બળાત્કાર કરતા બાળકીના મોઢામાં નાખી દીધો ગરમ સળીયો, પત્થરોથી કચડીને લાશને સળગાવી દીધી

આરોપી મોહમ્મદ મસીદુર આલમની ધરપકડ કરવામાં આવી

Rape news- જઘન્ય હત્યાકાંડના આરોપી મોહમ્મદ મસીદુર આલમની ધરપકડ કરી

 • Share this:
  કૈમુર : બિહારમાં (Bihar) દેવઢી ગામમાં 6 ઓક્ટોબર 2021ના રોજ એક 10 વર્ષની બાળકી સાથે ક્રૂરતા કરવામાં આવી હતી. જેમાં બાળકી સાથે દુષ્કર્મ (Rape)કરી તેની હત્યા (Murder)કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે (Police)ખુલાસો કર્યો છે. સાથે જઘન્ય હત્યાકાંડના આરોપી મોહમ્મદ મસીદુર આલમની ધરપકડ કરી છે. 6 ઓક્ટોબરે અધૌરાના દેવઢી ગામમાં નિર્માણાધીન રાજકીય અનુસુચિત જનજાતિ આવાસીય વિદ્યાલયના પરિસરમાં કામ કરનાર મજૂરે બાજુમાં રહેતી એક 10 વર્ષીય બાળકીની હત્યા કરીને તેના શરીરમાં લોઢાનો ડંડો ઘુસાડી દીધો હતો. પત્થરોથી કચડીને બાળકીની લાશને સળગાવી દીધી હતી. આ ઘટનાને કારણે આખા વિસ્તારમાં સનસની ફેલાઇ ગઈ હતી.

  જણાવી દઈએ કે આવાસીય વિદ્યાલયના નિર્માણ માટે પશ્ચિમ બંગાળમાંથી મજૂર બોલાવવામાં આવ્યા હતા. આ મજૂરોમાં પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના કચિલાયક પોલીસ સ્ટેશનના પિપરતલ્લા ગામના રહેવાસી મોહમ્મદ મસીદુર અલમની પોલીસે ધરપકડ કરી છે. ઘટના વિશે બતાવામાં આવી રહ્યું છે કે પહેલા આરોપીએ બાળકીને ખોટા ઇરાદાથી પોતાની પાસે બોલાવી અને પછી તેની જઘન્ય હત્યા કરી દીધી હતી.

  આ પણ વાંચો - 7 દિવસ પહેલા લગ્ન થયા, પતિ સાથે ના બનાવ્યો સંબંધ અને પછી....

  આ સંબંધમાં કૈમુર જિલ્લાના એસપી રાકેશ કુમાર જણાવ્યું કે પીડિત પરિજનોના આવેદનના આધારે પહેલા બે મજૂરો અબ્દુલ કુર્બાન અને મોહમ્મદ મુર્શીદની પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી દીધા હતા. પછી વૈજ્ઞાનિક તરીકે અનુસંધાન કરવામાં આવ્યું અને સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા તો તપાસમાં સામે આવ્યું કે મસીદુર આલમે બાળકી સાથે દરિંદગી કરી હતી. જે પછી વિશેષ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

  એસપી રાકેશ કુમારે જણાવ્યું કે કેટલાક અપરાધી અપરાધ કરીને બચી જવા માંગે છે પણ આજના જમાનામાં વૈજ્ઞાનિક અનુસંધાન અને પોલીસની તત્પરતાથી ગુનો કરીને કોઇ બચી શકશે નહીં. અપરાધીની ધરપકડ કરવામાં મોડું થઇ શકે છે પણ કોઇપણ સ્થિતિમાં અપરાધીને પકડવો જ પડે છે.

  આ પણ વાંચો - ‘આ વખતે કરવા ચોથ પતિ સાથે નહીં મનાવું’, પત્નીએ પ્રેમી સાથે મળી કરી નાખી હત્યા, આખી રાત ઊંઘી લાશની બાજુમાં

  યુવકે યુવતી પર બળાત્કાર કરી વીડિયો બનાવ્યો

  જબલપુરમાં (Jabalpur) બે સગી બહેનો સાથે બળાત્કારનો કેસ સામે આવ્યો છે. આરોપ જે યુવક પર લાગ્યો છે તે શહેરની એક પ્રખ્યાત હોટલમાં ડ્રાઇવર છે. બહેનોનું કહેવું છે કે આરોપીએ દોસ્તી અને પ્રેમની આડમાં તેની સાથે દગો કર્યો અને પછી બ્લેકમેઇલિંગ (Blackmailing)કર્યું હતું. ફરિયાદ મળ્યા પછી હવે પોલીસ તેની તપાસ કરી રહી છે. આ ઘટના જબલપુરના બરેલા પોલીસ સ્ટેશનની છે. બતાવવામાં આવી રહ્યું છે કે સાલીવાડાનો રહેવાસી આકાશ ચક્રવર્તી તિલહરી સ્થિત વિજન મહલ હોટલમાં ડ્રાઇવર છે. આરોપ લગાવનાર યુવતીઓ બહારની રહેવાસી છે. બંને બીજા જિલ્લામાંથી અહીં અભ્યાસ કરવા આવી છે અને બરેલામાં ભાડાના ઘરે રહે છે.
  Published by:Ashish Goyal
  First published: