Home /News /national-international /Mumbai News: 50થી વધુ મહિલાઓને ફોટા વાયરલ કરવાનું કહીને બ્લેકમેઇલ કરનારા આરોપીની ધરપકડ, જાણો તેની મોડસ ઓપરેન્ડી

Mumbai News: 50થી વધુ મહિલાઓને ફોટા વાયરલ કરવાનું કહીને બ્લેકમેઇલ કરનારા આરોપીની ધરપકડ, જાણો તેની મોડસ ઓપરેન્ડી

ફાઇલ તસવીર

Mumbai News: ગોરેગાંવ પોલીસે મંગળવારે રાત્રે એરે કોલોનીમાંથી એક 25 વર્ષીય યુવકની કથિત રીતે મહિલાઓના અંગત ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપીને છેડતી કરવા બદલ ધરપકડ કરી હતી.

    મુંબઈઃ ગોરેગાંવ પોલીસે મંગળવારે રાત્રે એરે કોલોનીમાંથી એક 25 વર્ષીય યુવકની કથિત રીતે મહિલાઓના અંગત ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપીને છેડતી કરવા બદલ ધરપકડ કરી હતી. અવારનવાર સોશ્યલ મીડિયાથી મહિલાઓને હેરાનગતિના કિસ્સાઓ સામે આવે છે. આ એક એવો જ કિસ્સો છે.

    રાજવી પરિવારમાંથી હોવાનું દેખાડો કરતો હતો


    પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી પુકરાજ દેવાસી ઉર્ફે રાજવીર સિંહની એક અનોખી મોડસ ઓપરેન્ડી હતી. તે રાજસ્થાની મહેલોની અંદરના પોતાના સેંકડો ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતો હતો. પછી આ એક યુવક મહિલાઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતો અને ઘણા તે રાજવી હોવાનું માનીને રિકવેસ્ટ સ્વીકારતા હતા. પીડિતો સાથે મિત્રતા કર્યા પછી તે તેમની સાથે પ્રેમમાં હોવાનો દાવો કરતો અને છેવટે અંગત ફોટાની વિનંતી કરતો. જેનો ઉપયોગ તેણે છેડતી માટે કર્યો હતો. તેવું એક અધિકારીએ જણાવ્યું હતું.

    આ પણ વાંચોઃ દેખાવડી છોકરી બીજી છોકરીના પ્રેમમાં પડી, લગ્ન કરવા ઘરે પહોંચી 

    આરોપીએ 4 લાખથી વધુ રૂપિયા પડાવ્યાં


    ફરિયાદી ગોરેગાંવમાં રહેતી 30 વર્ષીય પરિણીત મહિલા છે, જે આ જાળમાં ફસાઈ ગઈ હતી અને તેને આરોપીએ ધમકી આપી હતી કે, ‘જો તે પૈસા નહીં આપે તો તેના ફોટા વાયરલ કરી દેશે.’ ગોરેગાંવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ફોટા વાયરલ કરવાની ધમકી આપતા ફરિયાદીએ આરોપીને 4 લાખથી વધુ રૂપિયા આપ્યા હતા. પરંતુ તેની માંગણીઓ પૂરી થતી ન હોવાથી, તેને 10 નવેમ્બરના રોજ પોલીસનો સંપર્ક કરવા અને ફરિયાદ નોંધાવવાની ફરજ પાડી હતી."

    આ પણ વાંચોઃ વિધર્મી યુવાને દીકરીને ફસાવી શરીર પર બ્લેડના 500થી વધુ ઘા મરાવ્યાં

    અગાઉ પણ આવા કિસ્સા બન્યા હતા


    DCP અજયકુમાર બંસલ, ઝોન XIના માર્ગદર્શન હેઠળ અને સિનિયર પોલીસ ઇન્સ્પેકટર દત્તાત્રી થોપટેની દેખરેખ હેઠળ API અતુલ સાનપ અને તેમની ટીમે ભારતીય દંડ સંહિતા અને IT એક્ટની કલમ હેઠળ આરોપીની ધરપકડ કરી હતી. ગત વર્ષે આવા જ એક કેસમાં દેવાસીની જુહુ પોલીસે ધરપકડ કરી હતી અને તાજેતરમાં જ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

    50થી વધુ મહિલાઓને બ્લેકમેઇલ કરી


    મળતી માહિતી પ્રમાણે, આરોપી રાજસ્થાનનો વતની છે અને તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ આકર્ષક મહેલો, લક્ઝરી વાહનો અને સુરક્ષા ગાર્ડના ફોટાથી ભરેલું છે. એનો ઉપયોગ કરીને જ આ રાજસ્થાનના રોયલે ઘણી મહિલાઓને જાળમાં ફસાવ્યા હતા. જાણવા મળ્યું છે કે, અત્યાર સુધીમાં તે 50થી વધુ મહિલાઓને બ્લેકમેલ કરી ચૂક્યો છે. એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, ‘દેવાસીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો.’
    First published:

    Tags: Mumbai crime Branch, Mumbai Police, Social media

    विज्ञापन
    विज्ञापन