કે, તે માનસિક વિકલાંગ નથી. ઘટના સમયે તે સમજતો હતો કે, તે શું કરી રહ્યો છે.  અહીં ક્લિક કરી વાંચોઃ વિવેકના 9 Look, ફિલ્મમાં મોદીના હિમાલયનાં સાધુ બન્યાની કહાની

  ન્યૂઝીલેન્ડની બે મસ્જિદોમાં કત્લેઆમ પહેલા વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્નની ઓફિસને હુમલાખોરનો એક મેનિફેસ્ટો મળ્યો હતો. આર્ડર્ને રવિવારે જણાવ્યું કે, આંતકી હુમલાની 9 મિનિટ પહેલાં 30 લોકોને આ પત્ર ઇમેલ કરવામાં આવ્યો હતો. જો કે, પીએમઓને મળેલા પત્રમાં હુમલાના સ્થળ અને અન્ય જાણકારી નહતી. તેને તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને આપવામાં આવી હતી. શુક્રવારે ક્રાઇસ્ટચર્ચ સ્થિત અલ-નૂર અને લિનવૂડ મસ્જિદમાં ફાયરિંગમાં 50 લોકોનાં મોત થયા હતા, જેમાં 8 ભારતીયો છે અને 50 અન્ય ઘાયલ છે.

  ન્યૂઝીલેન્ડમાં મોજૂદ ભારતીય એમ્બેસીના સેકન્ડ સેક્રેટરી પરમજીત સિંહે શનિવારે રાત્રે જણાવ્યું કે, મૃતકોમાં ગુજરાતના રમજી આરિફ ભાઇ વોહરા, તેમના પિતા મોહમ્મદ અલી વોહરા, મહેબબૂ ખોખર, હાફેદ મૂસા અને જુનૈદ કારા સામેલ છે. કેરલના પીજી સ્ટુડન્ટ એન્સી અલીનું પણ મોત થયું છે. આ સિવાય હૈદરાબાદના ફરહાજ અહેસાન સહિત 2 લોકોનાં મોતની પુષ્ટિ થઇ છે. પરિવારજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પાસે મદદ માગી છે.

  મસ્જિદોમાં ફાયરિંગ કરીને 50 લોકોની હત્યા કરવાના આરોપી ઓસ્ટ્રેલિયન નાગરિક ટેરન્ટને શનિવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ઘટનાના પગલે અફસોસ તો દૂરની વાત છે, તેણે હાથથી વ્હાઇટ સુપ્રીમસીની નિશાની બનાવી. આ સાઇન શ્વેત જાતિવાદી ગ્રૂપ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તેના મનમાં ઇસ્લામ જ નહીં અશ્વેત લોકો પ્રત્યે પણ નફરતનો ભાવ હતો.

  ન્યૂઝીલેન્ડ સરકારે આતંકી હુમલાની લાઇવ સ્ટ્રિમિંગ પર ફેસબુકને જવાબ માંગ્યો હતો. ફેસબુકે કહ્યું, હુમલાના લાઇવ સ્ટ્રિમિંગ બાદ જ પોલીસે નેટવર્કની જાણકારી મેળવી લીધી હતી. અમે તાત્કાલિક હુમલાખોરે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટથી ફૂટેજ હટાવી દેવામાં આવ્યું હતું. મિયા ગાર્લિક (ડાયરેક્ટર, ફેસબુક - ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ)એ કહ્યું, અમે સતત આ પ્રકારના કન્ટેન્ટને હટાવવા માટે કામ કરી રહ્યા છીએ. હુમલાથી જોડાયેલા 15 લાખ વીડિયો અમે છેલ્લાં 24 કલાકમાં હટાવ્યા છે. 12 લાખ વીડિયોને બ્લોક કર્યા છે, જે અપલોડ કરવામાં આવ્યા હતા.
  First published:March 18, 2019, 19:17 pm