બ્રુકલિન સબવે સ્ટેશન પર ગોળીબાર કરનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે
Brooklyn Subway Shooting: બ્રુકલિન સબવે સ્ટેશન પર ગોળીબારમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી બેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. રિપોર્ટ અનુસાર ઘટનાસ્થળેથી વિસ્ફોટકોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે. રાષ્ટ્રપતિ જો બાયડેન આ ઘટના અંગે સતત માહિતી લઈ રહ્યા છે.
અમેરિકાના ન્યૂયોર્કમાં મંગળવારે સવારે 8.30 કલાકે બ્રુકલિન સબવે સ્ટેશન પર ગોળીબાર (Brooklyn Subway Shooting) કરનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. ફ્રેન્ક જેમ્સની તસવીર જાહેર કરતી વખતે પોલીસે તેની ઉંમર 62 વર્ષની આસપાસ હોવાનું જણાવ્યું છે. ન્યૂયોર્ક પોલીસને ટાંકીને ન્યૂઝ એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. બ્રુકલિનના સનસેટ પાર્કમાં થયેલા ગોળીબારમાં આરોપી વોન્ટેડ છે. આ અંગે માહિતી આપનારને 50 હજાર ડોલરનું ઈનામ આપવામાં આવશે.
બ્રુકલિન સબવે સ્ટેશન પર ગોળીબારમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી બેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. રિપોર્ટ અનુસાર ઘટનાસ્થળેથી વિસ્ફોટકોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે. રાષ્ટ્રપતિ જો બાયડેન ઘટના અંગે સતત માહિતી લઈ રહ્યા છે.
ન્યૂયોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સનસેટ પાર્ક નજીક 36 સ્ટ્રીટ સ્ટેશનમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ ફાયર બ્રિગેડના કર્મચારીઓને કરવામાં આવી હતી. કેટલાક વિસ્ફોટ વિનાના બોમ્બ મળી આવ્યા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે શંકાસ્પદ કન્સ્ટ્રક્શન વર્ક સાથે સંબંધિત ડ્રેસમાં હતો.
ન્યૂયોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સનસેટ પાર્ક નજીક 36 સ્ટ્રીટ સ્ટેશનમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ ફાયર બ્રિગેડના કર્મચારીઓને કરવામાં આવી હતી. કેટલાક વિસ્ફોટ વિનાના બોમ્બ મળી આવ્યા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે શંકાસ્પદ કન્સ્ટ્રક્શન વર્ક સાથે સંબંધિત ડ્રેસમાં હતો.
શું હતી ઘટના?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યૂયોર્કના બ્રુકલિનમાં લોકો હંમેશની જેમ લોકલ સબવે સ્ટેશન પર પહોંચી રહ્યા હતા. મેટ્રો સ્ટેશન પર એક ટ્યુબ વિસ્તાર છે જ્યાંથી મેટ્રો ટ્રેન ત્રણ અલગ-અલગ રૂટ પર દોડે છે. સવારે અચાનક વિસ્ફોટ થયો અને થોડી વાર પછી ગોળીબારનો અવાજ આવ્યો. જેના કારણે હોબાળો મચી ગયો હતો.
એક પ્રત્યક્ષદર્શીએ ન્યૂયોર્ક પોસ્ટને કહ્યું, 'પહેલા અમે બોમ્બ બ્લાસ્ટ સાંભળ્યો. જે બાદ ફાયરિંગ શરૂ થયું હતું. લોકો તરત જ છુપાવા લાગ્યા, પરંતુ ફાયરિંગની ઝપેટમાં ઘણા લોકો આવી ગયા. અમે એક અશ્વેત હુમલાખોરને જોયો. તેની ઉંચાઈ લગભગ 5 ફૂટ 5 ઈંચ હોવી જોઈએ. તેણે જાંબલી રંગનો જમ્પ સૂટ પહેર્યો હતો. તેણે ચહેરા પર ગેસ માસ્ક પણ પહેર્યો હતો. તેની પીઠ પર સિલિન્ડર પણ હતું.
કેટલાક પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે એક માણસ બાંધકામ કામદારના ડ્રેસમાં હતો. તેણે ટ્રેન પાસે બેગ ફેંકી. તેના હાથમાં બંદૂક પણ હતી. થોડીવાર પછી ધુમાડો ઓછો થયો અને ઘણા લોકો પ્લેટફોર્મ પર પડેલા જોવા મળ્યા. તેમના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું.
ઘટના બાદ તરત જ આ સ્ટેશનથી તમામ ટ્રેન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. જે ટ્રેન જ્યાં હતી ત્યાં જ રોકાઇ ગઇ હતી. ન્યૂયોર્ક પોલીસની કમાન્ડો ટીમે સ્ટેશનનો કબજો સંભાળી લીધો છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર